કંગના અને રિયા: મુળ મુદ્દાઓથી ભટકાવવાની કોશીશ?

સવાર હોય કે સાંજ ટેલિવિઝન મીડિયા પર હાલના દિવસોમાં બે જ ચહેરાઓ દેખાઇ રહ્યા છે. સુશાંતની પણ હવે ચર્ચા બંધ થઇ છે અને માત્ર ને માત્ર રિયા ચક્રવર્તી અને કંગના રનોતના જ દર્શન સવાર સાંજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં થઇ રહ્યા છે. ભારતીય મીડિયા માટે આ એક ચિંતાજનક બાબત એટલા માટે પણ છે કે દેશ મુળ મુદ્દાઓથી ક્યાંક ભટકી ગયો હોય એવું દેખાય છે. કોરોનાના કેસો કેટલા વધ્યા, રિકવરી દર કેટલો થયો છે, ક્યાં રાજ્યોમાં કેટલા કેસો છે? બેરોજગારીનો મુદ્દો હોય કે શિક્ષણનો મુદ્દો હોય, ઉદ્યોગોને કામદારો નથી મળતા, ખેડૂતો અતિવૃષ્ટીથી પીડાઇ રહ્યા છે. આવા કેટકેટલાય મુદ્દા છે જે રિયા અને કંગનાના મુદ્દાની પાછળ ક્યાંક દુર છૂટી ગયા છે.

કંગના અને રિયા: મુળ મુદ્દાઓથી ભટકાવવાની કોશીશ?

પ્રશ્ન એ થાય કે કોણ છે જે ઇચ્છે છે કે પ્રજા આવા કામ વિનાના બેકાર મુદ્દાઓ જોતી રહે અને દેશને આગળ લઇ જનારા મુદ્દાઓથી ધ્યાન ભટકાવતી રહે. આ પહેલા પણ સરકારો પર આવા આક્ષેપો લાગતા રહ્યા છે અને આગળ પણ લાગતા જ રહેશે કે જ્યારે પણ દેશમાં અસલ મુદ્દાઓની ચર્ચાઓ ચાલુ થતી ત્યારે દેશનું ધ્યાન ભટકાવવાની અસલ કોશીશ શરૂ થઇ જતી. સુશાંત સિંહના આત્મહત્યાની તપાસ હવે પાછળ છુટી ગઇ છે અને રિયા અને તેના ભાઇની ડ્રગ કેસ મામલે ધરપકડ થઇ છે. એક પછી એક ખુલાસાઓ થાય છે પરંતુ સીબીઆઇની તપાસ ક્યાં પહોંચી? શું કોઇ જાણે છે? ના, સીબીઆઇ તપાસ કરે છે કે નહીં તે પણ હવે જાણવા નથી મળી રહ્યું. ખેર આ કેસ ક્યાં પહોંચશે તે તો ખબર નથી પરંતુ કંગના રનોતના મુદ્દાને જે રીતે ઉછાળવામાં આવ્યું તે ખરેખર નિંદનીય છે.

એક વખત એવો પ્રશ્ન વાંચક કે દર્શકને પણ થતો હશે કે શું દેશમાં બીજી કોઇ સમસ્યા છે જ નહીં. દેશની આર્થિક સ્થિતિ કથળી છે. લોકો પાસે રોજગાર નથી. જેની પાસે ધંધો છે એ ઠપ્પ થયો છે. અર્થ તંત્રને કઇ રીતે ઉગારવું એના પર કોઇ ચર્ચા નથી. કોઇ પેનલ એ બેસીને નથી કહી રહી કે જો સરકાર આ પગલાં લેશે તો દિવાળી સુધી આપણે મંદીમાંથી બહાર નીકળી જઇશું. કોઇ ઇલેક્ટ્રોનિક મીડિયા પાસે એવા જાણકાર નથી જે દેશને જણાવી શકે કે આ વખતે શું કરવું શું ન કરવું. હા, જો કે કોરોના વિશેની ચર્ચાને લીધે આપણે સહુ કંટાળ્યા પણ હતા પરંતુ એ સિવાય પણ દેશ માટે કેટલાક જરૂરી મુદ્દા છે જેના પર ચર્ચા થઇ શકી હોત. આગામી સંસદનું સત્ર જલદી જ ચાલુ થનાર છે ત્યારે દેશમાં કેટલાક સકારાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવાની આવશ્યકતા હતા. વિદ્યાર્થીઓના મુદ્દા પર દેશનું વિપક્ષ રસ્તા પર ઉતર્યું પણ તેની ચર્ચા કરવાને કોઇ અવકાશ જ રહ્યો ન હતો. રાત દિવસ ઇલેક્ટ્રોનિક મીડિયા એવા મુદ્દાઓને પ્રાધાન્ય આપતું રહ્યું જેનાથી દેશના 0.1 ટકા લોકોને પણ નિસ્બત નહીં હોય તે છતાં મીડિયા જાણે કોઇ એક પ્રોપગેન્ડા હતો જેના હેઠલ લોકોને એવા મુદ્દાઓથી દુર રાખવાની કોશીશ હતી જેના પર આવનારા સમયમાં એક મોટો વિરોધ થવાની વધારે સંભાવના હતી અને તેથી લોકો સાચાં અને યોગ્ય મુદ્દાઓને બદલે બેકાર મુદ્દાઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી શકે.

ભારતની સમસ્યાઓ પણ આશ્ચર્યજનક છે. એક તરફ રેલવે, મહાનગરો, વિમાન, કાર્યાલયો, બજારો અને કારખાનાઓ ખુલી રહ્યા છે, બીજી તરફ કોરોના રોગચાળો વધી રહ્યો છે. ભારત જાતે જ મહામારીથી મોટી હદ હવે ધીરે ધીરે વટાવી રહ્યું છે. આ દોડમાં, તેણે વિશ્વના મોટાભાગના દેશોને હરાવી દીધા છે. અમેરિકા તેનાથી આગળ છે. બ્રાઝિલ અને ભારતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા લગભગ પ્રતિ દિન 1 લાખની આસપાસ પહોંચી ગઈ હતી, પરંતુ ત્યારબાદ ભારતે બ્રાઝિલને તેની ઝડપી ગતિથી પાછળ છોડી દીધું હતું. જો ભારતમાં રોગચાળાની ગતિ એટલી ઊંચી રહેશે, તો અમેરિકાને પાછળ રાખવામાં બહુ સમય લાગશે નહીં. હાલમાં ભારતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 100,000 ને સ્પર્શ કરી રહી છે.

તેમાં કોઈ શંકા નથી કે ભારત સરકાર અને તમામ પ્રાંતની સરકારો આ રોગચાળા સામે લડવાની કોશીશ કરી રહ્યા છે. કોરોનાની તપાસનો આંકડો દરરોજ 10 લાખ સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં લગભગ 5 કરોડ લોકોની તપાસ કરવામાં આવી છે, પરંતુ જો 138 કરોડની વસ્તીવાળા દેશમાં તપાસની આ ગતિ ચાલી રહી છે, તો પણ દરેકને તપાસવામાં વર્ષો વીતી જશે. તેને ખૂબ જ વહેલી તકે રસી મળે તેવી અપેક્ષા છે. આપણા દેશમાં કોરોનાથી થતા મૃત્યુની ટકાવારી ટકાવારીની જેમ ખૂબ ઓછી છે તે સંતોષની વાત છે. અહીં કોરોનાથી મરી ગયેલા લોકોની ટકાવારી માત્ર 1.7 છે જ્યારે આખું વિશ્વ 2.2 ટકા છે.

અમેરિકામાં વસ્તીની રીતે જોઇએ તો વધુ લોકો મરી રહ્યા છે. અમેરિકામાં ભારતની એક ક્વાર્ટર વસ્તી છે અને ત્યાંની આરોગ્ય સેવાઓ ભારત કરતા અનેકગણી સારી છે. તેમ છતાં, લોકો મરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ અત્યંત બેજવાબદાર રહ્યું છે, તો બીજું આ રોગ ફેલાવાનું મુખ્ય કારણ છે, અમેરિકન લોકોમાં ખૂબ વિશ્વાસ છે. જેમ ટ્રમ્પે ફેસમાસ્ક લગાવ્યો નથી, તેવી જ રીતે હજારો અમેરિકન પુરુષો અને મહિલાઓ દરિયાકિનારા પર ફરતા જોવા મળે છે.

Related Posts