IPL-2020 : ચેન્નઈ સુપર કિંગ્સ બાદ હવે દિલ્હી કેપિટલનો મુખ્ય સદસ્ય કોરોનાની ચપેટમાં

વિશ્વમાં જેવી રીતે કોરોના મહામારી પ્રસરી તેનાંથી કોઈ બાકાત નથી. અભિનેતા હોય કે કોઈ નેતા, સ્પોર્ટસ મેન હોય કે સામાન્ય નાગરિક કે વિશેષ વ્યક્તિ કોરોના કોઈને છોડી રહ્યો નથી. જ્યાં બેદરકારી સર્જાશે ત્યા કોરોના પહોંચશે. હાલ આઈપીએલ સીઝન-13નાં તમામ ટીમનાં પ્લેયરો ટુર્નામેન્ટ માટે યુએઈ પહોંચી ગયા છે એવામાં અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સનાં 13 સભ્યો કોરોનાની ચપેટમાં આવી ગયા હતા ત્યાર બાદ તેમને ફરી વાર ક્વોરન્ટાઈન કરી દેવાયા હતા. ક્વોરન્ટાઈનમાં રહ્યા બાદ હાલ તમામ સભ્યોની રીપોર્ટ નેગેટિવ આવી છે. એવામાં બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમનાં સહાયક ફિજીયોથેરેપિસ્ટને કોરોના પોઝિટિવ આવ્યો છે ત્યાર બાદ તેમને બાકી ટીમનાં ખેલાડીઓથી અલગ ક્વોરન્ટાઈન કરી દેવાયા છે.

IPL-2020 : ચેન્નઈ સુપર કિંગ્સ બાદ હવે દિલ્હી કેપિટલનો મુખ્ય સદસ્ય કોરોનાની ચપેટમાં

દિલ્હી કેપિટલ્સની ટીમ તરફથી જણાવાયુ છે કે તેમની ટીમનાં સભ્ય કોરોનાની ચપેટમાં આવ્યા છે. ફ્રેન્ચાઈઝીસ તરફથી આ મામલે જણાવાયુ કે શરૂઆતમાં તો સભ્યોની બે રીપોર્ટ નેગેટિવ આવી હતી પરંતુ ત્રીજી રીપોર્ટ કોરોના પોઝિટિવ આવી હતી. દિલ્હી કેપિટલ્સની ટીમ તરફથી વધુમાં કહેવામાં આવ્યુ છે કે સહાયક સભ્યો હમણાં સુધી ખેલાડીઓ સુધી મળ્યા ન હતા. ફિઝિયોથેરેપિસ્ટ હાલ ડોક્ટરોની સલાહથી તેમની નિરિક્ષણમાં છે અને ફ્રેંચાઈઝીસની મેડિકલ ટીમ દરેક પ્રકારે દેખરેખ કરી રહી છે.

IPL-2020 : ચેન્નઈ સુપર કિંગ્સ બાદ હવે દિલ્હી કેપિટલનો મુખ્ય સદસ્ય કોરોનાની ચપેટમાં

જણાવી દઈએ કે, આઈપીએલ 2020ની શેડ્યુઅલ બહાર પડ્યુ છે અને પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇંન્ડિયન્સ વચ્ચે રમાનારી છે અને આ પ્રથમ મેચ આબુધાબીમાં યોજાનારી છે. દિલ્હીની ટીમની વાત કરીએ તો ટીમમાં દિલ્હીની ટીમનાં કેપ્ટન શ્રેયસ અય્યર છે અને તેમની સાથે રહાણે જેવો સિનીયર ખેલાડી પણ છે. તે સિવાય પૃથ્વી શો (બેટ્સમેન), શિખર ધવન (બેટ્સમેન), ડેનિયલ સેમ્સ (ઓલ રાઉન્ડર), રિષભ પંત (વિકેટ કીપર/બેટ્સમેન), માર્કસ સ્ટોનિક્સ (ઓલ રાઉન્ડર), કાગિસ્કો રબાડા (બોલર), શિમરન હેટમાયર (બેટ્સમેન), ઇશાંત શર્મા (બોલર), અનરિચ નોર્ટ્જ (બોલર), સંદિપ લમિચાને (બોલર), લલિત યાદવ (ઓલ રાઉન્ડર), કેમો પોલ (ઓલ રાઉન્ડર), અક્ષર પટેલ (ઓલ રાઉન્ડર), અમિત મિશ્રા (બોલર), મોહિત શર્મા (બોલર), એલેક્ષ કેરી (વિકેટ કીપર), અવેશ ખાન (બોલર), હર્શલ પટેલ (બોલર), તુષાર દેશપાંડે (બોલર)

Related Posts