રિવરફ્રન્ટનાં નામે લોકધનનો બેફામ ઉપયોગ

અમદાવાદના રિવરફ્રન્ટ જોઈને આપણે પ્રજાના કરોડોનું આંધણ કર્યું. ઝૂંપડપટ્ટીના ઈંટ રોડો ઉસેટીને વચેટિયા લાખ્ખો કમાયા. પાણીના લેવલથી સહજ ઊંચી સપાટી પર દરેક વખત રેલ અને પૂરના પાણી ફરી વળે છે. એકલ દોકલ મોર્નિંગ ઈવનીંગ વૉકરના અછોડા, પૈસા, ઘડિયાળ, મોબાઈલ લૂંટાય છે. ચોમાસામાં આ રિવરફ્રન્ટ ગંધાતા ઊકરડામાં ફેરવાય જાય છે. સાફસુફીના કોન્ટ્રાક્ટરોને ઘી-કેળાં, કિંમતી ગ્રેનાઈટના પથ્થરો અને LED લાઈટો ચોરાઈ જાય છે. ઝાડી ઝાંખરા સાફ થતા નથી.

નવા હૉપપુલના લાકડાના બાંકડા કરતા સિમેન્ટના બાંકડા મૂક્યા હોત તો ઊંચકાય તો ન જાત. આજુબાજુથી ઝૂંપડપટ્ટીમાં તપાસ કરો તો આ બાંકડા આરામ કરતાં જોવા મળે. પુલના પ્લાસ્ટિકના છાપરા અને મોટા લેમ્પ શેડનો પત્તો જ નથી. સ્વામી વિવેકાનંદ સર્કલ (મક્કાઈ પૂલ) અને નવા હોપપુલ પર અસામાજીકો સિવાય ભાગ્યે જ કોઈ સારા ઘરના માણસો ફરકતા હોય. નવા સસ્પેન્સન બ્રિજની લાખ્ખોની રોશની માટેની એલ.ઈ.ડી. સિસ્ટમ ચોરાઈ ગઈ. પ્રજાના પૈસા હળવા થાય, મનપાના પેટનું પાણી ટળવુ થતું નથી. વિન્ડો ડ્રેસિંગમાં પહેલા નંબર આવ્યો પણ ગેરવહિવટમાં છેલ્લી નંબર છે.

સુરત.              -અનિલ શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts