સખત ક્વોરેન્ટાઇન નિયમોથી આઇપીએલ ટીમો પરેશાન, કરી આ માગણી

આઈપીએલ (IPL) ટીમો યુએઈમાં (UAE) છ ને બદલે ત્રણ દિવસીય કોરેન્ટાઇન ઇચ્છે છે અને અગાઉની સૂચના સાથે, તેઓએ ટીમ અને કુટુંબના ડિનરના આયોજન માટે બોર્ડની પરવાનગી પણ માગી છે. બીસીસીઆઈના (BCCI) એક અધિકારીએ એક પ્રખ્યાત વેબસાઇટને જણાવ્યું હતું કે આ સાથે, ટીમોએ હોટલની બહારથી સંપર્ક વિનાના ખોરાક પહોંચાડવા માટે પરવાનગીની વિનંતી પણ કરી છે, જે અંગે આજે સાંજે ટીમ માલિકો અને આઈપીએલ અધિકારીઓની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. બીસીસીઆઈની હાલની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજયર (SOP) મુજબ ખેલાડીઓ અને સહયોગી સ્ટાફની યુએઈમાં કોરેન્ટાઇન દરમિયાન પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા દિવસે તપાસ કરવામાં આવશે. ત્યારબાદ જ તેમને પ્રેક્ટિસ કરવાની છૂટ મળશે. તે પછી પણ, 53 દિવસ સુધી જે ટુર્નામેન્ટ ચાલવાનો છે તેમાં દર પાંચમાં દિવસે તેમની તપાસ કરવામાં આવશે.

IPL 2020 | Fissures among BCCI's decision-makers about hosting ...

અધિકારીએ કહ્યું કે, મોટાભાગના ખેલાડીઓ છ મહિનાથી ક્રિકેટ રમતા નથી, તેથી તેઓ વધુને વધુ પ્રેક્ટિસ કરવા માંગે છે. તેમણે કહ્યું, તબીબી નિષ્ણાંતોની સલાહના આધારે, શું અમે છ ને બદલે ત્રણ દિવસ માટે કોરેન્ટાઇન રહી શકીએ? શું ખેલાડીઓને ‘બાયો બબલ’ માં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી શકાય છે? બીસીસીઆઈએ ટીમોને 20 ઓગસ્ટ પછી જ યુએઈ જવા રવાના થવા જણાવ્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સહિત કેટલીક ટીમો વહેલી રવાના થવા માંગતી હતી.

IPL 2018, SRHvsCSK: 5 reasons why CSK will defeat SRH

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટીમોને 20 ની જગ્યાએ 15 ઓગસ્ટ પછી જવાની મંજૂરી આપી શકાય છે જેથી તેઓને અભ્યાસ અને તૈયારી માટે યોગ્ય સમય મળી શકે.બીસીસીઆઈ (BCCI) એસઓપી અનુસાર, ખેલાડીઓ અને ટીમ માલિકોના પરિવાર આઈપીએલ દરમિયાન બાયો સેફ વાતાવરણમાં જ રહેશે. ટીમો ઈચ્છે છે કે બીસીસીઆઈ તેની સમીક્ષા કરે. તેમણે કહ્યું, “હાલના એસઓપી અનુસાર, તેઓ ટીમ સાથે સંપર્ક નહીં કરી શકે જ્યાં સુધી બબલનો ભાગ ના હોય. ટીમના માલિકો ત્રણ મહિના સુધી બબલમાં નહીં રહી શકે.”

BCCI SOP: 60 plus Arun Lal can't coach Bengal, Baroda may miss ...

તેથી, તબીબી સલાહના આધારે, માલિકો અને કુટુંબીઓ સાથે વિશેષ પ્રોટોકોલ બનાવી શકાય છે. યુએઈમાં આઇસોલેશન દરમિયાન ખેલાડીઓને પણ ટીમના અન્ય સભ્યો સાથે વાતચીત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેઓ ત્રણ કોવિડ ટેસ્ટ (COVID-19 Test) કર્યા પછી જ આવું કરી શકશે. ટીમોએ તે પણ જાણવા માંગતા હતા કે શું ખેલાડીઓ તેમની ટીમો પ્રત્યેની વ્યાવસાયિક જવાબદારીઓ પણ પૂર્ણ કરી શકશે કે કેમ, જેના માટે તેમને શૂટિંગ અને લોકોથી મળવું પડશે.

Related Posts