( પ્રતિનિધિ )વડોદરા,તા.27
વડોદરાથી મુંબઈ જનાર એર ઈન્ડિયાની ફ્લાઈટ Al2892 સમય કરતા અડધો કલાક લેટ ઉપાડી હતી. જ્યારે વડોદરાથી દિલ્હી જનાર એર ઇન્ડિયાની ફલાઇટ નંબર AI808 પણ સમય કરતા વીસથી પચીસ મિનિટ લેટ થતા મુસાફરો અટવાયા હતા. બીજી તરફ વડોદરા એરપોર્ટ પર આવતી મુંબઈની ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ ઓપરેશનલ કારણોસર રદ્દ કરવામાં આવી હતી.
વડોદરા એરપોર્ટ પર આવનાર મુંબઈની ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા રાત્રે 8.05 કલાકે આવે છે. જે ઓપરેશન રિઝનના કારણે રદ્દ કરવામાં આવી છે. ફલાઇટ રદ થતા મુંબઈ જનાર પેસેન્જરને રિફંડ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. ગુરુવારે રાત્રે 8.05 કલાકે વડોદરાના હરણી એરપોર્ટ પર આવનાર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ નંબર 6E-2168/5138 મુંબઈ વડોદરા મુંબઈ રદ્દ કરવામાં આવી છે. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા રાત્રે 8.05 કલાકે આવે છે અને પરત વડોદરાથી 8.40 કલાકે ઉડાન ભરે છે. જે ઓપરેશન રિઝનના કારણે રદ્દ કરવામાં આવી હોવાની વિગતો હાલમાં સામે આવી છે. મુંબઈ જનાર વડોદરાના મુસાફરોને અન્ય મુંબઈની ફલાઈટમાં અમદાવાદ કે વડોદરાથી મોકલાશે. આ સાથે મુસાફર ઈચ્છે તો તેઓને તેઓનું રિફંડ પણ આપવામાં આવી શકે છે. હાલમાં એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે, મુંબઈથી આવનાર ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે અને આ અંગે મુસાફરોને જાણ કરવામાં આવી છે.