કાયદાનું પાલન કરવું જરૂરી છે?

હાલમાં સુરતમાં કરીનાનો કહેર એવી ચરમસીમાએ છે કે એ ચિંતાનો વિષય છે. સરકારી તંત્ર તરફથી અવાર – નવાર વારંવાર કાયદાઓ બદલાતા રહે છે. અને સામાન્ય જનાતા અસમંજસમાં રહે છે. પોલીશ કમિશ્નરશ્રી તરફથી જુલાઇ ૩૧ તારીખ સુધી ૧૪૪ મી કલમ લગાવી એક સાથે ચાર વ્યકિત ભેગા થવા પર મનાઇ છે. જયારે સાંસદ અને હાલમાં ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુકત થયેલ શ્રી સી.આર. પાટીલ માટે વેલકમ રેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે પ્રશ્ન એ થાય છે કે, આ બાબતે પરવાનગી આપવામાં આવેલ છે કે નહીં? અને જો પરવાનગી આપવામાં આવી હોય તો કેવી રીતે? કેમકે જગન્નાથ યાત્રા જે વર્ષો જુની પરંપરા છે તે નકારવામાં આવી. વર્ષોથી ચાલી આવતી બદ્રીનાથ, કેદારનાથ યાત્રા બંધ રાખવામાં આવી. સમુહમાં  થતી નમાઝને સ્વેચ્છાએ બંધ રાખી. સ્વાભાવિક છે કે આવી રેલીમાં સોશિયલ ડીસટન્સ, જાળવી શકાતું નથી. છેવટે પાટીલ સાહેબે સ્વેચ્છાએ અડધેથી રેલી રદ કરવી પડી! એના કરતા પ્રથમથિી જ એ રદ કરી હોત તો આપનું માન વધારે વધ્યું હોત. તેમ છતાં છેવટે ભાજપ કાર્યાલયનાં ફોટો સેસન્સ દરમ્યાન મારો ચહેરો દેખાવો જોઇએની લ્હાયમાં સોસિયલ ડીસ્ટન્સ બાબતે ધજાગરા ઉડયા. અશોક ગેહલોતે વિધાનસભામાં પ્રદર્શન કર્યું એમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાય હતી. આમ જનતા પર દંડા – અને દંડ ફટકારતા પહેલા આપણા પગની પાની જુઓ.

કોસાડ  – પ્રત્યુશ ટેલર ( લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.)

Related Posts