સીંગવડ તાલુકાના ખુદરા ગામે ભુતપૂર્વ પ્રેમીએ પરિણીત પ્રેમિકાના ઘરમાં ઘુસી ચપ્પુ મારતા ફરિયાદ

પરણિતાએ બુમાબુમ કરતા પરિવારજનો સહિત આસપાસના લોકો દોડી આવતાં હાથના ભાગે ચપ્પુ મારી નાસી ગયો

(પ્રતિનિધિ)  દાહોદ,તા.૧૫ સીંગવડ તાલુકાના ખુદરા ગામે એક પરણિત મહિલાનો લગ્ન પહેલાનો પ્રેમ પરણિતાના ઘરે આવી બેફામ ગાળો બોલી પરણિતાના ગળે ચપ્પુ ધરી દઈ શારિરીક ખેંચતાણ કરી ચપ્પુ જમણા હાથે મારી દેતા લોહીલુહાણ થયેલ પરિણતાએ આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સીંગવડ તાલુકામાં રહેતી એક ૨૩ વર્ષીય પરણિતાનો લગ્ન પહેલા ખુદરા ગામે રહેતો ઈશ્વરભાઈ જસવંતભાઈ માલીવાડ સાથે પ્રેમસંબંધ હતો. છેલ્લા દશેક માસથી આ પરણિતાએ ઈશ્વરભાઈ સાથે તમામ સંબંધ તોડી પ્રેમ સંબંધનો અંત લાવ્યો હતો અને પોતાના લગ્ન જીવનમાં સુખી સંસાર વિતાવી રહી હતી.

આ દરમ્યાન તારીખ ૧૩મી ઓક્ટોબરના રોજ ઈશ્વરભાઈ પરણિતાના ઘરે આવી પરણિતાનો ચોટલો પકડી, ગદડાદાપાટ્ટુનો માર મારી, તું મારી જાડે કેમ બોલતી નથી, તેમ કહી ઈશ્વરે તેની પાસેનું ચપ્પુ કાઢી પરણિતાના ગળાના ભાગે તાકી દેતા પરણિતાએ બુમાબુમ કરી મુકી હતી અને આ જાતા પરિવારજનો સહિત આસપાસના લોકો દોડી આવતાં જાઈ ઈશ્વરભાઈએ પરણિતાના હાથના ભાગે ચપ્પુ મારી નાસી ગયો હતો. આ સંબંધે ઈજાગ્રસ્ત પરણિતા દ્વારા રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Posts