ગલવાન ઘાટીમાં ભારતે ચીનના 60 સૈનિકોને ઢાળી દીધા હતાઃ અમેરિકન અખબારનો ખુલાસો

લદ્દાખ વિવાદને લઈ અમેરિકન અખબાર (American News Paper) ન્યૂઝવીકના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં ચીનના આશરે 60 સૈનિકો માર્યા ગયા હતા, ભારતીય સેના પીએલએ પરભારે પડી હતી. ગલવાનમાં થયેલી કાર્યવાહી બાદ ચીન (China) ડરી ગયું છે. જાણકારી મુજબ, બ્લેક ટોપ અને હેલ્મેટ ટોપની આસપાસ ચીન ગતિવિધિ વધારી રહ્યું છે. સેટેલાઇટ તસવીરોમાં (Satellite Images) ચીનનો કેમ્પ પણ જોવા મળી રહ્યો છે. આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સરહદ (Indian Boarder) પર ચીનની સેનાની નિષ્ફળતાનાં પરિણામ સામે આવશે. ચીની આર્મીએ શરૂઆતમાં શી જિનપિંગને આ નિષ્ફળતા પછી સેનામાં વિરોધીઓને બહાર કરવા અને વફાદારોની ભરતી કરવાની વાત કહી હતી.

ગલવાન ઘાટીમાં ભારતે ચીનના 60 સૈનિકોને ઢાળી દીધા હતાઃ અમેરિકન અખબારનો ખુલાસો

અમેરિકન છાપા ન્યૂઝ વીકે તેના આર્ટિકલમાં ગલવાન અંગે ચોંકાવનારી વાતો લખી છે. આ આર્ટિકલ પ્રમાણે, 15 જૂને ગલવાનમાં થયેલી અથડામણમાં ચીનના 60થી વધુ સૈનિક માર્યા ગયા હતા. દુર્ભાગ્યથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ ભારતીય વિસ્તારમાં આક્રમક મુવના આર્કિટેક્ટ હતા, પરંતુ તેમની પીપલ્સ લિબરેશન આર્મી આમાં નિષ્ફળ નીવડી હતી. પીએલએ પાસે આવી અપેક્ષા નહોતી કરવામાં આવી.

ગલવાન ઘાટીમાં ભારતે ચીનના 60 સૈનિકોને ઢાળી દીધા હતાઃ અમેરિકન અખબારનો ખુલાસો

ગલવાનમાં ભારત-ચીન વચ્ચે થયેલી અથડામણમાં બન્ને દેશમાં 40 વર્ષ પછી પહેલી ખતરનાક અથડામણ થઈ હતી. વિવાદિત વિસ્તારમાં ઘૂસવું એ ચીનની જૂની આદત છે. બીજી બાજુ, 1962ની હારથી લકવાગ્રસ્ત થઈ ચૂકેલી ભારતીય લીડરશિપ અને જવાન સુરક્ષાત્મક રહે છે, પરંતુ ગલવાનમાં આવું નહોતું થયું. અહીં ચીનના ઓછામાં ઓછા 43 સૈનિકોનાં મોત થયાં હતાં. પાસ્કલે જણાવ્યું હતું કે આ આંકડો 60ની પાર થઈ શકે છે. ભારતીય જવાન બહાદુરીથી લડ્યા અને ચીન પોતાને થયેલા નુકસાનને નહીં દેખાડે.

બીજી તરફ ચીન ફિંગર એરિયાને લઈ અડગ છે. ચીની સેના ફિંગર-4થી હટવા તૈયાર નથી. સૂત્રોની કહેવા મુજબ, ચીનની સેનાએ દાવો કર્યો છે કે ફિંગર 5 થી ફિંગ 8 સુધી તેમણે 1999માં સડક બનાવી હતી. તેથી આ વિસ્તાર તેમનો છે. ભારતનો આરોપ છે કે ચીને આમ કરીને બંને દેશો વચ્ચે એલએસીની શાંતિને લઈ થયેલી સમજૂતીનો ભંગ કર્યો છે. ફિંગર-5 સુધી કેમ્પ બનાવીને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાનું સ્ટેટસ બદલવાની કોશિશ કરી છે. બંને દેશો વચ્ચે થયેલી શાંતિ સમજૂતી અંતર્ગત એલએસી પર મંજૂરી વગર કોઈપણ પ્રકારનું ‘બોર્ડર ફોર્ટિફિકેશન’ કરી શકાતું નથી. ફિંગર-4 વિસ્તારમાં ચીની સૈનિકો પર નજર રાખવા માટે પર્વતના શિખરો તથા અન્ય ઊંચાણવાળી જગ્યાએ વધારાની સૈના તૈનાત કરી છે. પેંગોંગના ફિંગ-4થી ફિંગર-8 સુધીના વિસ્તારમાં ચીની સૈનિકોની હાજરી છે, પરંતુ અનેક ઊંચા શિખરો પર ભારતીય સેનાના નિયંત્રણ બાદ ચીનની ચિંતા વધી ગઈ છે.

Related Posts