છોટાઉદેપુરના માલધી ગામમાં વરસાદ નહીં પડતા મહાદેવને રીઝવવા ઓરસંગના પાણીથી જલાભિષેક

(પ્રતિનિધિ)છોટાઉદેપુર,તા.૨૯ છોટાઉદેપુર પંથકમાં વરસાદ નહીં પડતા માલધી ગામમાં મહાદેવ અને દેવોને રીઝવવા ઓરસંગ નદીના પાણી દ્વારા જલાભિષેક કરવામાં આવ્યો હતો.

સીમલ ફળીયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રાઠવા રેસીંગ ભાઇ દ્વારા પંથકમાં વરસાદના ઘણા લાંબા વિરામ ના કારણે લોકોની ખેતી તેમજ પાણીની મુશ્કેલી ઉભી થઇ હતી,  ત્યારે માલધી ગામમા મહાદેવ અને દેવો ને રિઝવવા વર્ષોની આદિવાસી પરંપરા અનુસાર ગામના પુરુષો અને મહિલાઓએ ભેગા થઇ ઓરસંગ નદી કાંઠે જઇ બેડા મા પાણી ભરી લાવ્યા અને માલધી ગામના મહાદેવ તેમજ દેવો ને જળાભિષેક કરવામાં આવેલ હતો,,, આ પ્રસંગે આદિવાસી સાંસ્કૃતિમાં નાચ ગાન સાથે મહાદેવ અને દેવો ને રીઝવવા મા આવતા રાત્રીમાં અને વહેલા સવારમાં વરસાદ વરસતા માલધી ગામના લોકોમાં ખુશાલી જોવા મળી હતી,

Related Posts