સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
પંજાબના મોહાલીમાં શનિવારે સાંજે એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ હતી. કાટમાળ નીચે 15 લોકો દટાયા હોવાની આશંકા છે. પોલીસ-પ્રશાસને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. એનડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ છે. એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે.
આ ઘટના ગુરુદ્વારા સોહના સાહિબ પાસે સાંજે સાડા ચાર વાગ્યે બની હતી. લોકોના જણાવ્યા અનુસાર આ ઈમારત 4 માળની હતી. જેમાં 3જા માળે પીજી અને ગ્રાઉન્ડ ફ્લોર પર જીમ ચાલતું હતું. તેની બાજુમાં ભોંયરામાં ખોદકામ ચાલી રહ્યું હતું, જેના કારણે ઇમારતનો પાયો નબળો પડી ગયો અને તે પડી ગયો.
બિલ્ડિંગ ધરાશાયી થઈ તે સમયે જીમ ખુલ્લું હતું. આવી સ્થિતિમાં જીમમાં આવતા લોકોના કાટમાળ નીચે દટાઈ જવાની આશંકા છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક પુષ્ટિ થઈ નથી. વહીવટીતંત્ર જીમના સંચાલકોનો સંપર્ક કરી રહ્યું છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે જે બહુમાળી ઈમારત પડી તે લગભગ 10 વર્ષ જૂની હતી. મોહાલીના એસડીએમ દમનદીપ કૌરે કહ્યું કે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે લગભગ 15 લોકો દટાયા છે. પ્રશાસનની ટીમો ઉપરાંત પિંજોરથી NDRFની ટીમ પણ અહીં જવા રવાના થઈ ગઈ છે.
આનંદપુર સાહિબના સાંસદ માલવિંદર કાંગે કહ્યું કે જાણવા મળ્યું છે કે અહીં એક જીમ છે, જ્યાં યુવાનો કસરત કરવા આવતા હતા. તે સમયે તેમાં કોઈ હતું કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ પોલીસની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી છે.
મોહાલીના એસએસપી દીપક પરીખે જણાવ્યું કે ટીમો હાલમાં બચાવ કાર્યમાં લાગેલી છે. કાટમાળમાંથી હજુ સુધી કોઈને ઈજા થઈ નથી. જો કે કાટમાળ નીચે કોઈ દટાયું હોય તો તેની ઝડપથી શોધખોળ કરવામાં આવી રહી છે.