Latest News

More Posts

પ્રતિનિધિ વડોદરા તા.7

વડોદરા જિલ્લાના ભાયલી ખાતે 16 વર્ષીય સગીરા પર ગુજારાયેલા ચકચારી ગેંગેરપના આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. ત્યારે ગેંગરેપના કેસની સુનાવણી હતી પરંતુ ગંભીર ગુનાના આરોપીઓ હોય વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી યોજાઇ હતી. પાંચ પૈકી બે આરોપીઓએ વકીલ રોકી દીધા છે જ્યારે મુખ્ય આરોપીઓને 12 નવેમ્બર સુધી વકીલ રોકવા માટેનો સમય અપાયો છે. જેથી આગામી 12 નવેમ્બરના રોજ સુનાવણી યોજાશે.

વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં 4 ઓક્ટોબરના સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ વિધર્મી નરાધમો ફરાર થઇ ગયા હતા. આ કુકર્મીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ સહિત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી અને પોતાની હદ ન હોવા છતાં ઘણી મહેનત કરીને ક્રાઇમ બ્રાન્ચે ગેંગરેપના આરોપીઓ મુન્ના બનજારા, મુમતાજ બનજારા, શાહરૂખ બનજારા અને બાઇક ભાગી જનાર આરોપી સેફઅલી બનજારા તતા અજમલ બનજારાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને સોંપ્યા હતા. પોલીસે આરોપીઓની વધુ પુછપરછ  કરવા માટે આરોપીઓને બે દિવસ બાદ વધુ ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે રિમાન્ડના પ્રથમ દિવસે પોલીસ આરોપીઓ પૈકી શાહરૂખ બનજારાને છાણી વિસ્તારમાં મોબાઇલનું સિમકાર્ડ ફેક્યુ ત્યા તપાસ માટે લઇ ગઇ હતી. પરંતુ શોધખોળ કરવા છતાં આવ્યું ન હતું. કુકર્મ આચર્યા બાદ તેઓ જે રૂટ પર નાસતા ફરતા હતા અને જ્યાં ઉભા રહ્યા હતા. તે રૂટના પર આવતા કેટલાક લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. ત્યારે આરોપીઓના 6 રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂરા થતા તમામ આરોપીઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. ત્યારે ગેંગરેપના કેસની 7 નવેમ્બના રોજ સુનાવણી હતી. ત્યારે ગેંગરેપ જેવા ગંભીર ગુનાના આરોપીઓ હોય વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી યોજાઇ હતી. જેમાં જાણવા મળ્યા મુજબ સ્થળ પરથી ભાગી જનાર બે આરોપી સેફઅલી બનજારા તતા અજમલ બનજારાએ પોતાના વકીલ રોકી લીધા છે. જ્યારે ગેંગરેપના મુખ્ય આરોપીઓ મુન્ના બનજારા, મુમતાજ બનજારા, શાહરૂખ બનજારાઓને વકીલ રોકવા માટે 5 દિવસનો સમય આપવામાં આવ્યો છે. હવે આગામી 12 નવેમ્બના રોજ ફરી આરોપીઓની સુનાવણી યોજવામાં આવશે.

To Top