જયશ્રી રામ

અયોધ્યા ખાતે કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન રામજન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણ થવાનું છે. ૫મી ઓગસ્ટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનો શિલાન્યાસ કરવાના છે. કરોડો ભકતો, સાધુસંતો અને મહાત્માઓની અનેક વર્ષોની શ્રદ્ધા, તપસ્યા અને બલિદાનની ફલશ્રુતિરૂપે ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા (અસલ નામ અવધ)માં આ મંદિર બનશે. રામ મંદિરનો પહેલો કેસ ૧૩૪ વર્ષ પહેલાં ૪૦મી નવેમ્બર ૧૮૫૮ ને દિવસે ફૈઝાબાદની સીવીલ કોર્ટમાં ફાઇલ થયેલો. ૧૬૧ વર્ષ પછી નવમી નવેમ્બર ૨૦૧૯ ના દિવસે સુપ્રિમ કોર્ટનું જજમેન્ટ રામમંદિરના પક્ષે આવ્યુ અને સુ.કોર્ટે મંદિર બાંધવાની પરમીશન આપી. અયોધ્યાને હવે વિશ્વની આધ્યાત્મિક રાજધાની બનાવી શકાશે. જેવી રીતે મુસ્લિમભાઇઓ માટે મકકા છે. ક્રિશ્ચિયનો માટે વેટીકન સીટી છે તેવું જ મહત્વ હવે અયોધ્યાનું થશે. હવે આવનારી અનેક પેઢીઓ આ મંદિરમાંથી સનાતન ધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર અને અધ્યાત્મ વગેરેની પવિત્ર પ્રેરણા પ્રાપ્ત કરશે. ભગવાન શ્રીરામના દિવ્ય જીવનમાંથી માનવતાના સર્વોત્તમ મૂલ્યો આને આદર્શો શીખશે. અયોધ્યામાં વિશ્વભરમાંથી પર્યટકો આવશે તેથી ઉત્તર પ્રદેશની આવક પણ વધશે. (સાઉદી અરેબિયા પ્રતિવર્ષ ૭૦૦૦૦ કરોડ રૂપિયા મકકાથી કમાય છે.) અયોધ્યાનો પણ પુષ્કળ વિકાસ થશે. હવે અયોધ્યા માટે નવું એરપોર્ટ, નવુ રેલવે સ્ટેશન, નવા વિશ્રામ સ્થળો તથા અદ્યતન હોટેલો બનશે. અયોધ્યા ખાતે એક અધ્યાત્મજ્ઞાન – તત્વજ્ઞાન – સંસ્કૃત – હિન્દુ ફીલોસોફી – વેદ / ઉપનિષદ – વર્લ્ડ રિલિજીઅન વગેરે વિષયોનું જ્ઞાન આપતી એક અદ્યતન યુનિવર્સિટી પણ બનવી જોઇએ! સૌને આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગે ‘જયશ્રી રામ’.

યુ.એસ.એ.  – ડો. કિરીટ એન. ડુમસિયા (આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.)

Related Posts