ગયા મહિને ચીને માસ્ક અને વેન્ટિલેટરોથી ભરેલું એક વિમાન ઇટાલી મોકલ્યું હતું ત્યારે ઘણા એવું સમજ્યા હતા કે ચીન ઇટાલીની મદદ કરી...
સુરત શહેરમાં પોઝીટીવ કેસનો કુલ આંક 17 પર પહોંચી ગયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં કુલ 6 પોઝીટીવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં...
કોરોના વાયરસને રોકવા માટે લેવામાં આવતા પગલાઓની વચ્ચે એક નવી માહિતી બહાર આવી છે જે લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે....
આખરે ભારતે યુએસને મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને બીજી મહત્વપૂર્ણ ડ્રગ પેરાસીટામોલની નિકાસને મંજૂરી આપી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ વડા...
સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને લઇને ૧૪ એપ્રિલ સુધીનું લોકડાઉન વધું લંબાવવું જોઈએ તેવુ રાજ્યોની વિનંતી પર કેન્દ્ર વિચાર કરી રહ્યું છે....
કોરોનાવાયરસના રોગચાળાએ અમેરિકાના અર્થતંત્રને જબરો ફટકો માર્યો છે અને હજી તો સ્થિતિ બગડતી જાય છે ત્યારે ફ્લોરિડામાં એક અજબ દ્રશ્ય જોવા મળ્યું...
વોટ્સએપ અને સોશ્યલ મીડિયા પર કોરોના વાયરસ અંગે ફેલાતી અફવાને લઈને વોટ્સએપે મોટો નિર્ણય લીધો છે. વોટ્સએપે મેસેજ ફોરવર્ડિંગને મર્યાદિત કરી દીધું...
સુરત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એપીએમસી શાક માર્કેટ આગામી 8 તારીખથી જાહેર કરી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ શહેરીજનોના હિતમાં...
કોરોના વાયરસથી બુધવારે બપોર સુધીમાં દેશમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 49 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. દર્દીને શહેરની શ્રી અરબિંદો...
મંગળવારે બપોરે 12 વાગ્યે રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને કોરોના સંકટને લઇને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ...
લંડનમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મૂળ નવસારીના તબીબનું કોરોનાને કારણે નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેઓ લંડનમાં કોરોનાના દર્દીઓની સારવારની જવાબદારી...
કોરોનાને કારણે સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળ ઘેરાયા છે દરમિયાન મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેસને જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સમગ્ર...
ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે આણંદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં...
સુરતમાં આજે વધુ આઠ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રૂસ્તમપુરામાં રહેતા 62 વર્ષીય પુરૂષને...
સુરતમાં આજે વધુ આઠ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ આઠ પૈકી બેને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે મિશન હોસ્પિટલમાં તો છ ને નવી...
દેશમાં કોરોના વાયરસનો વિનાશ ચાલુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 704 નવા કેસ નોંધાયા છે,...
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા હોવા અંગે સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ આજે...
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ ખુલ્લેઆમ જાહેર કર્યું કે તેમની સરકાર દ્વારા આંતરરાજ્ય સરહદ પર લગાવેલી નાકાબંધીને કોવિડ...
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીના પરિવારના બે સભ્યો બે દિવસથી ગુમ છે. આ પરિવાર ગુરુવારે મેરીલેન્ડમાં પારિવારિક પ્રવાસે ગયો હતો. ગુમ...
ગુજરાતમાં પહેલી વાર સુરતમા માસ કોરન્ટાઈન કર્યા બાદ હવે આ વિસ્તારની નજીકના વિસ્તારને બફર ઝોન જાહેર કરી તેમાં પણ તમામ પ્રકારની મુવમેન્ટ...
નોવેલ કોરોનાવાયરસના હાહાકાર વચ્ચે દુનિયાના શેરબજારોના હાલ બગડ્યા છે. આ દરમિયાન દુનિયાના ટોચના અમીરોની સંપત્તિમાં પણ અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો છે. ભારતના સૌથી...
આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે ઘણા માનવતાના દ્ર્શ્યો પણ સામે આવી રહ્યા છે. શહેરમાં ઘણી સંસ્થાઓ તંત્રને...
સુરત શહેરમાં વધી રહેલા કોરોનાના હાહાકાર વચ્ચે શહેરની ઘણી અગ્રગણ્ય સંસ્થાઓ દ્વારા તંત્રને મદદ કરવામાં આવી રહી છે. જેમાં આજદિન સુધીમાં મનપાને...
ટેસ્ટમાં પણ ટી-20 અંદાજમાં રમતા કીવી બેટ્સમેન જોક એડવર્ડસનું 64 વર્ષની વયે નિધન થયું છે. જેથી તેમના ચાહકોમાં શોક વ્યાપ્ત છે. ન્યુઝીલેન્ડ...
વલસાડ શહેર અને તાલુકામાં લોકડાઊન ના ભંગ કરતા લોકો ને પોલીસે ડ્રોન વડે ૩ અને સીસીટીવી કેમેરા ના આધારે ૫ મળીને કુલ...
ચીખલી તાલુકાના તલાવચોરામાં આંતરિક માર્ગ ઉપર મરેલા મરઘા ફેંકી દેવાતા રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી જવા પામી હતી. તલાવચોરામાં ચીખલી અટ ગામ મુખ્યમાર્ગ...
સોમવારે બપોરે 204 દેશો અને પ્રદેશોમાં કોરોનાવાયરસના કારણે મૃત્યુની સંખ્યા વધીને 70 હજાર 183 થઈ ગઈ છે. 12 લાખ 82 હજાર 860...
રાંદેર વિસ્તારમાં લોકલ ટ્રાન્સમિશનનના કેસો સામે આવી રહ્યા છે. જેના પગલે રાંદેર વિસ્તારને માસ કોરેન્ટાઈન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજે...
સુરત એ.પી.એમ.સી. માર્કેટ બેમુદતી સમય માટે બંધ કરવાના કારણોસર આજથી શાકભાજી અને ફળફળાદીના ભાવોમાં અતિશય ઉછાળો જોવા મળ્યો છે તેને ધ્યાને લઈને...
હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે ખાસ બ્લડની અછત હોસ્પિટલોમાં વર્તાઈ રહી છે. સુરત શહેરમાં પણ બ્લ્ડની અછત છે તેવા મેસેજ...
આમોદ, ભરૂચ: આમોદ તાલુકાના કોબલા ગામે ભયભીત કરનારો કિસ્સો સામે આવ્યો છે. કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાજની ભેંસને કોઈ હડકવાગ્રસ્ત કૂતરું કરડી જતાં લાંબા સમય પછી ભેંસને હડકવા ઉપડ્યો હતો. ભેંસમાં હડકવાના લક્ષણો જણાતા ભેંસ માલિક સહિત ગામલોકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. આ ઉપરાંત ભેંસે એક બચ્ચાને પણ જન્મ આપ્યો હતો. જેથી ગામલોકો ઉપરાંત અન્ય લોકોએ પણ ભેંસના કાચા દૂધની બરી બનાવીને ખાધી હતી.
ત્યારબાદ ભેંસનું ત્રણ દિવસ પછી મોત થયું હતું. પશુ ચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીનારા ગ્રાહકોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. ભેંસના માલિક જયેન્દ્રસિંહ રાજ તથા તેમના પરિવારે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી. ત્યારબાદ તેમના દૂધના ગ્રાહકોને તેમજ બરી ખાનારા લોકોને પણ જાણ કરી હતી. જેથી તેમના ગ્રાહકોમાં ભયનો માહોલ ફરી વળ્યો છે અને તબીબની સલાહ મુજબ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગામલોકોએ વેક્સિન મુકાવવા દોટ લગાવી હતી. ગઈકાલે સાંજ સુધીમાં ગામના ૩૨ લોકોએ વેક્સિન મુકાવી હતી, તેમજ હજુ પણ વધુ લોકો વેક્સિન મુકાવવા આવનાર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું છે.
આ બાબતે કોબલા ગામના ભેંસ માલિક જયેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે ભેંસને કૂતરું કરડી જતાં હડકવા થયો હતો. પરંતુ જે તે સમયે અમોને જાણ નહોતી. જ્યારે ભેંસને હડકવાના લક્ષણો જણાયા ત્યારબાદ ત્રણ દિવસ પછી ભેંસ મૃત્યુ પામી હતી. આ બાબતે સામુહિક આરોગ્ય કેન્દ્રના ડૉ.માનસીએ જણાવ્યું હતું કે કોબલા ગામે ભેંસને હડકવા થયા બાદ ભેંસ મૃત્યું પામી હતી, જેથી કેબલા ગામના લોકો, કે જેમણે ભેંસનું દૂધ પીધું હતું તે બધા ગ્રાહકોને અહીંયા વેક્સિન મુકવામાં આવી રહી છે.