કોરોનાકાળમાં ભારતમાં મંદીને લઇને RBIએ આપ્યુ આ મહત્વનું નિવેદન

મુંબઇ (Mumbai): રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ (Reserve Bank of India) જણાવ્યું છે કે ભારત એક ઐતિહાસિક મંદીમાં (historical recession in India) પ્રવેશ્યું છે અને ચાલુ નાણાકીય વર્ષમાં સતત બીજા ત્રિમાસીક ગાળામાં ભારતનું અર્થતંત્ર મોટા પાયે સંકોચાયુ (contraction of economy) છે.

કોરોનાકાળમાં ભારતમાં મંદીને લઇને RBIએ આપ્યુ આ મહત્વનું નિવેદન

સપ્ટેમ્બરમાં પૂરા થતાં બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી 8.6 ટકા સંકોચાયો હતો જ્યારે તેના પહેલા એપ્રિલથી જૂનના ક્વાર્ટરમાં તો ભારતીય અર્થતંત્ર 24 ટકાના જંગી દરે સંકોચાયું હતુ એમ આરબીઆઇએ તેના નાવકાસ્ટ અંદાજમાં જણાવ્યું છે જે અત્યાર સુધીનું તેનું આ પ્રકારનું પ્રગટ થયેલું સૌપ્રથમ વિશ્લેષણ કે અંદાજ છે. આ અંદાજ હાઇ-ફ્રિકવન્સી ડેટા પર આધારિત છે. આરબીઆઇના અર્થશાસ્ત્રીઓની એક ટીમ દ્વારા આ વિશ્લેષણ તૈયાર કરવામાં આવ્યું છે જે ટીમમાં આ મધ્યસ્થ બેંકના ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રાનો (Michael Patra) પણ સમાવેશ થાય છે જેઓ બેંકની મોનેટરી પોલિસીના ઇન-ચાર્જ (monetary policy in-charge) પણ છે.

કોરોનાકાળમાં ભારતમાં મંદીને લઇને RBIએ આપ્યુ આ મહત્વનું નિવેદન

આ ટીમના જણાવ્યા પ્રમાણે ભારતનું અર્થતંત્ર સંભવિતપણે સતત બીજા ત્રિમાસિક ગાળામાં સંકોચાયું છે જેણે દેશને એક અભૂતપૂર્વ મંદીમાં ધકેલી દીધો છે. નાવકાસ્ટમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દર્શાવ્યું છે કે ભારતનું અર્થતંત્ર એક ઐતિહાસિક મંદીમાં પ્રવેશી ચુક્યું છે. આના લેખકોને લખ્યું છે કે 2020-21 ના પ્રથમ અર્ધ ભાગમાં ભારત એક ટેકનિકલ મંદીમાં પ્રવેશ્યું છે જે તેના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. સરકાર આ સત્તાવાર આંકડાઓ 27 નવેમ્બરે પ્રગટ કરશે એમ જાણવા મળે છે.

કોરોનાકાળમાં ભારતમાં મંદીને લઇને RBIએ આપ્યુ આ મહત્વનું નિવેદન

રિઝર્વ બેન્કના આ અંદાજો કંપનીઓ દ્વારા કરવામાં આવેલા ખર્ચાઓમાં ઘટાડાઓ પર આધારિત છે. વેચાણમાં ઘટાડો થતા કંપનીઓના ઓપરેટિંગ નફામાં ઘટાડો થતા તેમણે પોતાના ખર્ચાઓમાં કાપ મૂકવો પડ્યો છે. લેખકોએ આ ઉપરાંત વાહન વેચાણથી માંડીને બેન્કોની લિક્વિડીટી સહિતા અન્ય સંખ્યાબંધ ઇન્ડિકેટરોનો ઉપયોગ આમાં કર્યો છે. જો કે બેન્કો તરલતા વધારી રહી છે તે જોતા ઓકટોબરથી ઉજળી તકોનો પણ સંકેત મળે છે અને જો આ અપટ્રેન્ડ જળવાઇ રહે તો ઓકટોબર-ડિસેમ્બરમાં ભારતીય અર્થતંત્ર ફરીથી વિકાસના માર્ગે વળી શકે છે જે અંદાજ અગાઉ ગવર્નર શક્તિકાંત દાસે મૂક્યો હતો.

Related Posts