navsari : નવસારીમાં અડધી દુકાન અને લારી ચાલુ કરી ધંધો કરનાર સામે નવસારી ટાઉન પોલીસે ( navsari town police) જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લામાં કોરોનાના કેસો ( corona case) વધતા જિલ્લા કલેક્ટરે આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના તમામ વેપાર-ધંધાઓ બંધ રાખવાનો હુકમ કર્યો હતો. જોકે ત્યારબાદ વેપારીઓએ તેમની દુકાનો ( shop) અને લારીઓ બંધ રાખી હતી. પરંતુ કલેક્ટરે જાહેરનામાની અવધી લંબાવતા વેપારીઓમાં મુશ્કેલીમાં મુકાયા હતા. સાથે જ કેટલાક ધંધા-વેપારો કોરોનાની ગાઇડલાઇન ( corona guideline) મુજબ ચાલુ હોવાથી અન્ય વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. સાથે જ તેઓની આર્થિક સ્થિતિ કથળી હતી. જેથી નવસારીના વેપારીઓએ ધંધા-વેપાર શરૂ કરવા માટે જિલ્લા કલેક્ટર પાસે માંગણી કરી હતી. અને ગત રોજ વેપારીઓએ દુકાનો ચાલુ કરવા માટે ભેગા થયા હતા. જોકે ત્યારે પોલીસે વેપારીઓને દુકાન ચાલુ નહી કરવા માટે સમજાવ્યા હતા.
નવસારીમાં આજે શનિવારે કેટલાક વેપારીઓએ દુકાનોનું અડધુ શટર ઉંચુ કરી વેપાર કરી રહ્યા હતા. તેમજ લારી પણ શરૂ કરી હતી. જેથી નવસારી ટાઉન પોલીસે ઘાચીની વાડી નીચે આવેલી હરીલાલ એન્ડ કંપની નામની તમાકુની દુકાન, રેલ્વે સ્ટેશન પાસે આર.જે.ડી. મોલ સામે રાજેશ દાણા-ચણાની દુકાન, ફાફડાની લારી અને રાધે ટી-સેન્ટરના દુકાનના સંચાલકો વિરૂદ્ધ જાહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધ્યો હતો. સાથે જ વિકાસ વન-વેમાં આવેલી સલુનની દુકાન, ન્યુ કોલેજ સ્ટોર અને મનસુખલાલ એન્ડ સન્સ નામની સ્ટેશનરીની દુકાનના સંચાલકોએ તેમની દુકાન ખોલતા પોલીસે તે તમામ દુકાનના સંચાલકો વિરૂદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી જિલ્લામાં આજે એક જ દિવસમાં કોરોનાના નવા 135 કેસો નોંધાયા છે. જેની સાથે જ જિલ્લામાં કોરોનાનો 5 આંકડો હજારને પાર થયો છે. જ્યારે આજે વધુ 1 દર્દીનું કોરોનાથી મોત થયા છે. ત્યારે જિલ્લામાં એક્ટિવ કેસો વધીને 1208 થયા છે.
શનિવારે એક જ દિવસમાં કોરોનાના નવા 135 કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ કેસ ચીખલી તાલુકામાં 87, જલાલપોર તાલુકામાં 20, વાંસદા અને ગણદેવી તાલુકામાં 9-9, નવસારીમાં 6 અઝડપાયા ને ખેરગામ તાલુકામાં 4 કેસ નોંધાયા છે. આજે એક જ દિવસમાં કોરોના વધુ 1 દર્દીને ભરખી ગયો હતો. જેમાં વાંસદા તાલુકાના લીમઝર ગામે ઘુટીયા ફળિયામાં રહેતા યુવાનનું મોત કોરોનાને કારણે મોત નીપજ્યું હતું.
શનિવારે જિલ્લામાં 1540 સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેથી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 247924 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 241375 સેમ્પલ નેગેટીવ રહ્યા હતા, જ્યારે 5009 ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. એ સાથે જ અત્યારે જિલ્લામાં કોરોનાના 1208 એક્ટિવ કેસો છે. આજે જિલ્લામાં 122 કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોનાને માત આપતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3673 દર્દીઓને સાજા થઇ ગયા છે, જ્યારે 128 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે