કોરોનાના ચેપનું સંક્રમણ વધતા સુરતીઓ બની રહ્યા છે આ નવી બિમારીનો શિકાર

સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે લોકોની માનસિક સ્થિતિ પર પણ અસર વર્તાઈ રહી છે. ખાસ કરીને 70% જુના સાજા થઇ ગયેલા માનસિક બિમાર દર્દીઓ ફરી ઓબ્સેસિવ કમ્પલવીવ્ઝ ડિસઓર્ડર (Obsessive compulsive disorder -OCD) નો શિકાર થઇ રહ્યા છે. છેલ્લા પાંચ મહિનાથી શહેર કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ લોકડાઉન જાહેર કરાયું હતું. હવે કોરોનાની તીવ્રતા વધતાં નવા કેસ અને મોતનો આંકડો વિસ્ફોટક બન્યો છે. આ પરિસ્થિતિમાં કોરોના નહીં પણ કોરોનાનો ડર કેટલાય લોકોને મારી નાખશે.

Obsessive-Compulsive Disorder (OCD) - HelpGuide.org

શહેરમાં અંદાજે ૫૦ જેટલા સાઇકિયાટ્રિસ્ટ સેવા આપી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટ ડૉ.કમલેશ દવેના જણાવ્યા મુજબ કોરોનાના વધતા ભયની વચ્ચે વર્ષો પહેલા સાજા થઇ ગયેલા માનસિક બિમાર દર્દીઓ ફરી ઓબ્સેસિવ કમ્પલવીવ્ઝ ડિસઓર્ડર(ocd)નો શિકાર થઇ રહ્યા છે. શહેરમાં 70% જુના માનસિક બીમારી દર્દી ફરી આ બીમારીનો શિકાર થઈ રહ્યા છે. જેમાં ૨૫ ટકા દર્દી નવા છે.

Obsessive Compulsive Disorder - Responsible Thinking Room

અમે અહીં બે દર્દીઓના કેસ વિશે તમને જણાવીશું, દર્દીઓના નામ ગુપ્ત રખાયા છે. જુઓ લોકોને કયા પ્રકારની માનસિક તકલીફો થઇ રહી છે, આમાંના કેટલોક તો પોતે ડૉકટર છે.

કોરોનાના ચેપનું સંક્રમણ વધતા સુરતીઓ બની રહ્યા છે આ નવી બિમારીનો શિકાર

કેસ ૧
દર કલાકે પતિની સલામતી અંગે ફોન કરે
શહેરના નાનપુરા ખાતે રહેતી એક મહિલા પાંચ વર્ષથી સારી થયા બાદ ફરી માનસિક બીમારીએ ઉથલો માર્યો છે. આ મહિલા દર કલાકે પતિની સલામતી અંગે ફોન કરે છે. વોટ્સએપ અને ટીવી ઉપર સમાચાર જોઈને સંબંધીઓને ફોન કરી કોઈને કોરોના તો નથી થયોને પૂછ્યા કરે છે. પતિને ઘરની બહાર જવા માટે પણ રોકે છે. અને જો પતિ ફોન ન લેતો મરી જવાની ધમકી આપે છે.

Importance of Mental Health | Chelsea Manhattan, New York - MMA BLOG

કેસ ૨
સિનિયર લેડી ડૉક્ટર રાત્રે ઊંઘી નથી શકતી
એક ખૂબ જ સિનિયર લેડી ડોક્ટર દર્દીઓના ચેકઅપમાં પણ સતત ડર્યા કરે છે. દર્દીઓને કારણે તેમને ચેપ તો નહીં લાગી જાય ને કે એવું વિચારીને બરાબર તપાસી પણ શકતા નથી. દિવસે દર્દીઓને જોયા બાદ રાત્રે આજ વિચારોમાં તેઓ ઊંઘી નથી શકતા.

Top 5 Strategies to Cultivating Your Mental Health | Anxiety and Depression  Association of America, ADAA

આ લક્ષણો તરફ જતા બચવું

  • ઘરમાં પણ કોઈને ટચ કરતા ડરવું
  • સતત કપડાં ધોયા કરવા
  • ઘરમાં જ હોય છતાં દર ૧૫ મિનિટે હાથ-મોં ધોવા
  • દિવસમાં ત્રણ-ચાર વાર કલાકો ન્હાવું
  • સેનેટાઈઝરની બાટલી ખાલી કરવી
  • ડિપ્રેશનમાં રહેવું
  • રાત્રે ઊંઘ ન આવવી
  • હવે કંઈ પણ થઈ શકે એવો ડર લાગવો
How 3 people are coping with mental illness in coronavirus lockdown -  Business Insider

કોરોનાને હસીને કાઢશે તો જ જીવાશે
નવી સિવિલ હોસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટ ડોક્ટર કમલેશ દવેએ જણાવ્યું હતું કે કોરોનાને હસી કાઢશો તો જ જીવાશે. આ સ્થિતિ ચાર-છ મહિના રહેવાની છે. તેની ગંભીરતા જાળવો પણ મગજ ઉપર લઈને નહીં ફરો, નહીતર કોરોનાથી નહીં પણ કોરોનાના ડરથી ગુજરી જવાશે.

Related Posts