મુંબઈ હુમલાને 12 વર્ષ પૂરા, પરંતુ યાદ કરતા આજે પણ રુંવાડા ઉભા થઈ જાય છે

મુંબઈ: આજે તારીખ 23 નવેમ્બર 2020 છે, ઘણા વર્ષો વીતી ગયા પરંતુ આ તારીખ 2008માં થયેલા મુંબઈ હુમલા (Mumbai attacks)ની યાદો તાજા કરે છે જે ખરેખર ડરાવનાર હતી. પાકિસ્તાનનાં નાપાક આતંકવાદી (Terrorist)ઓ દ્વારા 26 નવેમ્બર 2008નાં રોજ દેશની આર્થિક રાજધાની (Economic capital) મુંબઈમાં જે ખૂની ખેલ ખેલ્યો હતો. આ હુમલાએ દેશ સહિત સમગ્ર વિશ્વને હેરાન કર્યો હતો. લશ્કર એ તૈયબાનાં 10 આતંકવાદીઓ મુંબઈમાં ઘાતક હથિયારો અને ગ્રેનેડ્સથી મુંબઈને હચમચાવી નાખી હતી. જો કે આ ઘટનાને 12 વર્ષ થઈ ચૂક્યા છે પરંતુ તેને યાદ કરતા દેશવાસીઓનાં રુંવાડા ઉભા થઈ જાય છે. આ હુમલામાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઇતિહાસને પાને આ કાળો દિવસ (Black Day) છે જેને ભારતીયો તો કદી પણ ના ભૂલી શકે.

મુંબઈ હુમલાને 12 વર્ષ પૂરા, પરંતુ યાદ કરતા આજે પણ રુંવાડા ઉભા થઈ જાય છે

આતંકવાદીઓ પાકિસ્તાનનાં કરાચી (Karachi, Pakistan) થી દરિયાઈ માર્ગે મુંબઈ આવ્યા, આતંકવાદીઓ રાતનાં સમયે કફ પરેડનાં માછલી બજાર પાસે ઉતર્યા અને ત્યાંથી તમામ આતંકવાદીઓ ચાર ગૃપમાં વહેંચાઈ ગયા અને મુંબઈને હલાવી દેવાના ઇરાદાથી હુમલા કરવાના ટારગેટ પર પહોંચ્યા અને લોકો પર અંધાધૂદ ફાયરિંગ (Indiscriminate firing) શરૂ કરી. જણાવી દઈએ કે આતંકવાદીઓ જે રીતે મુંબઈ આવ્યા તે સમયે માછીમારોને તેમના પર શંકા થઈ હતી અને તેમણે પોલીસને આ મામલે માહિતી પણ આપી હતી પરંતુ તેમની વાતોને મહત્વ અપાયું ન હતું. આતંકવાદીઓએ તાજ હોટેલ, ઓબરોય ટાઈડેંટ હોટેલ અને નરીમન હાઉસને ટારગેટ બનાવ્યો હતો જેમાં કુલ 800થી વધુ મેહમાનો હતાં.

મુંબઈ હુમલાને 12 વર્ષ પૂરા, પરંતુ યાદ કરતા આજે પણ રુંવાડા ઉભા થઈ જાય છે

આ સમય એવો હતો કે દેશની મીડિયા જીવના જોખમે સંપૂર્ણ સ્થિતિની કવરેજ કરી રહી હતી. બીજી તરફ સુરક્ષાબળો ત્રણ દિવસ સુધી આતંકવાદીઓ સામે લડી રહ્યા હતા. રેપિડ એક્શન ફોર્સ, મેરિન કમાંડો અને એનએસજીનાં કમાન્ડોએ ચારેય તરફથી તેને ઘેરી લીધા હતા. અંતે બીજા દિવસે માહિતી મળી કે તાજમાં જેટલા લોકો બંધી બનાવાયા છે તેમને છોડાવી લેવામાં આવ્યા છે પરંતુ આતંકવાદીઓએ ઘણા લોકોને બંધક બનાવીને રાખ્યા હતા. તાજની વાત કરીએ તો તેમાં ઘણા નામચીન લોકો પણ શામેલ હતા પરંતુ કોઈને કઈ થયુ ન હતુ. તો બીજી તરફ બે આતંકવાદીઓએ નરીમન હાઉસ પર હુમલો કર્યો અને કલાકો લાંબી ચાલેલી કોશિશો બાદ આતંકવાદીઓને મોતનાં ઘાટ ઉતારાયા હતાં.

મુંબઈ હુમલાને 12 વર્ષ પૂરા, પરંતુ યાદ કરતા આજે પણ રુંવાડા ઉભા થઈ જાય છે

29 નવેમ્બર સુધી 9 આતંકવાદીઓનો સફાયો થઈ ચૂક્યો હતો અને અજમલ કસાબ એક માત્ર એવો આતંકવાદી હતો જેને જિવંત પકડવામાં આવ્યો હતો. અજમલ કસાબની વાત કરીએ તો તેણે 21 મે 2012નાં રોજ પૂણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ આતંકવાદી હુમલાને યાદ કરતા આજે પણ આંખમાંથી આંસુ નિકળી આવે છે. આ તારીખ એવી છે જે ઇતિહાસનાં પાને કાળ દિવસ તરીકે અંકિત થઈ છે જે દર વર્ષે લોકોને મુંબઈ હુમલાની યાદો તાજા કરાવી જાય છે અને દેશવાસીઓની આંખો નમ કરી જાય છે. જણાવી દઈએ કે ફાંસી પર લટકતા પહેલા કસાબનાં અંતિમ શબ્દો હતા કે અલ્લાહ કસમ એસી ભૂલ દોબારા નહીં હોગી.

Related Posts