KKR VS MI : બુધવારની રોમાંચક મેચમાં જામશે બેટ્સમેનો વચ્ચે જંગ

અબુધાબી : કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) બુધવારે IPL સીઝન 13ની પ્રથમ મેચ રમશે અને સામેની ટીમ ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ છે જેને ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આજે મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) અને કોલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) આજે જીત મેળવવાનાં ઇરાદે મેદાને ઉતરશે. બંને ટીમમાં મોટો મોટા ચેહરાઓ છે જે પોતાના દમ પર જ મેચને પલટાવી શકે છે એવામાં આજની મેચ બંને ટીમનાં બેટ્સમનો માટે મહત્વપૂર્ણ હશે અને બંને ટીમના બેટ્સમેનો વચ્ચે જોરદાર જંગ જોવા મળવાની સંભાવના છે.

KKR VS MI : બુધવારની રોમાંચક મેચમાં જામશે બેટ્સમેનો વચ્ચે જંગ

મુંબઇ ઇન્ડિયન્સ પોતાની પહેલી મેચમાં ત્રણ વારની ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) સામે હારી હોવાથી તેમનો ઇરાદો આવતીકાલે કેકેઆર સામે વિજય મેળવવાનો રહેશે. 2013થી એવું બનતું આવ્યું છે કે મુંબઇ કદી પોતાની પહેલી મેચ જીત્યું નથી અને આ સિઝનમાં પણ એ પરંપરા જળવાઇ રહી હતી. પહેલી મેચમાં ક્વિન્ટોન ડિ કોક (Quinton de Kok) સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવી શક્યો નહોતો, અને રોહિત પણ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. ટીમ વતી એકમાત્ર સૌરભ તિવારી (Saurabh Tiwari)એ 42 રનની ઇનિંગ રમી હતી. મુંબઇ પોતાની ઇલેવનમાં કોઇ ફેરફાર કરે તેવી સંભાવના નથી.

KKR VS MI : બુધવારની રોમાંચક મેચમાં જામશે બેટ્સમેનો વચ્ચે જંગ

કોલકત્તા નાઈટ રાઈડર્સ પાસે રસેલ જેવા ધમાકેદાર બેટ્સમેન છે જે પોતાના હિટીંગ પાવરથી મેચનો પલડો બદલી નાખવા માટે સક્ષમ છે અને તેને આઈપીએલમાં અગાઉ આવા નજારા ઘણી વાર જોવા મળ્યા છે. કેકેઆર પાસે બેટિંગમાં નીતિશ રાણા અને શુભમન ગીલ જેવા પ્રતિભાશાળી યુવા બેટ્સમેન છે અને તેમાં હવે ઇંગ્લેન્ડના ટોમ બેન્ટનનો સમાવેશ થયો છે. બેન્ટન શું કરી શકે છે તે બિગ બેશ લીગમાં તેણે દર્શાવી જ દીધું છે. આ સિવાય તેમની સાથે ઇયોન મોર્ગન પણ જોડાયો છે. સુનિલ નરેનની સાથે ગિલ અથવા બેન્ટન દાવની શરૂઆત કરી શકે છે. હેડ ટુ હેડ જોવા જઈએ તો સુનિલ નારાયણે મુંબઈનાં કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ને 16 ઇંનિન્ગમાં છ વાર આઉટ કરી ચૂક્યો છે જ્યારે દિનેશ કાર્તિક (Dinesh Karthik) જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) પર ભારે પડે છે. દિનેશ કાર્તિકે બુમરાહ સામે 217.39નાં સ્ટ્રાઈક રેટથી 50 રન બનાવ્યા છે અને તેઓ બુમરાહને 72 ટકા બાઉન્ડ્રિએ બોલ પહોંચાડે છે.

Related Posts