જાણો તમારા માટે લેપટોપ ખરીદવું બેસ્ટ કે ડેસ્કટોપ ?

સન્ડે મસાલા ટેક : મિત્રો નાના હતા તો શાળામાં એક કલાક કોમ્પ્યુટર (Computer) વિષય ભણાવવામાં આવતો ત્યારે તમને ખ્યાલ જ હશે કે કેટલા મોટા મોટા ટીવી જેવા મોનિટર લાગેલા હતાં અને માઉસ પણ કેવું કે, જેમાં નીચે પથ્થરનાં ગોટા ફિટ કરેલા હતા. એ સમય જ કંઈ અલગ હતો પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે અને જમાના સાથે ટેક્નોલોજી. હવે તો થોડાક થોડાક સમયમાં નવી ટેક્નોલોજી માર્કેટમાં આવતી હોય છે. કોમ્પુટરની વાત કરીએ તો હવે તેમાં લેપટોપ (Laptop) અને ડેસ્કટોપ (Desktop) બંને આવે છે હવે એવામાં ખરેખર તમે મુંઝવણમાં મુકાશો જ કે શું ખરીદવું ડેસ્કટોપ કે લેપટોપ ?

જાણો તમારા માટે લેપટોપ ખરીદવું બેસ્ટ કે ડેસ્કટોપ ?

તમે જો તમારા કોઈ મિત્રને પુછશો તો એ તમારા પુછ્યા બાદ તરત જ જવાબ આપશે કે લેપટોપ તુ લેપટોપ જ ખરીદી, બે સલાહ પણ મળી જશે કે જો તુ ડેસ્કટોપ ખરીદીશ તો ઘરે જ પડી રહેશે અને જો લેપટોપ લઈશ તો કશે પણ લઈ જઈ શકે. પણ શું ખરેખર ડેસ્કટોપ કરી શકે તે લેપટોપ કરી શકે તે જાણવા અને બેસિક નોલેજ (Basic Knowledge) આપવા માટે આ ટોપિક પર હું આજે તમારા માટે માહિતી લાવ્યો છું જે તમારો આ લેપટોપ-ડેસ્કટોપનો કન્ફ્યુઝન દુર કરશે. જેને કોમ્પ્યુટરની પૂરેપૂરી નોલેજ છે તેના માટે આ કોઈ ખાસ વિષય તો નથી પરંતુ પ્રથમ વખત જો તમે આ સાધન લેવાના હોય તો ધ્યાનથી વાંચો અને સમજજો કે તમને શેની જરૂર છે લેપટોપ કે ડેસ્ક ટોપ સમજીએ બંને વચ્ચે તફાવત.

જાણો તમારા માટે લેપટોપ ખરીદવું બેસ્ટ કે ડેસ્કટોપ ?

લેપટોપ તરફ લોકો વધુ આકર્ષાય છે તેથી પ્રથમ લેપટોપથી શરૂ કરીએ તેના ફાયદા અને ગેરફાયદાઓ :

ફાયદા : લેપટોપનો પ્રથમ મહત્વનો ફાયદો (Important advantage) એ છે કે તેને એક વાર ચાર્જિંગ કરી લીધા બાદ તેને પાવરની જરૂર પડતી નથી અને લાંબા સમય સુધી તમે તેનો ઉપયોગ કરી શકો છો. જો સફરમાં છો તો લેપટોપ તમારા માટે બેસ્ટ સાબિત થશે. જોવા જઈએ તો હવે લેપટોપનું કામ મોબાઈલ કરવા લાગ્યુ છે તેથી સફરમાં લેપટોપનાં પણ હોય તો તમારું કોઈ અગત્યનું પ્રેઝન્ટેશન કે લેપટોપને પોતાની સાથે જ હંમેશા રાખવુ હોય તો કોમ્પ્યુટરનું શું કામ. જો તમે હંમેશા સફર કરતા હોવ છો કે તમને મૂવી, સોન્ગ કે પછી વેબ બ્રાઉઝિંગ કરવી હોય કે માઈક્રોસોફ્ટ ઓફિસ (Microsoft Office)માં કામ કરવું હોય તો લેપટોપ તમારા માટે બેસ્ટ રહેશે કારણ કે તે પોર્ટેબલ છે.

જાણો તમારા માટે લેપટોપ ખરીદવું બેસ્ટ કે ડેસ્કટોપ ?

ગેરફાયદા : સૌથી પ્રથમ પ્રોબ્લેમ એ છે કે જો તમે તમારા હિસાબથી એમા અપગ્રેડ કરવા માંગતા હોય તો તે શક્ય નથી. તેનાં પાર્ટ તમે તમારી મનપસંદ બ્રાંડનાં હિસાબે અટેચ કરી શકો નહી. લેપટોપની સાવચેતી ઘણી જરૂરી છે જો કીબોર્ડ પર પાણી જશે તો સ્ક્રીન અને કીપેડ પ્રોબ્લેમ આવી શકે છે જેનો ખર્ચો વધુ રહેશે તે સિવાય જો તમે વીડિયો એડિંટિગ કરવાના હોય કે ગેમ રમવાના હોય તો તમને મજા બિલકુલ પણ આવશે નહીં. તેના બે કારણ છે એક તો નાની સ્ક્રીન પર વીડિયો એડિંટિંગ (Video editing)થી અને લેપટોપમાં ગેમથી લેપટોપમાં આગળ ચાલીને ખામી તો ઉભી થશે જ પરંતુ તમને તેના ઉપયોગ કરવામાં સેટિસફેક્શન મળશે નહીં. જો તમે લેપટોપમાં વીડિયો એડિટિંગ અને ગેમિંગ (Gaming)નો લાભ લેવા માંગો છો તો તે માટે તમને પોતાના બજેટને હાઈ રાખવો પડશે એટલે કે 45 અપ માનીને ચાલી શકો છો. બાકી ઓફિશિયલ વર્ક અને મનોરંજન માટે લેપટોપ બેસ્ટ છે.

જાણો તમારા માટે લેપટોપ ખરીદવું બેસ્ટ કે ડેસ્કટોપ ?

ડેસ્કટોપની શરૂઆત તેના ગેરફાયદાથી કરીએ તો પ્રથમ ગેરફાયદો એ છે કે તે પોર્ટેબલ નથી એક જ સ્થાને રહેશે, જગ્યા કન્ઝ્યુમ કરશે, પાવર જશે તો તમારુ કામ અટકશે, આ બેસિક ત્રણ ગેરફાયદાઓ તથા ફાયદાઓની વાત કરીએ તો તમે તમારા મરજી પ્રમાણે અપગ્રેડ કરી શકો છો, રેમ નાખી શકો છો, સામાન્ય બજેટ વાળા ડેસ્કટોપમાં વીડીયો એડિટિંગ, ગેમ્સ અને તમામ પ્રકારે તમને ડેસ્કટોપનો ઉપયોગ કરવામાં મજા આવશે કારણ કે લેપટોપની સરખામણીમાં તમારી સ્ક્રીન મોટી હશે. લેપટોપ કરતા કોમ્પુટરની લાઈફ લાંબી છે તથા તેને તમે સમય સમય પર અપગ્રેડ કરી શકશો.

સજેશન : જો તમને ખરેખર લેપટોપને બહાર લઈ જતા રહેવુ પડે છે તો તમે આંખ બંધ કરીને લેપટોપ લઈ લો. પરંતુ તમારી પાસે આ કારણ નથી તો આંખ બંધ કરીને તમે ડેસ્કટોપ જ પસંદ કરજો. કારણ કે લેપટોપનાં બજેટમાં બેસ્ટ પર્ફોમિંગ પીસી તમને મળી જશે.

Related Posts