સફળતા-નિષ્ફળતામાં સમત્વભાવ એ જ જીવનસાર

 ‘જીવન સરગમ’માં સફળતાની પહેલી સીડી હાર પણ હોઈ શકે. લેખમાં કહયા પ્રમાણે જીવનમાં સુખ દુ:ખ, હાર જીત, સફળતા નિષ્ફળતા ચાલ્યા જ કરવાની. સંસાર પરિવર્તનશીલ છે તેથી અંધકાર પછી પ્રકાશ નિશ્ચિત છે. આજની નિષ્ફળતાને જરૂરી પ્રયાસ, પૂર્વ તૈયારી અને તેને માટેની શકિત માટે પ્રભુ પ્રાર્થના દ્વારા કાલે સફળતામાં બદલી શકાય. સફળતા માટેના સર્વ પ્રયાસ કરવા છતાં તેને ન પામી શકાય તો નિરાશ ન થતાં પરમાત્માની મરજી, તેનો પ્રસાદ સમજી સ્વીકારી લેવી એ જ સાચી પ્રભુનિષ્ઠા છે. ગીતામાં પણ ભગવાન આ જ સંદેશ આપે છે. કોઇ પણ પરિસ્થિતિમાં સમત્વભાવ અને સ્થિતપ્રજ્ઞતા કેળવી વિચલિત થયા વિના જીવન જીવતાં શીખી જવું જોઇએ. માતા પિતાએ પોતાની હયાતીમાં જ સંતાનોને માલમિલકત આપી દેવી જોઇએ કે નહીં? આ લેખમાં જુદા જુદા સાચા અને સુંદર વિચારો જાણવા મળ્યા. સંતાનો સારાં હોય તો પોતે સ્વનિર્ભર રહી શકે તેટલું રાખી બાકીનું સંતાનોને આપી શકે. પણ તે માટેનો માપદંડ કયો? વૃધ્ધાશ્રમોની વધતી સંખ્યા જોતાં મા બાપે ભવિષ્યનો વિચાર કરવો અતિ જરૂરી છે. યોગ્ય સંતાનો હશે તો મા બાપની સંપત્તિનો વિચાર જ નહિ કરે. વુમન વર્લ્ડ લેખમાં જુદા જુદા ક્ષેત્રની નારી શકિત વિશે ઘણા સમયે વાંચવા મળ્યું.

સુરત     -પ્રભા પરમાર આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts