Dakshin Gujarat

નવસારીમાં કારની અડફેટે બેભાન દીપડો હોંશમાં આવી જતાં લોકોમાં ભાગમભાગ

નવસારી: નવસારી – બારડોલી રોડ પર નસીલપોર ગામ પાસે રોડ ક્રોસ કરતા દીપડાને કારે અડફેટે લીધો હતો. જેના પગલે દીપડો બેભાન થયો હતો. જો કે દીપડો ભાનમાં આવી નાસવા જતાં મહિલાને ઇજા પહોંચી હતી.

  • નવસારીમાં કારની અડફેટે બેભાન દીપડો હોંશમાં આવી જતાં લોકોમાં ભાગમભાગ
  • દીપડો બેભાન થતાં લોકો હોંશે હોંશે ફોટો-વિડીયો લઈ રહ્યાં હતાં
  • અચાનક દીપડો ભાનમાં આવી જતાં દોડાદોડીમાં મહિલાને ઈજા, દીપડો નાસી છૂટ્યો

નવસારી તાલુકાના વિવિધ ગામોમાં દીપડા આતંક મચાવી રહ્યા છે. દીપડાઓ પાલતુ પ્રાણીઓનો શિકાર કરી રહ્યા છે. જેના કારણે ગામજનોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વન વિભાગ પણ પાંજરું ગોઠવી દીપડો પકડી પાડે છે, તે છતાં પણ દીપડાઓ સતત આવી રહ્યા છે. ત્યારે દીપડા – દીપડીઓ શિકારની શોધમાં રહેણાંક વિસ્તાર તરફ વધુ આવી રહ્યા છે.

આજે સાંજે નવસારી – બારડોલી રોડ પર નસીલપોર ગામ પાસેથી એક દીપડો રોડ ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાન રોડ પરથી પસાર થતી કારની અડફેટે દીપડો આવી ચડતા તેને ટક્કર વાગી હતી. જેના પગલે દીપડો રોડ ઉપર જ બેભાન અવસ્થામાં પડી ગયો હતો. આ ઘટનાને પગલે ગામજનોનું ટોળું ઘટના સ્થળે ભેગું થઈ ગયું હતું. તેઓ ઘટનાના ફોટા અને વીડિયો ઉતારી રહ્યા હતા. ત્યારે દીપડો ભાનમાં આવી ઊભો થતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. જેથી દીપડો પણ ભાગવા જતાં એક મહિલા વચ્ચે આવી જતા દીપડાની અડફેડે મહિલાને ઇજા પહોંચી હતી, જો કે દીપડો નાસી ગયો હતો. દીપડો નાસી ગયા બાદ લોકોએ ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી.

Most Popular

To Top