ભારતનું ફ્રાંસ પર દબાણ, હવે જુલાઇ સુધીમાં ભારતને મળશે 6 રાફેલ ફાઇટર જેટ

દિલ્હી: 27 જુલાઇ સુધીમાં ભારત (India)ને છ રાફેલ ફાઇટર પ્લેન (Rafale fighter Jets) નું પહેલુ કન્સાઇનમેન્ટ (Consignment) મળે તેવી સંભાવના છે. હકીકતમાં પૂર્વી લદ્દાખ (Ladakh)માં ગાલવાન ખીણ (Galwan Valley) માં ભારત અને ચીન (India China Face Off)ના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ ચીન સાથેના તણાવ (Boder tension)માં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને આઈએએફ (Indian Air Force-IAF) છેલ્લા બે અઠવાડિયાથી હાઈએલર્ટ (High Alert) પર છે. જેમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. બંને સૈન્ય વચ્ચે લગભગ બે મહિનાથી સરહદ પર તણાવ ચાલુ છે, જેમાં ચીન અથડામણોમાં ભારતીય સૈન્યને ઉશ્કેરીને ભારતીય સરહદમાં પગપેસારો કરવાનો ઇરાદો ધરાવી રહ્યુ છે.

ભારતનું ફ્રાંસ પર દબાણ, હવે જુલાઇ સુધીમાં ભારતને મળશે 6 રાફેલ ફાઇટર જેટ

રાફેલ ફાઇટર પ્લેનથી ભારતીય વાયુસેનાની લડાઇ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે એ વાતમાં કોઇ શંકા નથી.પૂર્વી લદ્દાખમાં ગાલવાન ખીણમાં બંને દેશોની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ ચીન સાથેના તણાવમાં થતી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને આઈએએફે રાફેલ ફાઇટર પ્લેન વ્હેલામાં વ્હેલી તકે ભારત મોકલવા માટે ફ્રાંસ (France) પર દબાણ કયુૅ છે.

ભારતનું ફ્રાંસ પર દબાણ, હવે જુલાઇ સુધીમાં ભારતને મળશે 6 રાફેલ ફાઇટર જેટ

રાફેલ ફાઇટર પ્લેન અનેક શક્તિશાળી શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે. ભારતીય હવાઈ દળ દ્વારા રાફેલ ફાઇટર વિમાનોના વિતરણને ઝડપી બનાવવા માટેની વિશિષ્ટ વિનંતીને પગલે ફ્રાન્સ ભારતને વિમાનોની ઝડપી ડિલીવરી પૂરી પાડવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે.
છ રાફેલ ફાઇટર પ્લેન 27 જુલાઇના રોજ અંબાલા (Ambala)માં આવેલા તેમના હોમ બેઝ પર ઉતરશે તેવી સંભાવના છે. પહેલા કન્સાઇનમેન્ટમાં ફ્રાન્સથી ફક્ત ચાર રાફેલ ફાઇટર પ્લેન ભારત આવવાના હતા પણ હવે ભારતના દબાણ પછી જુલાઇના અંત સુધીમાં ફ્રાન્સ 4 ને બદલે 6 રાફેલ ફાઇટર પ્લેન ભારત પહોંચાડશે.

ભારતનું ફ્રાંસ પર દબાણ, હવે જુલાઇ સુધીમાં ભારતને મળશે 6 રાફેલ ફાઇટર જેટ

2 જૂનના રોજ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે (Defence Minister Rajnath Singh) તેમના ફ્રાંસના સમકક્ષ ફ્લોરેન્સ પાર્લી (Florence Parly) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, જે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ફ્રાન્સમાં કોરોનાવાયરસ રોગચાળો હોવા છતાં, રાફોલ જેટ વિમાન ભારત સુનિશ્ચિત કરવામાં આવશે.હવાઈ ​​દળની લડાઇ ક્ષમતામાં વધારો કરવા માટે ભારતે તાત્કાલિક ખરીદી રૂપે સપ્ટેમ્બર 2016માં ફ્રાન્સ સાથે 59,000 કરોડમાં 36 રાફેલ જેટનો સોદો કયોૅ હતો.36 રાફેલ જેટમાંથી 30 ફાઇટર પ્લેન છે અને છ ટ્રેનર છે.

ભારતનું ફ્રાંસ પર દબાણ, હવે જુલાઇ સુધીમાં ભારતને મળશે 6 રાફેલ ફાઇટર જેટ

ભારત આ વખતે ચીન સામે બિલકુલ પડતુ મૂકવા તૈયાર નથી, અધિકારીઓનું કહેવુ છે કે રાફેલ ફાઇટર પ્લેનની ઝડપી ડિલીવરી મેળવીને ચીનને પોતાના ઇરાદાઓ અને શક્તિ વિશે એક સ્પષ્ટ સંદેશો મોકલવા માંગે છે. 15 જૂન પછી આવતીકાલે ભારત અને ચીનના સેનાધ્યક્ષો વચ્ચે વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ યોજાવાનો છે.

Related Posts