DAKSHIN GUJARAT

ચીખલીમાં પરિણીત પ્રેમીને પામવા ડીવોર્સી મહિલાએ નવસારી પોલીસ મથકના ધાબે ચઢી તમાશો કર્યો

નવસારી : પોલીસ મથક (Police station) એ સમસ્યાના નિરાકરણ માટેનું સ્થળ છે. જ્યાં અસંખ્ય લોકો પોતાની ફરિયાદ લઈ પોલીસ મથકે જતા હોય છે. જેથી પોલીસ મથકના કર્મચારીઓ ફરિયાદીઓનું ફરિયાદનું (Complaint) નિરાકરણ (solution) લાવવાનો પ્રયાસ કરતા હોય છે. તો અમુક બાબતોનું નિરાકરણ પોલીસ લાવી શકતી ન હોવાથી ઘણા લોકો નિરાશ થતા હોય છે. ત્યારે નવસારીની એક ત્યકતા મહિલા નવસારી ટાઉન પોલીસ મથકના બીજા માળે આવેલા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ લઈ ગઈ હતી.

ચીખલી (Chikhli) તાલુકા ખાતે રહીને નવસારી સ્થિત હીરાની ફેક્ટરીમાં કામગીરી કરતા મુકેશ (નામ બદલ્યું છે) થોડા મહિના પહેલા કિંજલ (નામ બદલ્યું છે) નામની ડીવોર્સી (Divorce) મહિલા સાથે પ્રેમ (Love) થઈ ગયો હતો. મુકેશ અને કિંજલ બંને જાન્યુઆરી માસમાં સુરત ખાતે ભાડાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા હતાં, પરંતુ મુકેશની પત્ની અને બે બાળકોના ભરણપોષણનો પ્રશ્નો ઉદ્ભવતા ઘરકંકાસ થવા લાગ્યો હતો. મુકેશે તેની પ્રેમીકાને છોડવાની ના પાડી જીવન ટૂંકાવી લેવાની કોશિષ કરી હતી. મુકેશની પત્ની આ સમગ્ર મામલો નવસારી પોલીસ સ્ટેશન લઈ ગઈ અને પતિ વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. પોલીસે પતિ, પત્ની ઓર વોના આ કેસમાં સમાધાનના પ્રયાસ કર્યા હતા, પરંતુ પ્રેમિકાએ પોલીસ મથકના ધાબા પર ચઢી આપઘાતનો પ્રયાસ કરતા તમાશો થયો હતો.

પાઈપ વડે પોલીસ સ્ટેશનના ધાબે ચઢી પોલીસકર્મીઓના જીવ અદ્ધર કર્યા
પોલીસ મથકમાં મુકેશ તેની પ્રેમિકા કિંજલ અને પત્ની વચ્ચે સમાધાન કરાવવાના પોલીસ દ્વારા પ્રયાસ કરાયા હતા. દંપતીના રસ્તામાંથી હટી જવા પ્રેમિકાને સમજાવટ કરાઈ હતી. ત્યારે એકાએક પ્રેમિકા કિંજલ માનસિક સંતુલન ગુમાવી બેઠી હતી અને પોલીસ સ્ટેશનના ખુલ્લા ભાંગમાં આવેલા પાઈપ પરથી ઢાબા પર ચઢી ગઈ હતી. બ્લેકમેઈલિંગના (blackmail) ઈરાદે મહિલા આત્માહત્યાના (suicide) કરવા માટે નવસારી ટાઉન પોલીસ મથકના ધાબે ચઢી ગઈ હતી. જેથી પોલીસ મથકના કર્મચારીઓ સહિત અન્ય લોકોના જીવ ટાળવે ચોટયા હતા. જોકે પોલીસ કર્મચારીઓએ તે મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલા આત્મહત્યા કરવાના ઈરાદેથી ચઢી હોવાથી કોઈની વાત સમજી ન રહી હતી. દરમિયાન પોલીસ મથકના કોન્સ્ટેબલોએ સમય સુચકતા વાપરી મહિલાને પકડી લઈ નીચે ઉતારી લીધી હતી. જેથી મોટી દુર્ઘટના ટળી હતી. પતિ, પત્ની ઓર વોનો આ કિસ્સો ચીખલીમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

Related Posts