લડાખ-૨૦૨૦ ભારતના રાજકારણ પર છવાઇ જશે

પૂર્વ લડાખમાં ખરેખરી અંકુશરેખાના ચીનના છેલ્લામાં છેલ્લા ઉલ્લંઘનમાં કોઇ અંદર ઘૂસ્યું નથી કે કોઇએ ભારતની ભૂમિ પર કબજો જમાવ્યો નથી એવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કરેલા નિવેદન સંદર્ભમાં હજી રહસ્ય ઘૂંટાયેલું છે. ઘર્ષણનાં સ્થળોએથી પાછા ફરવા ચીન પારસ્પરિક ધોરણે સંમત થયું હોવાની ઉચ્ચ સ્તરીય લશ્કરી / રાજદ્વારી મંત્રણાઓ પછી જાહેર થયા પછી આ નિવેદન સંદર્ભમાં રહસ્ય વધુ ઘેરાયું છે.

લડાખ-૨૦૨૦ ભારતના રાજકારણ પર છવાઇ જશે

આ વિરોધાભાસને પગલે વિપક્ષ – કોંગ્રેસને મોદી સરકાર અને શાસક ભારતીય જનતા પક્ષ સામે પોતાનો હુમલો ધારદાર કરવા તરફ દોરી ગયો. મોદી કહેતા હોય કે દેશની સરહદમાં કોઇ ઘુસણધોરી નથી થઇ તો પછી ચીન દ્વારા પીછેહઠ કરવાનો પ્રશ્ન જ કયાંથી આવે એવો દેખીતી પ્રશ્ન આ વિરોધાભાસમાંથી બહાર આવે છે.

કોંગ્રેસે આ પ્રશ્નને જોરદાર વાચા આપવાના મરણિયા પ્રયાસ કર્યા છે, પણ વાસ્તવિકતા શું છે તે બાબતમાં લોકોનાં મનમાં હજી ગૂંચવાડો પ્રવર્તે છે. પરિસ્થિતિ શાસક પક્ષ જવાબદાર આપે છે તેનાથી વધુ જવાબ માંગે છે. વિરોધ પક્ષને જવાબ આપવા માટે ભારતીય જનતા પક્ષના નેતાઓ અને પ્રવકતાઓ દલીલ કરતા રહ્યા છે કે ખરેખરી અંકુશરેખા પર આટાપાટા ખેલવાની પ્રવૃત્તિ ચીન દાયકાઓથી કરતું રહ્યું છે એ વાત સાથે સંમત થઇએ, પણ આ વખતે ૪૫ વર્ષો પછી ખરેખરી અંકુશરેખા પર એક કમાંડીંગ ઓફિસર સહિત ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હોવાથી પરિસ્થિતિ અલગ છે.

ભારતીય જનતા પક્ષ મોદીની છત્રછાયા હેઠળ જે રાષ્ટ્રવાદી રાજકારણના ગાણાં ગાતો હતો તેના પરથી પડદો હઠી ગયો છે. કેમ? મોદી છેક ૨૦૧૩ થી પોતાના મતના રાજકારણમાં સફળતાપૂર્વક રાષ્ટ્રવાદી કાર્યક્રમનો ઉપયોગ કરતા હતા તેની પશ્ચાદ્‌ભૂમાં ખરેખરી અંકુશરેખાની ઘટનાઓ બની. ચીન અને પાકિસ્તાનને પોતાની ૫૬ ઇંચની છાતી બતાવી દેવાની તેમની ડંફાસ લોકોએ યથાતથ સ્વીકારી લીધી અને લોકસભાની ૨૦૧૪ અને ૨૦૧૯ ની ચૂંટણીમાં મોદીનો જયજયકાર થઇ ગયો.

મોદી એક મજબૂત અને નિર્ણયશકિતવાળા નેતા છે એમાં ના નથી, પણ મોદી ૨૦૧૪ માં વડાપ્રધાન બન્યા પછી છ વર્ષમાં પડોશીવાદ ચીને એક તરફ ભારતમાં આર્થિક રસ દાખવવાનું ચાલુ કરી મોદી – શી મૈત્રીના ગાણાં ગાવા માંડયા અને બીજી તરફ દગાપૂર્વક ભારતીય પ્રદેશમાં આક્રમણ કર્યું ત્યારે મોદીની આ ૫૬ ઇંચની છાતીની છબીને ઘસરકા લાગવા માંડયા.

એ વાત જુદી છે કે આ પ્રક્રિયા મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાં ગુજરાતમાં મુખ્ય પ્રધાન હતા ત્યારથી શરૂ થઇ હતી. ચીની ઉત્પાદનનો બહિષ્કાર કરવાના એલાનનો રાષ્ટ્રવાદના રાજકારણના ભાગરૂપે ભારતીય જનતા પક્ષ ભૂતકાળની જેમ ઉપયોગ કરતો આવ્યો છે. ભૂતકાળમાં સરકાર કે ભારતીય જનતા પક્ષ માટે જયારે જયારે મૂંઝવણભરી પરિસ્થિતિ ઉદ્ભવી હતી ત્યારે લોકોનું ધ્યાન બીજે દોરવા તેણે આ વ્યૂહનો અસરકારક રીતે ઉપયોગ કર્યો છે.

તેમણે આ તરકીબ પાકિસ્તાન સામે અસરકારક સાધન તરીકે વાપરી છે અને ચીન સામે પણ તેનો ઉપયોગ કરવાની કોશિષ કરી છે પણ અલબત્ત બંને કિસ્સાઓમાં અભિગમ સદંતર જુદો છે. મુખ્ય તફાવત એ છે કે પાકિસ્તાનના વિરોધમાં જયારે જયારે જરૂર પડી છે ત્યારે મોદીએ આગેવાની લીધી છે જયારે ચીન સાથેના હુમલામાં મોદી અને તેમના અન્ય વરિષ્ઠ સાથીઓ અળગા રહી કાર્યકરો પર બધું છોડી દીધું છે.

સમજી શકાય તેમ છે કારણ કે ભારતે ઉત્પાદનો ખરીદવામાં અને માળખાકીય કોન્ટ્રાકટરોમાં ચીનને ખાસ્સું મહત્ત્વ આપ્યું છે. ખાસ કરીને ડિજિટલાઇઝેશન સહિતના નાણાંકીય ક્ષેત્રમાં ચીનની ઉપસ્થિતિ અભૂતપૂર્વ છે. આ સંજોગોમાં શાસક પક્ષ માટે ચીનનાં ઉત્પાદનોના બહિષ્કાર કરવાનું એલાન આપવાનું પોતાનું મસ્તક ઊંચું રાખવા માટે ગૂંચવાડાભર્યું છે.

આ ગૂંચવાડામાં ભારત નેપાળ સંબંધોમાં પડેલી મડાગાંઠમાં ઉમેરો કર્યો છે. નેપાળ ભારતનું મિત્ર રાજય છે અને ખુલ્લી સરહદો છે અને બંને દેશો વચ્ચે ઘણા તાણાવાણા ગૂંથાયેલા છે ત્યારે ભારતની કેટલીક ભૂમિને પોતાનો પ્રદેશ ગણાવી નવો નકશો બનાવી તેને પોતાની સંસદ દ્વારા મંજૂરી આપવાનો નેપાળનો નિર્ણય અકળ છે.

ભારતના એક વધુ મિત્ર રાજય ભૂતાનમાં અજંપો સર્જાવાની ચીનની ધમકી સાથે ચીન, પાકિસ્તાન અને નેપાળ બાદ ભારત માટે એક વધુ શૂળ પેદા કરવામાં આવી રહ્યું છે. હા, મોદીની સલાહ પ્રમાણે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓને ‘રાજકીય’ સ્વરૂપ આપવાનું રાષ્ટ્રીય હિતમાં નથી. પણ વર્તમાન પરિસ્થિતિમાં સુરક્ષા, રાજદ્વારી અને આર્થિક મુદ્દાઓનું સંયોજન હોવાથી જુદી લાગે છે.

ભારતને પોતાના પડોશીઓમાંથી કોઇની સાથે આવી પરિસ્થિતિમાં અગાઉ કયારેક મૂકાવું પડયું નથી. ચીન સાથેનો વિવાદ, પાકિસ્તાન કરતાં અલગ પ્રકારની રમત છે. તેનામાં ભારતીય જનતા પક્ષને પોતાને રાષ્ટ્રવાદના રાજકારણને બદલવા નહીં તો નવેસરથી વ્યાખ્યા કરવાની ક્ષમતા છે. ભારતીય સશસ્ત્ર દળોએ પોતાની કામગીરી પ્રશંસનીય રીતે બજાવી હોવા છતાં ચીન સાથે લેવાતાં કે નહીં લેવાતાં પગલાંની પોતાની જવાબદારી નક્કી કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી રહેતો.

આ પરિસ્થિતિ ભારતીય જનતા પક્ષને પોતાના રાષ્ટ્રવાદના રાજકારણને ફરીથી સજાવવા માટે ફરજ પાડી શકે તો યે તેણે આ મોરચે સરકારને પોતાની નિષ્ફળતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક પૂરી પાડી છે. લડાખના 2020 ના સંઘર્ષે ભારતમાં રાજકારણમાં ચીની પરિબળ ઉમેર્યું છે, જેનાં પરિણામો લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહેશે.

ચીન હવે ભારત માટે મુખ્ય વ્યૂહાત્મક ભય તરીકે ઉપસ્યું હોવાથી આ પરિબળ મોદી-શી ‘ભાઇ-ભાઇ’ની પશ્ચાદ્ભૂમાં ભારતીય રાજકારણ પર વર્ચસ્વ ધરાવશે તેનું ઘણી બધી રીતે ઘરઆંગણેના રાજકારણની ગતિવિધિ પર પ્રતિબિંબ પડશે. પછી તે ભારતીય જનતા પક્ષનો પોતાના પગલાઓનો બચાવ હોય કે વિપક્ષોનો ભારતીય જનતા પક્ષ પર હુમલો હોય, લડાખ 2020 આગામી સમયમાં ભારતીય રાજકારણના પ્રવાહ પર વર્ચસ્વ જમાવશે અને તેનો પહેલો પરચો ભારતના રાજકીય મહત્ત્વના રાજયની બિહાર િવધાનસભાની આગામી ચૂંટણીમાં જોવા મળશે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts