Sports

જસપ્રીત બુમરાહની પત્ની સંજનાએ પુત્રને જન્મ આપ્યો, બુમરાહે નામ જાહેર કર્યું

નવી દિલ્હી: લાંબા સમય બાદ જસપ્રીત બુમરાહ ટીમમાં પરત ભર્યો છે. આર્યલેન્ડ સામેની સિરિઝ બાદ તે એશિયા કપમાં રમી રહ્યો છે. જોકે, એશિયા કપની પહેલી મેચમાં બુમરાહ એક પણ બોલ નાંખી શક્યો નહોતો. તે અચાનક શ્રીલંકા છોડી મુંબઈ જવા રવાના થયો હતો. બુમરાહ સોમવારે મુંબઈ જવા રવાના થયો હતો. બુમરાહ ટુર છોડી કેમ પાછો ફર્યો તે અંગે અનેક ચર્ચા ઉઠી હતી, પરંતુ તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે. સસ્પેન્સ દૂર થયું છે. બુમરાહની પત્ની સંજના ગણેશને પુત્રને જન્મ આપ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) સ્ટાર ફાસ્ટ બોલર (Fast Bowler) જસપ્રીત બુમરાહ ને (Jasprit Bumrah) લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. જસપ્રીત બુમરાહ પિતા (Jasprit Bumrah Become father) બની ગયો છે. જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશને (Sanjna Ganeshan) પુત્રને જન્મ આપ્યો છે. બુમરાહે ઈન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર આ સમાચાર શેર કર્યા હતા.

જસપ્રીત બુમરાહે સોશિયલ મીડિયામાં તસવીર અને સુંદર મેસેજ શેર કર્યો છે. પોતે પિતા બનવાની ખુશી આ પોસ્ટમાં શેર કરી છે. સાથે પોતાના નાના બાળકનું નામ પણ પોતાના ચાહકોને જણાવ્યું છે. બુમરાહે પુત્રનું નામ અંગદ રાખ્યું છે. રામાયણમાં વાલીના પુત્રનું નામ પણ અંગદ હતું તે બધા જાણે છે.

જસપ્રીત બુમરાહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર શેર કરતા લખ્યું કે, ’અમારું નાનું કુટુંબ હવે મોટું થઈ ગયું છે અને અમારું હૃદય આપણે ક્યારેય કલ્પના કરી શકીએ તેટલું ભરાઈ ગયું છે! આજે સવારે અમે અમારા લિટલ બોય અંગદ જસપ્રીત બુમરાહનું દુનિયામાં સ્વાગત કર્યું. અમે ઘણા ખુશ છીએ અને અમારા જીવનનો આ નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે.’

બુમરાહે પોસ્ટ મુકતાની સાથે તેના પર શુભકામનાનો વરસાદ થઈ રહ્યો છે. તેના ચાહકો તેને દિલ ખોલીને શુભકામના આપી રહ્યા છે. એક ચાહકોએ કહ્યું કે, જુનિયર બુમરાહ ભારતનો આગામી પેસર બનશે.

Most Popular

To Top