સુરત : સુરતના વેસુ ખાતે સફલ સ્કવેર પાસે બુલેટની ખરીદી મામલે બે મિત્રો વચ્ચે થયેલી બોલચાલ હત્યા સુધી પહોંચી ગઇ હતી. સપ્તાહ પહેલા મિત્રએ ચાકુ હુલાવી દેતા આજે 19 વર્ષીય હુજેફાનું સારવાર બાદ કરૂણ મોત નીપજયું હતું. સુરતમાં લિંબાયત વિસતારમાં રહેતા વિદ્યાર્થી ઉપર અઠવાડિયા અગાઉ વેસુ ખાતે તેના જ મિત્રે ચપ્પુના ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી પરિવારમાં આક્રંદ મચી ગયો હતો. ઉમરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કેવી રીતે બે મિત્રો વચ્ચે થઇ ચાકુબાજી
લિંબાયત ખાતે આવેલી ઇચ્છાબા સોસાયટીમાં રહેતા 18 વર્ષીય હુજેફા હુમાયુ દેશમુખ બીજી તારીખે વેસુના સફલ સ્કવેર પાસે તેના 19 વર્ષીય મિત્ર જૂનેદ વકાર અલી સૈયદને મળવા ગયો હતો. હુજેફા અને જુનેદ વિદ્યાર્થી છે. આરોપી જૂનેદ તેનો મિત્ર જ હતો. છ મહિના પહેલા બુલેટ લેવા બાબતે બંને વચ્ચે ઉગ્ર લ઼ડાઇ થઇ હતી.
આ ઝઘડાના સમાધાન માટે તા. 2જી મેના રોજ આ બે વચ્ચે સમાધાન મિટીંગ થઇ હતી. દરમિયાન ઉશ્કેરાયેલા જૂનેદે સ્થળ પર હૂજેફાને ચાકુ મારી દીધું હતું. તેને લોહી લૂહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવો પડયો હતો. જયા સારવાર દરમિયાન આજે સવારે મોત નીપજયુ હતુ. જૂનેદે બગલના ભાગે ચાકુ ઝીંકી દીધું હતું. જૂનેદ વિરૂદ્ધ પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઉધના દરવાજા પાસે વેપારીને રિક્ષા ચાલક ટોળકીએ ધક્કો મારી 43 હજાર લૂંટી લીધા
સુરત: શહેરમાં રિક્ષામાં પેસેન્જરોને લુંટતી અને ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થઈ છે. ઉધના દરવાજા ઍપલ હોસ્પિટલની સામે વેપારી સાથે રિક્ષા ચાલક ટોળકી ભાડા બાબતે તકરાર કરી રોકડા 43 હજાર લૂંટી ગઈ હતી. જ્યારે અર્ચના સર્કલ પાસે પણ યુવકના ખિસ્સામાંથી રિક્ષામાં 1.06 લાખ ચોરાયા હતા.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના હરીનગર-૨ રણછોડનગરમાં રહેતા 26 વર્ષીય શહેજાદ સુલતાન અહેમદ ખાન હરીનગરમાં ખાતુ ધરાવે છે. અને માર્કેટમાં કાપડ લાવી ચણીયા ચોળી તૈયાર કરી વેપારીને વેચે છે. શહેજાદ ગઈકાલે બપોરે ઉધના દરવાજા ઍપલ હોસ્પિટલની સામેથી ઉધના હરી નગર જવા માટે રીક્ષા ભાડે કરી હતી. રિક્ષા ચાલકે શરુઆતમાં 10 રૂપિયા ભાડુ કીધા બાદ 15 રૂપિયા કહી ભાડા બાબતે ઝઘડો કર્યો હતો. શહેજાદ ખાન રિક્ષામાંથી ઉતરી જતા ચાલકે ભાડુ માંગતા તેઓ ભાડુ આપવા જતા તેમના હાથમાંથી રોકડા 43 હજાર ખેંચી તેને ધક્કો મારી ભાગી ગયા હતા.
પુણાગામ રવિપાર્ક સોસાયટીમાં રહેતા 27 વર્ષીય આનંદ નાકાભાઈ બલદાણીયા વરાછા મીનીબજારમાં આવેલા ડાયમંડની પેઢીમાં નોકરી કરે છે. ગત 29 માર્ચે ઓફિસના 1.06 લાખ રૂપિયા ઘરેથી લઈને ઓફિસમાં જવા નીકળ્યા હતા. ત્યારે અર્ચના સ્કુલ પાસેથી રીક્ષામા બેસીને નીકળ્યા અને તેમની નજર ચુકવી પેન્ટના ખિસ્સામાંથી રોકડ ચોરી થઈ હતી. આ ગુનાનો આરોપી પોલીસે ધરપકડ કરી છે.