સનરાઇઝર્સ સામેની જીતથી ઉત્સાહિત સીએસકેને મળશે હવે દિલ્હી કેપિટલ્સનો પડકાર

મહેન્દ્ર સિંહ ધોનીની કુશળ કેપ્ટનશિપથી ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમનું અભિયાન ફરી એકવાર વિજયપથ પર પાછુ ફર્યું છે, જો કે સનરાઇઝર્સ હદરાબાદ સામેના વિજયથી ઉત્સાહિત એવી સીએસકે શનિવારે અઇહીં દિલ્હી કેપિટલ્સ સામે મેદાને ઉતરશે ત્યારે તેણે અલગ જ પડકારનો સામનો કરવાનો આવી શકે છે. દિલ્હી કેપિટલ્સ માટે ચિંતાનો એકમાત્ર વિષય તેમના કેપ્ટન શ્રેયસ ઐય્યરની ફિટનેસ છે જે છેલ્લી મેચમાં ઘાયલ થયો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ધોનીએ જે વ્યુહરચના અપનાવી હતી તે કારગત સાબિત થઇ હતી અને સિઝનના પ્લેઓફ માટેની પોતાની આશાને તેણે જીવંત રાખી હતી, ત્યારે હવે દિલ્હી સામે પણ તેમણે એ જ રમતનું પુનરાવર્તન કરવાની જરૂર રહેશે.

આવતીકાલની મેચમાં ધોની ફરી એકવાત ત્રણ સ્પિનર સાથે મેદાને ઉતરે તેવી પુરી સંભાવના છે. શારજાહની સતત ધીમી થતી વિકેટ પર સ્પિન બોલર કારગત સાબિત થઇ રહ્યા છે.
ચેન્નાઇનો સામનો એવી ટીમ સાથે હવે થવાનો છે, જે પોતાના સાતત્યપૂર્ણ પ્રદર્શનને કારણે આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે.

દિલ્હી કેપિટલ્સની મજબૂત બાજુ તેના ઝડપી બોલરો છે જે કોઇપણ વિકેટ પર બોલને સ્પીડ આપી શકે છે. દક્ષિણ આફ્રિકન ઝડપી બોલર બેલડી કગિસો રબાડા અને એનરિક નોર્કિયા પોતાની જવાબદારી બખુબી નિભાવી રહ્યા છે.

નોર્કિયાએ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં 156.2 કિમીની ઝડપે બોલ ફેંક્યો હતો જે રેકોર્ડ છે. સાથે જ સ્પિન વિભાગમાં પણ તેમની પાસે રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ જેવા પ્રભાવક સ્પિનર છે. આ ઉપરાંત ગત મેચમાં ડેબ્યુ કરનાર તુષાર દેશપાંડે પણ ઉપયોગી બની શકે છે.

Related Posts