ટેસ્ટ કેપ નંબર 90 સાથે રમેલા 5 ‘ 4 ફીટની ઊંચાઈ ધરાવતા પણ એ સમયના ભારતના સૌથી ઝડપી બોલર જેમણે 1958 – 1959ની વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનો સામે બાઉન્સર્સનો મારો ચલાવ્યો હતો એ ટાઇની ઉપનામધારી ફાસ્ટ બોલર રમાકાન્ત દેસાઈનો જન્મ 20/6/1939ના દિવસે થયો હતો.1959 – 68 સુધીની તેમની કારકિર્દી દરમ્યાન 28 ટેસ્ટમાં 37 રનની સરેરાશ સાથે 74 વિકેટો,56 રનમાં 6 વિકટોના શ્રેષ્ઠ દેખાવ સાથે લીધી હતી.સર્વોચ્ચ 85 રનના સ્કોર સાથે કુલ 418 રન કર્યાં હતા.પ્રથમ કક્ષાની 150 મૅચોમાં 24 રનની સરેરાશથી 468 વિકેટો,46 રનમાં 7 વિકેટોના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે લીધી હતી.
સર્વોચ્ચ 107 રન સાથે 2384 રન કર્યા હતા.તેમણે ઇંગ્લેન્ડનો પ્રવાસ 1959માં,વેસ્ટ ઇન્ડીઝ 1961 – 62માં,ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો પ્રવાસ 1967 – 68માં કર્યો હતો અને પાકિસ્તાનની 1960 – 61ની પ્રવાસી શ્રેણીમાં 21 વિકેટો લીધી હતી.લડાયક વ્રુત્તિ અને ઉમદા ખેલભાવનાનું પ્રદર્શન તેમણે ન્યૂઝીલેન્ડની ડુનેડિન ટેસ્ટમાં ભાંગેલા જડબા સાથે રમીને 57 રન કર્યા હતા તે છે.સિલેક્શન બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન રમાકાન્ત દેસાઈનું 27/4/1998ના રોજ 59 વર્ષની ઉંમરે થયુ હતુ.હાલમાં ક્રિકેટરો લાખોમાં આડોટે છે પણ રમાકાન્ત દેસાઈની પાછલી જીંદગી આર્થિક રીતે એકદમ કંગાળ અવસ્થામાં વીતી હતી.દુર્ભાગ્યવશ તેમને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કે તેમની સાથે રમ્યા હોય અને ખમતીધર હોય તેવા કોઈ ક્રિકેટરે મદદ કરી નહોતી.
સુરત – સુરેન્દ્ર દલાલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.