ગુજરાતની નવી ઉદ્યોગ નીતિ જાહેર: સુરતના ટેક્સટાઇલ, ડાયમંડ, ગ્રીન એનર્જી, ઉદ્યોગને લાભ થશે

ગુજરાત સરકાર દ્વારા શુક્રવારે નવી ઈન્ડસ્ટ્રીયલ પોલીસી(industrial policy gujarat)ની જાહેરાત કરવામાં આવી છે તેને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ કેતન દેસાઈ અને કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડીયાએ આવકારી છે. તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં દક્ષિણ ગુજરાત ચેમ્બર તરફથી થયેલા રાજ્યની નવી ઔદ્યોગિક નીતિના ઘણા સૂચનો આજે જાહેર કરેલી પોલીસીમાં સામેલ કરાયા છે.

Focussing on MSMEs, Gujarat launches new Industrial Policy 2020 ...

દક્ષિણ ગુજરાત ચેમ્બર(the southern gujarat chamber of commerce & industry) દ્વારા આગળ રજૂઆત થઇ હતી અને તેમાં ટેકનિકલ ટેક્ષ્ટાઈલ, જેમ્સ એન્ડ જવેલરી, ઈલેકટ્રીક વ્હીકલ અને તેના કોમ્પોનન્ટ અને ગ્રીન એનર્જીનો સમાવેશ કરાયો છે. અગાઉ ચેમ્બર દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તે મુજબ સરકાર દ્વારા આજની જાહેરાતમાં ઉપરોકત પોલીસી નેટ જી.એસ.ટી. રિફંડ કાઢી નાંખી સીધી જ કેપિટલ સબસીડી આપવાની જાહેરાત કરાઈ છે. એમ.એસ.એમ.ઈ.ની સબસીડીવાળી રાજ્ય સરકારની સ્કીમ દક્ષિણ ગુજરાતમાં લોકપ્રિય હોઈ તથા રાજયમાં આવેલા એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રના એકમોમાંથી પ૦% એકમો દક્ષિણ ગુજરાતમાં આવેલા હોઈ અમારા ચેમ્બર દ્વારા કેપિટલની ઈન્ટરેસ્ટ સબસીડી વધારવા અંગે રજૂઆત થઈ હતી.

Task forces to advise Gujarat govt on industrial policy

સરકાર દ્વારા આજની જાહેરાતમાં કેપિટલ સબસીડીની મર્યાદા મહત્તમ રપ લાખથી વધારી ૩પ લાખ કરી તથા ૧૦ કરોડથી ઉપર રોકાણ કરનારા એકમોને વધારાની ૧૦ લાખની કેપિટલ સબસીડી આપવાની જાહેરાત કરી. તેનાથી દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને નવો વેગ મળી શકે છે. નિર્ણયના કારણે ઘણા બિઝનેસની વાયેબિલીટી આવી ગઈ છે. તેનાથી ઔદ્યોગિક વિકાસને જરૂરથી વેગ મળી શકશે અને દક્ષિણ ગુજરાતને તેનો સૌથી વધુ લાભ મળી રહેવાની સંભાવનાઓ છે. ઈન્ટરેસ્ટ સબસીડી જેની મહતમ મર્યાદા ૩૦ લાખ હતી તેને પણ સરકાર દ્વારા ૩પ લાખ કરવામાં આવી છે. એમ.એસ.એમ.ઈ.ની સૂર્ય ઉર્જા પોલીસી જે સરકાર દ્વારા ઓકટોબર–ર૦૧૯માં લાવવામાં આવી હતી. તેમાં ૧પ મિનિટના ટાઈમ બ્લોક પ્રમાણે બિલીંગ સીસ્ટમ હતી.

Gujarat chief minister announces Industrial Policy 2020 ...

ચેમ્બર દ્વારા આ પોલીસી અંતર્ગત એનર્જી બેંકીંગની સુવિધા આપવા વારંવાર રજૂઆત થઈ હતી. સરકાર દ્વારા આજની જાહેરાત દ્વારા સવારે ૭થી સાંજે ૬ના સમયગાળા દરમ્યાન જનરેશનનો વપરાશ અંગે એનર્જી બેંકીંગની સુવિધા જાહેર કરાઈ હોઈ ટેક્ષ્ટાઈલ વીવીંગ સેકટર છે તેને પોતાનો વિજળી ખર્ચ ઘટાડવા ખૂબ મદદ મળી શકશે ઈમ્પોર્ટ સબ્સ્ટીટયુશન માટે પ્રોત્સાહક પોલીસી આપવા ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી. જેને ગ્રાહય રાખી સરકાર દ્વારા વિદેશી ટેકનોલોજી સંપાદિત કરવા અર્થે કુલ ખર્ચના ૬પ% સુધી નાણાંકીય સહાય આપવાની જાહેરાત કરેલ છે જેની મહતમ મર્યાદા પ૦ લાખ સુધી આપેલ છે.

Guj's new industrial policy likely to be announced in June ...

જોકે, ચેમ્બરની અપેક્ષા રૂા. ૧ કરોડ સુધીની હતી પરંતુ શરૂઆત કરવાની દ્રષ્ટિએ અમારી માંગણીને પોલીસીમાં સામેલ કરવામાં આવી છે. સ્ટાર્ટ અપને પણ સરકાર દ્વારા સીડ ફંડ રૂા. ર૦ લાખથી વધારી રૂા. ૩૦ લાખનો કરવાથી પણ રાજ્યમાં આવી રહેલા યુવાઓ ધ્વારા સ્થાપવામાં આવતા સ્ટાર્ટ અપને ઘણું પ્રોત્સાહન મળી રહે તેવી શકયતા છે. જોકે, અમારી અપેક્ષા રૂા.પ૦ લાખ સુધીની હતી. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત દક્ષિણ ગુજરાત ચેમ્બર તથા ગુજરાતના અન્ય ચેમ્બર દ્વારા પણ વારંવાર સરકારને રજૂઆત કરવામાં આવી હતી જેના અંતર્ગત ગુજરાતમાં આવેલ તમામ ચેમ્બરો દ્વારા મે મહિનામાં ડો. રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં એક વેબિનાર મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તમામ ચેમ્બરો દ્વારા સિંગલ વિન્ડો સીસ્ટમ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આજે જાહેર થયેલી પોલીસીમાં સરકાર દ્વારા ઈન્ડસ્ટ્રીયલ એકસ્ટેન્શન બ્યુરોને સિંગલ પોઈન્ટ કોન્ટેકટ તરીકે જાહેરાત કરેલ છે અને રિલેશનશીપ મેનેજરની સુવિધા રોકાણકારને આપેલ છે. અમે માનીએ છીએ કે હવે પછી કોઈપણ ઉદ્યોગકારોને કોઈ નવો ઉદ્યોગ સ્થાપવો હોય અને તે અંતર્ગત જે કોઈપણ પરમિશન કે લાયસન્સ લેવાના હોય તે સિંગલ વિન્ડો સીસ્ટમથી શકય બનશે.

Related Posts