સમગ્ર કાશ્મીરમાં તાપમાન શૂન્યની નીચે: શ્રીનગરમાં સૌથી ઠંડી રાત

શ્રીનગરમાં આ ઋતુની સૌથી ઠંડી રાત નોંધાઇ હતી જ્યારે કાશ્મીરભરમાં આજે લઘુતમ તાપમાન ઠાર બિંદુથી ઘણી ડીગ્રી નીચે જતું રહ્યું હતું.શનિવારે રાત્રે શ્રીનગરમાં માઇનસ ૩ ડીગ્રી જેટલું નીચુ તાપમાન નોંધાયું હતું જે આ ઋતુમાં અત્યાર સુધી નોંધાયેલુ સૌથી નીચું તાપમાન છે એમ હવામાન ખાતાના એક અધિાકારીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લઘુતમ તાપમાન સમગ્ર કાશ્મીર ખીણમાં શૂન્ય ડીગ્રી સેલ્સિયસની નીચે જતું રહ્યું હતું. ઉત્તર કાશ્મીરમાં આવેલું જાણીતું સ્કી રિસોર્ટ ગુલમર્ગ એ સમગ્ર ખીણનું સૌથી ઠંડુ સ્થળ બન્યું હતું જ્યાં તાપમાન માઇનસ ૭.૪ ડીગ્રી સે નોંધાયું હતું. જ્યારે દક્ષિણ કાશ્મીરના ટુરીસ્ટ રિસોર્ટ પહેલગામમાં પારો માઇનસ પ.૬ ડીગ્રી સુધી પહોંચ્યો હતો એમ તેમણે જણાવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ખાસ કરીને ઉંચાઇવાળા સ્થળોએ ૨૩થી ૨પ નવેમ્બર દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાની શક્યતા છે. ઉત્તર-પશ્ચિમ જમ્મુ અને કાશ્મીર તથા સોનમર્ગ-ઝોજીલા વિસ્તારમાં ૨૩મી તારીખની સવારથી ઉંચાઇવાળા સ્થળોએ બરફવર્ષા થઇ શકે છે અને તે બંને સંઘપ્રદેશોને ૨પમી તારીખ સુધી અસર કરી શકે છે એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીએ અલબત્ત, જણાવ્યું હતું કે મોટા પાયે ભારે બરફવર્ષા અથવા વરસાદની કોઇ આગાહી નથી.

Related Posts