કોરોનાથી ટેવાયે જ છૂટકો

એવા સમાચાર છે કે કોરોના નવેમ્બરમાં દેશમાં ટોચ પર હશે. આ વખતે અધિક મહિનો હોવાને કારણે દીવાળી 15 નવેમ્બરે છે . ઉપર્યુક્ત સમાચાર પ્રમાણે દીવાળી સમયે જો કોરોના દેશમાં ટોચ ઉપર હશે તો પ્રજાની દીવાળી બગડશે. અગાઉનાં વર્ષોમાં જે મહામારીઓ આવી હતી તેમાંથી પ્રજા બહાર આવી જ છે, એ જ રીતે જે રીતે રોજરોજ વર્તમાનપત્રોમાં કોરોના અંગે જે સમાચારો વાંચવા મળે છે તેનાથી એવું માનવું પડે કે હવે પ્રજાએ કોરોનાથી ટેવાયે જ છૂટકો. કોરોનાથી જ્યારે મુક્તિ મળવાની હશે ત્યારે મળશે, પણ પ્રજાએ સાવચેતી રાખીને જીવવું પડશે. ક્યાં સુધી કોરોનાના ડરથી જીવશો?  એટલે કોરોનાથી ગભરાયા વગર તમામ પ્રકારની સાવચેતી રાખીને જ કોરોનાને ભગાડી શકાશે તેમાં બેમત ન હોઈ શકે. ટૂંકમાં પ્રજા પહેલાંની જેમ સામાન્ય જીવન જીવવાનું શરૂ કરી દે અને કોરોનાનો હાઉ કે ભય મનમાંથી દૂર કરી દે એ અગત્યનું  છે એવું નથી લાગતું?

સુરત     -સુરેન્દ્ર દલાલ  ( લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.)

Related Posts