જામનગર: મંદિરે પગપાળા દર્શનાર્થે જતા પદયાત્રીને નડ્યો અકસ્માત : ત્રણનાં સ્થળ ઉપર જ મોત

જામનગર: જામનગર-મોરકંડા રોડ પર મંગળવારે સવારે માલવાહક વાહને પદયાત્રીને અડફેટે લેતાં ત્રણનાં સ્થળ ઉપર જ મોત થયાં હતાં. આ બનાવમાં અન્ય બે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટનાર જામજોધપુના સોનવાડિયાના ભરવાડ પરિવારના સભ્યો હોવાની વિગતો સાંપડી છે. જેઓ મંગળવારે સવારે ગામડેથી નીકળી મોરબીના મચ્છુ માતાના મંદિરે દર્શનાર્થે જતા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી. મોતને ભેટનાર તમામના મૃતદેહને પોલીસે પંચનામું કરી પી.એમ અર્થે જ્યારે અન્ય બે ઘાયલ થતાં 108 મારફતે જામનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જામનગર: મંદિરે પગપાળા દર્શનાર્થે જતા પદયાત્રીને નડ્યો અકસ્માત : ત્રણનાં સ્થળ ઉપર જ મોત

પ્રાપ્ત માહિતી અનુસાર જામજોધપુના સોનવાડિયા ગામના ભરવાડ પરિવારના પાંચ જણા મંગળવારે સવારે ગામડેથી નીકળી મોરબીમાં આવેલા મચ્છુ માતાના મંદિરે પગપાળા દર્શનાર્થે જતા હતા. ત્યારે મોરકંડા રોડ પર એક માલવાહક વાહન રોડ પદયાત્રીઓ પર ફરી વળ્યું હતું. પૂરઝડપે અને બેદરકારીપૂર્વક દોડી આવેલા માલવાહક વાહને પદયાત્રીઓને જોરદાર ઠોકર મારતાં ચિચિયારીઓ ગૂંજી ઊઠી હતી. એ સમયે જ લોકોનાં ટોળાં મદદે દોડી આવ્યા હતા. જોનારા માટે દ્રશ્યો એટલા ભયાનક હતા કે તેમની પણ ચીખો નીકળી પડી હતી, અને કોઈ પણ કઈ સમજે કે અકસ્માત ગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડે એ પહેલા જ તમામના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

જામનગર: મંદિરે પગપાળા દર્શનાર્થે જતા પદયાત્રીને નડ્યો અકસ્માત : ત્રણનાં સ્થળ ઉપર જ મોત

ઘટનાની જાણ થતા તુરંત પંચકોશી એ ડિવિઝન અને 108ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં તપાસ દરમિયાન આ બનાવમાં સ્થળ ઉપર જ કેશા પોલાભાઈ રાડા (ઉં.વ.18), પોલાભાઈ જેઠાભાઈ રાડા (ઉં.વ.50) અને ભોજાભાઈ ગોકળભાઈ (ઉં.વ.50)નાં મોત નીપજ્યાં હતાં.મોતને ભેટનાર તમામના મૃતદેહને પોલીસે પંચનામું કરી પી.એમ અર્થે જ્યારે અન્ય બે ઘાયલ થતાં 108 મારફતે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં પોલીસે માલવાહક વાહનના ચાલક સામે ગુનો નોંધી શોધખોળ આરંભી છે.

જામનગર: મંદિરે પગપાળા દર્શનાર્થે જતા પદયાત્રીને નડ્યો અકસ્માત : ત્રણનાં સ્થળ ઉપર જ મોત

મહત્વની વાત છે કે આ બનાવથી ગામમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. સમગ્ર ગામ પ્રભાવિત થતા લોકો પરિવારને સાંત્વના આપવા પહોંચી રહ્યા હતા. મહત્વની વાત છે કે તમામ મૃતક મંદિરે દર્શનાર્થે પગ પાળા જ જઈ રહ્યા હતા, અને આ પદયાત્રીઓને આ માલવાહકે અડફેટે લેતા ગામવાસીઓ તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે.

Related Posts