NCB દ્વારા સુશાંત કેસ મામલે પૂછપરછ અટકાવામાં આવી, જાણો કેમ?

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલામાં (Sushant Singh Rajput death case) ડ્રગ એંગલની તપાસમાં સામેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીની (Shruti Modi) પૂછપરછ અટકાવી દીધી છે. મળતી માહિતી મુજબ, એનસીબીની એસઆઇટી ટીમના એક સભ્ય કોરોના સંક્રમિત થયા બાદ શ્રુતિ મોદીને પરત મોકલવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે ટેલેન્ટ મેનેજર જયા સાહાની પણ પૂછપરછ કરવામાં આવશે નહીં. તપાસ એજન્સીના અન્ય તમામ સભ્યોની પણ કોરોના ટેસ્ટ કરવવામાં આવશે. એનસીબીએ મંગળવારે શ્રુતિ મોદી અને જયા સાહાને સમન્સ પાઠવ્યું હતું. આ બંનેથી હજુ સુઘી ઇડી અને સીબીઆઈ દ્વારા જ પૂછપરછ કરવામાં આવી હતી.

મુંબઈની છબી દૂષિત કરવામાં આવી રહી છે

બીજી બાજુ, શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મુંબઈ અને મહારાષ્ટ્રની છબીને દૂષિત કરવામાં આવી રહી છે. પાર્ટીએ તેના અખબાર સામનામાં લખાયેલા એક સંપાદકીયમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ-છ વર્ષથી ગપસપના નામે મુંબઇ અને મહારાષ્ટ્રને બદનામ કરવા સોશ્યલ મીડિયા પર કામ ચાલી રહ્યું છે. આના પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી.

ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ મીડિયાને લખ્યો એક ખુલ્લો પત્ર

ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી અનેક હસ્તીઓએ રિયા ચક્રવર્તીના (Rhea Chakraborty) મામલામાં થતા મીડિયા કવરેજ સામે વાંધો ઉઠાવ્યો હતો. સોનમ કપૂર, મીરા નાયર અને અનુરાગ કશ્યપ સહિત લગભગ બે હજાર લોકોની સહીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ખુલ્લા પત્રમાં મીડિયાની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. પત્ર પર હસ્તાક્ષર કરનારા અન્ય લોકોમાં ફ્રીડા પિન્ટો, ઝોયા અખ્તર, ફરહાન અખ્તર, દીયા મિર્ઝા, ગૌરી શિંદે, રીમા કાગતી, રૂચિ નારાયણ, મિની માથુરનો પણ સમાવેશ છે. આ લોકોએ મીડિયાને સલાહ આપી છે કે સમાચારોનો પીછો કરો મહિલાઓનો નહીં.

મળતી માહિતી મુજબ, સુશાંત સિંહના મોત મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ સોમવારે શૌવિકના મિત્ર જયદીપ મલ્હોત્રાની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાંથી તેને 18 સપ્ટેમ્બર સુધી એનસીબી કસ્ટડીમાં સોંપાયો હતો.

17 સપ્ટેમ્બર સુધી ક્રિસ કોસ્ટા એનસીબીને હેન્ડઓવર

એનસીબીની બીજી ટીમે ગોવામાં દરોડા પાડી ક્રિસ કોસ્ટાની ધરપકડ કરી. તેને મુંબઇ લાવી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેને 17 સુધી એનસીબીના હવાલે કરવામાં આવ્યો છે. આ બંનેને મળાવીને એનસીબીએ આ મામલામાં અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરી છે.

Related Posts