ડિ કોકની નોટઆઉટ અર્ધસદીની મદદથી મુંબઇ ઇન્ડિયન્સ 8 વિકેટે જીત્યું

આજે અહીં રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિન્સના બોલરોના પ્રભાવક બોલિંગ પ્રદર્શનને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સના બેટ્સમેનોના ધબડકો થયો હતો, અંતિમ ઓવરોમાં પેટ કમિન્સે રમેલી અર્ધ શતકીય ઇનિંગ અને કેપ્ટન ઇયોન મોર્ગન સાથેની તેની 87 રનની નોટઆઉટ ભાગીદારીથી મુકેલા 149 રનના પડકાર સામે મુંબઇ ઇન્ડિન્સ ક્વિન્ટોન ડિ કોકની નોટઆઉટ 44 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 78 રનની નોટઆઉટ ઇનિંગ રમવા ઉપરાંત રોહિત શર્મા સાથેની તેની 94 રનની ભાગીદારી કરતાં મુંબઇ ઇન્ડિયન્સે 16.5 ઓવરમાં 2 વિકેટે લક્ષ્યાંક કબજે કરી મેચ 8 વિકેટે જીતી લીધી હતી.

149 રનના પડકાર સામે રોહિત શર્મા અને ક્વિન્ટોન ડિ કોકની જોડીએ મુંબઇને જોરદાર શરૂઆત અપાવી હતી અને આ જોડીએ પાવરપ્લેમાં જ બોર્ડ પર 51 રન મુકી દીધા હતા. ડિ કોકે તે પછી 25 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે પોતાની અર્ધસદી પુરી કરી હતી, જે તેની હાલની સિઝનની ત્રીજી અર્ધસદી રહી હતી.

ડિ કોક અને રોહિત વચ્ચે 94 રનની ભાગીદારી કરી હતી ત્યારે રોહિત શિવમ માવીના બોલે વિકેટ પાછળ ઝીલાયો હતો. રોહિત 36 બોલમાં 35 રન કર્યા હતા. 12મી ઓવરમાં મુંબઇના 100 રન પુરા થયા હતા. સ્કોર 111 રને પહોંચ્યો હતો ત્યારે સૂર્ય કુમાર યાદવ અંગત 10 રને વરુણ ચક્વર્તીના બોલે બોલ્ડ થયો હતો. ડિ કોક 44 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 78 જ્યારે હાર્દિક પંડ્યા 11 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 21 રને નોટઆઉટ રહ્યા હતા.

આ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સે પ્રથમ દાવ લઇને 61 રનના સ્કોરે કેકેઆરે પોતાની પાંચ વિકેટ ગુમાવ્યા પછી પેટ કમિન્સની 36 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 અને ઇયોન મોર્ગન 29 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 39 રનની નોટઆઉટ ઇનિંગ અને બંને વચ્ચેની 9.2 ઓવરમાં 87 રનની છઠ્ઠી વિકેટની ભાગીદારીની મદદથી 5 વિકેટે 148 રન બનાવ્યા હતા.

Related Posts