World

આ દેશમાં સેક્સને રમત તરીકે માન્યતા મળી, સેક્સ ટુર્નામેન્ટનું કરાયું આયોજન

નવી દિલ્હી: ભારતમાં સેક્સને હજુ પણ અંગત બાબત માનવામાં આવે છે. સેક્સ અંગે ખુલ્લીને ચર્ચા કરવાનું ટાળવામાં આવે છે, ત્યારે દુનિયામાં અનેક દેશો એવા છે જ્યાં સેક્સ અંગે ખુલ્લા વિચારો ધરાવવામાં આવે છે. ખાસ કરીને પશ્ચિમ દેશોમાં સેક્સ અંગે બિન્દાસ્ત વાત કરવામાં આવે છે, ત્યારે હવે પશ્ચિમનો જ એક દેશ સેક્સ મામલે કંઈક એવું કર્યું છે જેના લીધે આખુંય વિશ્વ ચોંકી ગયું છે. આ દેશે સેક્સને રમતનો દરજ્જો આપ્યો છે.

સેક્સને રમતનો દરજ્જો આપનાર દેશ સ્વીડન છે. સ્વીડનમાં સેક્સને હવે રમત તરીકે માન્યતા આપવામાં (SexTurnamentinSweden) આવી છે અને ટૂંક સમયમાં સ્વીડનમાં સેક્સ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું નક્કી કરાયું છે. વળી, આ સેક્સ ટુર્નામેન્ટ ઈન્ટરનેશનલ લેવલે આયોજિત કરાશે. તેનો અર્થ એ કે આ ટુર્નામેન્ટમાં સ્વીડન ઉપરાંત અન્ય દેશના પ્રતિસ્પર્ધીઓ પણ ભાગ લઈ શકશે.

સ્વીડન એક રમત તરીકે સેક્સની નોંધણી કરનાર પ્રથમ દેશ બની ગયો છે. આવી સ્થિતિમાં હવે સ્વીડિશ સેક્સ ફેડરેશન 8મી જૂનથી પ્રથમ યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવા જઈ રહ્યું છે. સ્વીડિશ સેક્સ ફેડરેશન દ્વારા આ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું આયોજન કરાશે, જે કેટલાક અઠવાડિયા સુધી ચાલશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારાઓએ દરરોજ 6 કલાક સ્પર્ધા કરવી પડશે. સ્પર્ધકો પાસે તેમની મેચ અથવા પ્રવૃત્તિઓમાં જોડાવા માટે 45 મિનિટથી એક કલાકનો સમય હશે.

અત્યાર સુધીમાં આ ચેમ્પિયનશિપ માટે વિવિધ દેશોમાંથી 20 લોકોએ ઓનલાઈન અરજી કરી છે. ટુર્નામેન્ટના વિનર્સની પસંદગી ફક્ત ત્રણ જ્યુરી અને પ્રેક્ષકોના રેટિંગ દ્વારા કરવામાં આવશે. દરેક વિષયમાં સ્પર્ધકો 5 થી 10 માર્કસની વચ્ચે સ્કોર કરી શકે છે. સ્પર્ધકો 16 વિષયોમાં સ્પર્ધા કરશે. તેમાં સિડક્શનથી માંડીને બોડી મસાજ સુધીની ઘણી બાબતોનો સમાવેશ થાય છે.

આ ટુર્નામેન્ટમાં દરેક જેન્ડરના સ્પર્ધકો ભાગ ઈ શકશે. આયોજકોના મતે ભવિષ્યમાં સેક્સ ટુર્નામેન્ટ મામલે યુરોપના અન્ય દેશો સ્વીડનનું અનુકરણ કરશે. સ્વીડિશ ફેડરેશન ઓફ સેક્સના પ્રેસિડેન્ટ ડ્રેગન બ્રેટિકે કહ્યું કે સેક્સને રમત તરીકે માન્યતા આપવી ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું સેક્સ ટુર્નામેન્ટમાં થતી જાતીય પ્રવૃતિ દ્વારા અન્ય કોઈપણ રમતની જેમ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારવાની શક્યતાઓ વધે છે. સેક્સ કોમ્પિટીશનમાં જીતવા માટે તાલીમની જરૂર છે. તેથી લોકો માટે આ ક્ષેત્રમાં પણ સ્પર્ધા હોવી તાર્કિક છે.

Most Popular

To Top