શું કોરોના હવાથી ફેલાઇ શકે છે? જાણો Airborne એટલે શું?

જીનીવા (Geneva) : છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાવાયરસ (Corona Virus) ને લઇને એક નવો અભ્યાસ (study) બહાર આવ્યો છે. કોરોના એક એવી મહામારી છે જે ચીન (China)માં એક સાધારણ શરદી- તાવ (cough and flu) જેવા લક્ષ્ણો (symptoms) સાથે ઉદ્ભવી અને જોત-જોતામાં આખા વિશ્વમાં ફેલાઇ ગયો. વૈશ્વિક સ્તરે અત્યાર સુધી કોરોના (Covid-19) એ કુલ 5,46,987 લોકોનો જીવ લીધો છે. વિશ્વમાં અત્યાર સુધી 11,96,5162 લોકો કોરોનાવાયરસથી સંક્રમિત છે. આ ચેપની હજી સુધી કોઇ દવા (vaccine) શોધાઇ નથી. જો કે અમેરિકા (America / US) , ચીન (China), બ્રિટન (Britain) અને ભારત (India) સહિતમા દેશોમાં કોરોનાની રસી વિશે સંશોધનો ચાલુ છે. માનવ પરીક્ષણો (human trials) પણ શરૂ થઇ ગયા છે, પણ હજી સુધી કોઇ આખરી સફળતા મળી નથી.

શું કોરોના હવાથી ફેલાઇ શકે છે? જાણો Airborne એટલે શું?

તાજેતરના વૈજ્ઞાનિક પુરાવા (scientific research evidence) સૂચવે છે કે, સ્થિર હવામાં નાના નાના ટીપાં (tiny droplets) માં કોરોનાવાયરસ કલાકો સુધી એકસાથે રહી શકે છે, અને લોકોને શ્વાસ લેતા સમયે શ્વસનક્રિયા દરમિયાન તેમને ચેપ લાગે છે. આ જોખમ ઓછા હવા-ઉજાસવાળા (less ventilation) , ભીડવાળા (crowded) મકાનની અંદરની જગ્યામાં સૌથી વધુ છે. વર્જિનિયા ટેક (Virginia Tech) ના એરોસોલ નિષ્ણાત (aerosol expert) લિંસિ મર (Linsey Marr) એ જણાવ્યું હતું કે, બીમાર વ્યક્તિને ઉધરસ આવે છે અથવા છીંક આવે છે અથવા તે કોઇ જગ્યા સાથે સંપર્કમાં આવે છે ત્યારે વાયરસના મોટા ટીપા આસપાસ ફેલાય છે. તેની સરખામણીમાં કોરાના વાયરસના આ નાના ટીપા અથવા એરોસોલ્સ (aerosol) દ્વારા વાયરસ કેટલી વાર વાયરસ ફેલાય છે તે હજી સ્પષ્ટ નથી.

શું કોરોના હવાથી ફેલાઇ શકે છે? જાણો Airborne એટલે શું?

જ્યારે લક્ષણો વગરની વ્યક્તિ શ્વાસ બહાર કાઢે છે, વાત કરે છે અથવા ગાય છે ત્યારે પણ એરોસોલ્સ છૂટી થાય છે. લિંસિ મર અને 200 થી વધુ અન્ય નિષ્ણાતો (experts) ના મતે, જેમણે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાિઝેશન (World Health Organization-WHO) ને એક ઓપન લેટરમાં પુરાવાઓની રૂપરેખા આપી છે. તેમણે કહ્યું છે કે લોકોએ હવે તેમના પરિવારની બહારના લોકોની સાથે ઘરની અંદરનો સમય ઓછો કરવાનો વિચાર કરવો જોઇએ. શાળાઓ, નર્સિંગ હોમ્સ અને વ્યવસાયોએ શક્તિશાળી નવા એર ફિલ્ટર્સ (air filters) અને અલ્ટ્રાવાયોલેટ લાઇટ્સ (ultraviolate lights) ઉમેરવાનું ધ્યાનમાં લેવું જોઈએ જે એરબોર્ન વાયરસ (airborne virus) ને નષ્ટ કરી શકે છે.

corona

વાયરસ માટે એરબોર્ન (airborne) રહેવાનો અર્થ એ છે કે તે હવામાં જીવંત (active in air) રહે છે. મોટાભાગના પેથોજેન્સ (pathogen) માટે, આ એક હા-ના દૃશ્ય છે. ઉદાહરણ તરીકે એચ.આય.વી (HIV) વાયરસ શરીરની બહાર ટકી રહેવા માટે ખૂબ નાજુક, હવાયુક્ત નથી. ઓરી એ હવાયુક્ત છે અને ખતરનાક રીતે તે હવામાં બે કલાક સુધી ટકી શકે છે. કોરોનાવાયરસ માટે તે કેટલો સમય અને કેટલી તીવ્રતા સાથે હવામાં ટકી શકે છે તે જાણવુ હજી જટિલ છે. નિષ્ણાતો સંમત થાય છે કે વાયરસ લાંબા અંતરની મુસાફરી કરતો નથી અથવા બહાર વ્યવહારિક રહેતો નથી. પરંતુ પુરાવા સૂચવે છે કે તે ઓરડાની લંબાઈને વટાવી શકે છે અને એક પરીક્ષણ મુજબ તે કદાચ ત્રણ કલાક સુધી સક્રિય રહે છે.

Related Posts