કંગના પર હિન્દુ-મુસ્લિમને વિભાજિત કરવાના આરોપ : કોર્ટેનો FIRનો આદેશ

મુંબઈ : ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Indian film industry) ની ધાકડ અભિનેત્રી કંગના રનૌત (Kangna Ranaut) જેને સુશાંત સુસાઈડ કેસ (Sushant suicide case) માં સામે આવીને બોલીવૂડમાં ચાલી રહેલા ભાઈ ભત્રીજાવાદ પર દુનિયાની સામે પોતાની વાત મૂકી હતી. તે કંગના પર હવે મોટો આરોપ લાગ્યો છે. હવે કંપના પર હિન્દુ-મુસ્લિમને વિભાજીત (Divided Hindu-Muslim) કરવાનો આરોપ મૂકાયો છે. સાહિલ અશરફ અલી સૈયદની અરજી પર મુંબઈની બાંદ્રા કોર્ટે (Bandra Court, Mumbai) પોલીસને કંગના વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. તેની બહેન રંગોલી સામે પણ કેસ નોંધવાના આદેશો છે. ચાર દિવસ પહેલા જ તુમ્કુર (કર્ણાટક) માં કંગના સામે એફઆઈઆર થઈ હતી. તેના પર ખેડુતોનું અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો.

કંગના પર હિન્દુ-મુસ્લિમને વિભાજિત કરવાના આરોપ : કોર્ટેનો FIRનો આદેશ

સાહિલ અશરફ અલી સૈયદે (Sahil Ashraf Ali Syed) પોતાની અરજીમાં કહ્યુ કે, ‘કંગના રનૌત છેલ્લા ઘણા સમયથી બોલીવૂડમાં નેપોટિઝ્મ Nepotism (ભાઈ-ભત્રીજાવાદ) અને બોલીવૂડમાં ફેવરેટિઝ્મનું કેન્દ્ર ગણાવી બોલીવૂડનો અપમાન કરી રહી છે.’ વધુમાં તેણે જણાવ્યુ કે તે ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરીને અને ટીવી ઇન્ટરવ્યુ થકી હિંદુ અને મુસ્લિમ કલાકારો વચ્ચે ફૂટ નાખી રહી છે.

કંગના પર હિન્દુ-મુસ્લિમને વિભાજિત કરવાના આરોપ : કોર્ટેનો FIRનો આદેશ

‘તેણે ઘણી આપત્તિજનક ટ્વીટ કર્યા છે જે માત્ર ધર્મોને જ નહીં પરંતુ ધાર્મિક ભાવનાઓને પણ વિભાજિત કરે છે, તે સિવાય ઇન્ટસ્ટ્રીનાં ઘણા કલીગ્સની ભાવનાઓને પણ આહત કરે છે.’ સાહિલે પુરાવા તરીકે કંગનાનાં ઘણા ટ્વીટ કોર્ટ સમક્ષ મૂક્યા છે. બાંદ્રાનાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયદેવ વાય ધુલેએ કંગના વિરુદ્ધ CRPCની ધારા 156 (3) હેઠળ FIR દાખલ કરી છે તથા તે મામલે તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. કંગના રનૌતથી પુછપરછ થઈ શકે છે અને જો તેના વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવો મળશે તો તેની ધરપકડ પણ થઈ શકે છે. ચાર દિવસ પહેલા કંગના વિરુદ્ધ તુમ્કુર (કર્ણાટક) માં ક્યાથસન્દ્ર પોલીસ સ્ટેશનમાં ખેડૂતોની અપમાન કરવા બદલ એફઆઈઆર નોંધાઈ હતી. એડવોકેટ એલ. રમેશ નાયકે કહ્યું કે, કંગનાએ આતંકવાદી તરીકે કૃષિ સંબંધિત બીલોનો વિરોધ કરતા ખેડૂતોનું અપમાન (Insult to farmers opposing agricultural bills) કર્યું છે. કંગના ખરેખર એક નિર્ભય અભિનેત્રી છે પરંતુ જેવી રીતે તેના પર આરોપ લાગ્યા છે તો તેના પર કેવા પગલા લેવામાં આવશે તે આગળ જ ખબર પડશે.

Related Posts