મે મહિનાથી જ ચીને એલએસી પર જમાવટ શરૂ કરી: ભારત

નવી દિલ્હી, : મે મહિનાની શરૂઆતથી જ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન મોટી સંખ્યામાં જવાનોના દળ અને શસ્ત્રો ભેગા કરી રહ્યું હતું અને ચીની દળો પરસ્પર સંમત થયેલા તમામ ધારાધોરણોની સંપૂર્ણ અવગણના કરી રહ્યા છે, એમ ભારતે ગુરુવારે કહ્યું હતું અને જાળવી રાખ્યું હતું કે પૂર્વી લડાખમાં થયેલી મડાગાંઠ માટે ચીન જવાબદાર છે. આ ઉપરાંત ભારતે ચેતવણી આપી હતી કે વર્તમાન સ્થિતિ ચાલુ રહેશે તો સંબંધોના વિકાસ માટે વાતાવરણ વધુ તણાવપૂર્ણ બનશે.

પત્રકારો સાથે ઓનલાઈન વાત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે પૂર્વી લડાખ ક્ષેત્રમાં થયેલા ઘટનાક્રમ અંગે માહિતી આપી હતી અને ગાલવાન ખીણ પર થયેલી અથડામણ માટે ચીનને જવાબદાર ઠરાવ્યું હતું.મેની શરૂઆતમાં ચીની સેનાએ ભારતની ગલવાન ખીણ વિસ્તારમાં ‘સામાન્ય, પારંપરિક’ પેટ્રોલિંગ કાર્યવાહીને અટકાવી હતી જ્યારે તેણે પશ્ચિમ સેક્ટરના અમુક વિસ્તારોમાં મેના મધ્યભાગમાં ચીને યથાવત-સ્થિતિમાં ફેરફાર કરવાની માગણી કરી હતી.

‘અમે ચીનની કાર્યવાહી પર કૂટનીતિક અને સૈન્ય માર્ગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રકારના ફેરફારો અસ્વીકાર્ય છે.6 જૂનના રોજ બંને સેનાના વરીષ્ઠ કમાંડરોએ બેઠક કરી હતી જેમાં તેઓ વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ ઓછો કરવા અને જવાનોને પાછા બોલાવવાની પ્રક્રિયા શરૂ કરવા સંમત થયા હતા.જ્યારે આ પ્રયાસ નિષ્ફળ ગયા હતા ચીની જવાનોએ 15 જૂનના રોજ હિંસક પગલાં લીધા હતા જેમાં કેટલાક જવાનોના મૃત્યુ થયા હતા.

મે મહિનામાં બંને સેના વચ્ચે મડાગાંઠ શરૂ થઈ ત્યારબાદ આ પ્રથમ વખત છે કે ભારતે સત્તાવાર રીતે સ્વીકાર્યું હોય કે ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈન્યની સંખ્યામાં વધારો કર્યો હતોપ્રથમ વખત છે કે ભારતે સત્તાવાર રીતે સ્વીકાર્યું હોય કે ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈન્યની સંખ્યામાં વધારો કર્યો હતો.

બેઉ દેશો વચ્ચે મંત્રણા જારી પણ જમાવટ યથાવત, દેપસાંગમાં ઘૂસણખોરીની ફિરાકમાં બેઉ દેશો વચ્ચે મંત્રણા જારી છે પણ એલએસી પર ચીનની જમાવટને જોતાં ભારતે પણ જમાવટ વધારી છે. ફિંગર એરિયામાં ચીનના 10000 જવાનો છે. ગલવાનથી કેટલાંક સૈનિકો પાછા બોલાવાયા છે પણ દેપસાંગમાં મૂવમેન્ટ વધી છે. અહીં ઘૂસણખોરીની ફિરાકમાં લાગે છે.

Related Posts