સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 વિવાદ: જયંતિ રવિએ કહ્યું, તે કોરોનાની સારવાર માટે ઉપયોગી

રાજકોટની ખાનગી કંપની દ્વ્રારા ઉત્પાદિત ધમણ – 1 નો અમદાવાદમાં સીવીલ હોસ્પિટલમાં ઉપયોગ કરવાના મામલે હવો વિવાદ વકર્યો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમીત ચાવડાએ એવો આક્ષેપ કર્યો હતો કે ધમણ- 1નો ઉપયોગ કરીને રાજય સરકાર કોરોનાના દર્દીઓની જીંદગી સાથે ગંભીર ખેલ ખેલી રહી છે, ત્યારે હવે જયંતિ રવિ ધમણ – 1 કોરોનાના દર્દીઓ માટે ઉપયોગી છે, તેવો બચાવ કર્યો છે.

ગાંધીનર સીવીલ હોસ્પિટલમાં આજે મીડિયા સાથેની વાતચીમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહયું હતું કે કોરોનાએ દસ્તક દીધી ત્યારે સમગ્ર વિશ્વની સાથોસાથ ગુજરાતમાં પણ વેન્ટિલેટરની આકસ્મિક જરૂરીયાત સર્જાઇ હતી. આ મહામારીમાં વેન્ટિલેટર્સ મુખ્ય જરૂરીયાત હતી એટલે કોઇપણ દેશ વેન્ટિાલેટર્સની માંગને પહોંચી વળે તેવી પરિસ્થિતિમાં ન હતો. આવી પરિસ્થિતીમાં રાજકોટની કંપનીએ ગુજરાતને આ મહામારીમાં મદદરૂપ થવા જરૂરી તમામ ધારાધોરણો પ્રમાણે વેન્ટિલેટરનું ઉત્પાદન કરીને, જરૂરી તમામ પરીક્ષણો અને પ્રમાણપત્રો મેળવ્યા પછી તા.૧૮/૦૪/૨૦૨૦એ પ્રથમ ૧૦ વેન્ટિલેટર સપ્લાય કર્યા હતા. સમગ્ર વિશ્વના તમામ દેશોમાં અને ભારતમાં પણ વેન્ટિલેટરની ભારે અછત અને જબરદસ્ત માંગ છે એવા સંજોગોમાં જ્યોતિ સી.એન.સી.એ અત્યાર સુધીમાં કુલ ૮૬૬ નંગ વેન્ટિલેટર વિના મૂલ્યે સપ્લાય કર્યા છે. ધમણ-1 કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGI ના લાયસન્સની આવશ્યકતા નથી. કેન્દ્ર સરકારની હાઇપાવર પ્રોક્યોર્મેન્ટદ કમીટીના વેન્ટિલેટર માટેના જે માપદંડો છે તેને પણ ધમણ-૧ પરિપુર્ણ કરે છે. એટલું જ નહીં આ હાઇ પાવર પ્રોક્યોર્મેન્ટ કમિટિએ વેન્ટિલેટર ના નિર્માણ-ખરીદી માટે જે ૨૪ ઉત્પાદકોને માન્યતા આપી છે તેમાં પણ રાજકોટની કંપનીનો સમાવેશ કરવામાં અવ્યો છે .

જયંતિ રવિએ કહયું હતું કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ધમણ-૧ વેન્ટિલેટરનું તા.૦૯મી એપ્રિલ ૨૦૨૦ના રોજ ક્લિનિકલ લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નિષ્ણાત તબીબોએ કેટલાક સૂચનો કર્યા હતા. અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના એનેસ્થેસીયા વિભાગના વડા અને પ્રાધ્યાપક ડૉ. શૈલેષ કે. શાહ અને મેડિસિન વિભાગના વડા પ્રાધ્યાપક ડૉ. કમલેશ ઉપાધ્યાય તથા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે જ્યોતિ સી.એન.સી. ને કેટલાક સુચનો કર્યા હતા. જ્યોતિ સી. એન. સી. એ નિષ્ણાંતો દ્વારા સૂચવાયેલા ફેરફારો પણ કર્યા હતા. આ ફેરફારો પછી ડૉ. કમલેશ ઉપાધ્યાય, ડૉ. શૈલેષ કે. શાહ અને સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક જેવા નિષ્ણાતોના અભિપ્રાય “ આ ધમણ-૧ વેન્ટિલેટર હાલના કોવિડ-૧૯ પેન્ડેવમિક દરમ્યાન ઉપયોગી થઈ શકે તેમ છે” પછી જ ધમણ-૧ વેન્ટિલેટર દર્દીઓની સારવાર માટે હૉસ્પિટલોમાં આપવામાં આવ્યા છે. રાજકોટની ખાનગી કંપનીએ ગુજરાત સરકારને મોંધા વેન્ટિલેટર્સ વિનામુલ્યે દાનમાં આપ્યા છે. ત્યારે વેન્ટિલેટર્સની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો એ માત્ર હીન નહી અમાનવીય કૃત્ય છે.

ભાજપ સરકાર દર્દીઓની જિંદગી સાથે ધમણ ૧ ના નામે ગંભીર ખેલ ખેલ્યો છે – અમીત ચાવડા
કોરોના મહામારીમાં લોકડાઉનના ૫૬ દિવસે ધમણ ૧ વેન્ટીલેટરની કાર્યક્ષમતા પર પ્રશ્નો ઉભા થયા છે, “કોરોના મહામારીના કપરા સમયમાં તમામ મોરચે નિષ્ફળ ભાજપ સરકાર ગુજરાતના લોકોની જિંદગી સાથે ધમણ ૧ ના નામે ગંભીર ખેલ ખેલ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીએ સસ્તી પ્રસિદ્ધિ, વાહવાહી, પોતાના મિત્રની કંપનીનું માર્કેટિંગ કરવા માટે ગુજરાતીઓની જિંદગીને દાવ પર મુકવાનું કામ કર્યું છે તેવો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ કર્યો હતો.

અમદાવાદમાં ધમણ-૧ વેન્ટીલેટરના કારણે કોઈ સંક્રમિત દર્દીએ જીવ ગુમાવ્યો નથી – નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેનો વળતો જવાબ આપતા કહયું હતું કે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં એક પણ સંક્રમિત દર્દીનું ધમણ – 1ના કારણે મૃત્યુ થયુ નથી. પટેલે કહયું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર સામે ધમણ-૧ વેન્ટીલેટર અંગે જે આક્ષેપો કર્યા છે તેને નબળી રાજનૈતિક માનસિકતાની ચરમસીમા રૂપ ગણાવ્યા છે. આ ધમણ-૧ વેન્ટીલેટર તેમણે રાજ્યની જનતા જનાર્દનની સેવા માટેના દાયિત્વ સાથે વિનામૂલ્યે એક પણ પૈસો લીધા વિના રાજ્ય સરકારને આપેલા છે. એટલું જ નહિ, તેમણે આ વેન્ટીલેટર પ્રારંભિક તબક્કે વિકસાવેલા અને રોગીઓની સારવાર માટે આપેલા છે તેના કારણે કોઇ પણ સંક્રમિત વ્યકિતએ જીવ ગુમાવ્યો નથી. ધમણ 1 અંગે આરોગ્ય વિભાગે બધા ધારાધોરણો અને નિયમોની ખરાઇ કરી છે. અન્ય રાજ્ય સરકારોએ પણ આવા વેન્ટીલેટર ખરીદવા માટે ઓર્ડર આપેલા છે.
તેમણે જણાવ્યું હતું કે સિવીલ હોસ્પિટલ અમદાવાદની એક્ષપર્ટ કમિટીએ ધમણ-૧ નો ઉપયોગ કર્યો જ છે. આ પ્રારંભિક સારવાર માટેનું મશીન છે. એટલું જ નહિ, કોરોના સંક્રમિતોની વધુ સઘન સારવાર માટે રાજ્ય સરકાર પાસે પપ૦ હાઇ એન્ડ વેન્ટીલેટર ઉપલબ્ધ છે જ એટલે રાજ્યના કોરોના સંક્રમિત દર્દીઓ પર ધમણ-૧ ના સીધા જ અખતરાની વાત તદૃન બિનપાયેદાર અને પ્રદેશ કોગ્રેસના પ્રમુખના ભેજાની નિપજ છે.

Related Posts