World

હોર્મુઝની કટોકટી વચ્ચે ઈરાકનો માસ્ટરસ્ટ્રોક: અમેરિકી કંપનીઓ સાથે 60 અબજ ડોલરના કરાર

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયાનક તણાવ અને રાજકીય કટોકટી વચ્ચે ઈરાકે અમેરિકા સાથેના પોતાના સંબંધોને એક નવી ઊંચાઈ પર પહોંચાડ્યા છે. ઈરાકે અમેરિકાની ટોચની ઉર્જા અને ટેકનોલોજી કંપનીઓ સાથે 60 અબજ ડોલર (અંદાજે 5 લાખ કરોડ) થી વધુના કરારો અને સમજૂતી પત્રો પર સહી કરી છે. આ કરારોનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકી રોકાણને આકર્ષિત કરવાનો અને ઈરાનના યુદ્ધના કારણે પ્રભાવિત થયેલા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ના દરિયાઈ માર્ગને ટાળીને સીરિયા થઈને તેલ નિકાસનો વૈકલ્પિક રૂટ તૈયાર કરવાનો છે.

રોકાણકારો માટે ઈરાકની ઓપન-ડોરપોલિસી

અમેરિકી ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયેલી ‘યુએસ-ઈરાક બિઝનેસ સમિટ’ દરમિયાન આ કરારો કરવામાં આવ્યા હતા:

  • રોકાણ માટે આવકાર: ઈરાકના વડાપ્રધાન અલી અલ-ઝૈદીએ સમિટને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ” ઓપન-ડોર પોલિસી અપનાવી રહ્યા છીએ. જે પણ કંપની ઈરાકમાં પ્રોજેક્ટ લાવવા માંગે છે, તેમનું સ્વાગત છે. અમે કોઈના માટે પ્રક્રિયા અઘરી નહીં બનાવીએ.”
  • નવા સંરક્ષણ સમીકરણો: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રાદેશિક દૂત ટોમ બેરાકે જણાવ્યું કે, ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલના યુદ્ધના કારણે આ ક્ષેત્રમાં અસ્થિરતા ચોક્કસ વધી છે, પરંતુ આ સ્થિતિએ ઈરાકને અમેરિકા સાથે એક નવી વ્યૂહાત્મક સુરક્ષા ભાગીદારીમાં મોખરે લાવી દીધું છે.

શેવરોન કંપની બનાવશે નવો પાઈપલાઈન રૂટ

આ પ્રવાસ દરમિયાન ઈરાકના વડાપ્રધાને હ્યુસ્ટન ખાતે શેવરોન કંપનીના વડામથકની મુલાકાત લીધી હતી:

  • નવો પાઈપલાઈન પ્રોજેક્ટ: શેવરોન કંપની ઈરાકના વેસ્ટ કુર્ના 2 અને નાસિરિયા તેલક્ષેત્રોમાં પ્રવેશ કરવા જઈ રહી છે. કંપનીના કોર્પોરેટ બિઝનેસ ડેવલપમેન્ટના પ્રેસિડેન્ટ જેક સ્પિયરિંગે જણાવ્યું કે, કંપની એક એવી પાઈપલાઈનમાં રોકાણ કરવાની યોજના બનાવી રહી છે જે ઈરાકના ક્રૂડ ઓઈલને સીરિયાના ભૂમધ્ય સમુદ્ર કિનારે પહોંચાડશે.
  • હોર્મુઝ સંકટથી મુક્તિ: આ પાઈપલાઈન શરૂ થવાથી ઈરાનનો તેલ વેપાર હોર્મુઝની સામુદ્રધુની પર નિર્ભર નહીં રહે. ઉલ્લેખનીય છે કે દુનિયાનો 20% તેલ અને ગેસ વેપાર આ જ માર્ગે થાય છે, જે હાલના યુદ્ધને કારણે આંશિક રીતે બંધ થતાં વૈશ્વિક સ્તરે મોટો વિક્ષેપ પડ્યો છે.

3. BP અને કોનોકોફિલિપ્સની મોટી ભાગીદારી

ઉર્જા ક્ષેત્રની જાયન્ટ કંપનીઓએ ઈરાકમાં સંયુક્ત રોકાણની જાહેરાત કરી છે:

  • નવું જોડાણ: કોનોકોફિલિપ્સ કંપનીએ ઉત્તરી ઈરાકના ચાર સક્રિય તેલક્ષેત્રોના પુનઃવિકાસ માટે ‘બીપી એનર્જી ઓફ કિરકુક લિમિટેડ’ માં 42% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.
  • જૂનો ઈતિહાસ: બીપી કંપનીના સીઈઓ મેગ ઓ’નીલે જણાવ્યું કે ઈરાક પાસે અદભુત સંસાધનો છે. નોંધનીય છે કે બીપી કંપનીએ વર્ષ 1927 માં ઈરાકના કિરકુક તેલક્ષેત્રની શોધ કરી હતી. કોનોકોફિલિપ્સના સીઈઓ રાયન લાન્સે પણ ઈરાકના લોકોને પોતાની ટેક્નોલોજી અને મૂડી દ્વારા મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વડાપ્રધાનની મુલાકાત

પોતાના 5 દિવસના અમેરિકા પ્રવાસ દરમિયાન ઈરાકી વડાપ્રધાન અલી અલ-ઝૈદીએ વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાક વચ્ચે થનારા આ આર્થિક કરારોથી બંને દેશોમાં હજારો નવી નોકરીઓ  તકો ઊભી થશે.

Most Popular

To Top