ગુજરાતમાં પણ હાથરસ કાંડ જેવી ઘટના : ત્રણ પકડાયા, એક ફરાર

ગાંધીનગર : યુપીમાં હાથરસ કાંડ (Hathras)ના સમાચારોની શાહી હજુ સુધી સુકાઈ નથી, ત્યાં ગુજરાતના જામનગર (Jamnagar) અને મહીસાગર (Mahisagar)માં પણ ગેંગરેપ (Gangrape)ની બે ઘટનાઓ સામે આવી છે. જેમાં પોલીસ દ્વારા ત્વરીત આરોપીઓ (Accused)ને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. જામનગરમાં 15 વર્ષના સગીરા પર દુષ્કર્મની ઘટના બની છે. જેમાં જામનગર સિટીમાં ખોડિયાર કોલોની (Khodiyar Colony) વિસ્તારમાં આ ઘટના બની છે. જેમાં એક મિત્રએ સગીરાને મળવા બોલાવી હતી. જો કે મિત્રના ઘરે ગઈ ત્યારે ત્યાં અન્ય બીજા ત્રણ મિત્રો પણ હાજર હતા. એટલું જ નહીં સગીરાને ઘેનની ગોળીઓ આપીને વારા ફરતી આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.

ગુજરાતમાં પણ હાથરસ કાંડ જેવી ઘટના : ત્રણ પકડાયા, એક ફરાર

ફરિયાદના આધારે પોલીસે (The police) ત્રણ આરોપીઓ દર્શન ભાટિયા (Darshan Bhatia), મિલન ભાટિયા (Milan Bhatia), દેવકરણ ગઢવી (Devkaran Gadhvi)ની ધરપકડ કરી લીધી છે. જ્યારે મોહિત ભાટિયા (Mohit Bhatia) નાસી છૂટયો છે. તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ચારેય યુવકોએ દુષ્કર્મનો વીડિયો પણ બનાવ્યો છે. મહીસાગરના સંતરામપુર ટાઉનમાં એક ગરીબ મહિલા પર અહીના માથાભારે તત્વો દ્વારા આ મહિલાનું બ્લેકમેઈલીંગ કરીને તેણી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતુ. આ ગુનામાં આરોપીઓ મહિલાના બાળકોને મારી નાંખવાની ધમકીઓ આપી હતી. છેવટે મહિલાએ હિંમત ભેગી કરીને પોલીસ સમક્ષ ફરિયાદ (FIR) કરી હતી. જેમાં બે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ (arrest) કરી લેવામાં આવી હતી.

ગુજરાતમાં પણ હાથરસ કાંડ જેવી ઘટના : ત્રણ પકડાયા, એક ફરાર

હવે દેશમાં તથા રાજ્યમાં દીકરીઓની સુરક્ષા (Protection of daughters) અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે.મંગળવારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (National Crime Records Bureau)નો ‘ક્રાઈમ ઈન ઈન્ડિયા’ 2019 અહેવાલ રજૂ થયો હતો. એનસીઆરબીના આંકડાઓ (NCRB statistics) દર્શાવે છે કે દેશમાં મહિલાઓ વિરૂદ્ધ ગુના કેટલા સામાન્ય છે. એનસીઆરબીના આંકડાઓ મુજબ દેશમાં દર 4 મિનિટે એક મહિલા સાથે તેના પતિ અથવા સાસરીયાઓ દ્વારા ક્રૂરતા કરવામાં આવે છે. દર 1 દિવસ અને 6 કલાકે એક મહિલા પર સામૂહિક બળાત્કાર (Gang rape) અને તેની હત્યા કરવામાં આવે છે. દર 16 મિનિટે એક મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવે છે.દર 4 કલાકે એક મહિલા માનવ તસ્કરી (Human trafficking)નો ભોગ બને છે. દર 6 મિનિટે એક મહિલા પર તેની મર્યાદા ભંગ કરવાના ઉદ્દેશ્યથી હુમલો કરવામાં આવે છે.

Related Posts