KKRએ તેની 1.28 ટકા હિસ્સેદારી માટે રિલાયન્સ રિટેલને ચૂકવ્યા 5,550 કરોડ

નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ (Reliance Industries Ltd.) એ ગુરુવારે માહિતી આપી છે કે તેની સાથે જોડાયેલી વૈશ્વિક રોકાણ કંપની કેકેઆર (Global investment company KKR) થી 5550 કરોડ રૂપિયા મળ્યા છે. વૈશ્વિક રોકાણ કંપની કેકેઆર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની 1.28 ટકા હિસ્સેદારી માટે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (Reliance Retail Ventures Ltd.) માં 5,550 કરોડનું રોકાણ કર્યુ હતુ. રોકાણ સમયે આ માહિતી 23 સ્પટેમ્બર 2020 બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) દ્વારા જ આપવામાં આવી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક નિવેદનમાં જણાવ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપનીમાં કેકેઆર (KKR)નું આ બીજું રોકાણ છે.

KKRએ તેની 1.28 ટકા હિસ્સેદારી માટે રિલાયન્સ રિટેલને ચૂકવ્યા 5,550 કરોડ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ શેર બજારોને માહિતી આપી છે કે, ” KKRની એસીસમ એશિયા હોલ્ડિંગ્સ II પ્રાઈવેટ લિમિટેડથી રિલાયન્સ રિટેલ રિચર્સ વેન્ચર્સ લિમિટેડને 5550 કરોડની સબ્સ્ક્રિપ્શન રકમ મેળવી છે અને તેના માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ કેકેઆરને 8 કરોડ 13 લાખ 48 હજાર 479 ઇક્વિટી શેર ફાળવ્યા છે. ”આ વર્ષની શરૂઆતમાં, તેણે જિઓ પ્લેટફોર્મમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતુ. જણાવી દઈએ કે રિલાયન્સ રિટેલ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની પેટાકંપની છે જે ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસિત રિટેલ બિઝનેસ (Retail business) ચલાવે છે અને દેશભરમાં તેના 12,000 સ્ટોર્સમાં 64 કરોડ લોકો છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો શેર ભાવ 10.57 કલાકે NSE પર 10.95 અંક એટલે કે 0.48 ટકા ઘટી 2276.55 રૂપિયા પર ચાલી રહ્યો છે.

KKRએ તેની 1.28 ટકા હિસ્સેદારી માટે રિલાયન્સ રિટેલને ચૂકવ્યા 5,550 કરોડ

કેકેઆર કંપની (KKR) કોહલબર્ગ ક્રાવીસ રોબર્ટ્સ (Kohlberg Kravis Roberts) એન્ડ કું. અને કેકેઆર એન્ડ કું એલપી તરીકે ઓળખાય છે જે એક અમેરિકન વૈશ્વિક રોકાણ કંપની છે જે ખાનગી ઇક્વિટી, ઊર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રીઅલ એસ્ટેટ, ક્રેડિટ, અને ઘણા વૈકલ્પિક સંપત્તિ વર્ગોનું સંચાલન કરે છે. તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની (A subsidiary of Reliance Industries) માં કેકેઆર (KKR)નું આ બીજું રોકાણ છે. જણાવી દઈએ કે આ રોકાણથી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની ઇક્વિટી વેલ્યૂ 4.21 લાખ કરોડ રૂપિયાની થશે. અગાઉ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, કેકેઆર પાસે ઉદ્યોગ આધારિત ફ્રેન્ચાઇઝીઓ માટે ભાગીદારીવાળી વેલ્યુઝમનો સાબિત ટ્રેક રેકોર્ડ છે અને તે ઘણા વર્ષોથી ભારત માટે પ્રતિબદ્ધ છે. અમે કેકેઆરના વૈશ્વિક પ્લેટફોર્મ, વ્યવસાય આંતરદૃષ્ટિ અને અમારા ડિજિટલ સેવાઓ અને છૂટક વ્યવસાયોમાં ઓપરેશનલ કુશળતા સાથે કામ કરવા માટે આગળ જોઈશું.

Related Posts