આણંદ જીલ્લામાં નવ કોરોના પોઝીટીવ કેસ આવતાં કુલ ૪૦૪ દર્દી નોંધાયા

(પ્રતિનિધિ)     આણંદ, તા. ૨૩આણંદ જીલ્લામાં ગુરૂવારે પણ નવ પોઝીટવ કેસ મળ્યા હતા. જેમાં આણંદ શહેરમાં ૨ પેટલાદમાં ૨ બોરસદમાં ૩ અને બાકરોલમાં ૧ કોરોના પોઝીટીવ કેસ મળ્યા હતા. આમ જીલ્લામાં કુલ ૪૦૪ પોઝીટીવ કેસ નોધાયા છે.

   આણંદ શહેરમાં સતત વધી રહેલા પોઝીટીવ કેસને લઈ આણંદ આરોગ્ય ખાતાની ઉંઘ હરામ થઈ ગઈ છે. આજે નવા નોધાયેલા કેસમાં પેટલાદ તાલુકાના નાર ગામે લીમડી ચોકમાં રહેતા પીયુસભાઈ એચ.પટેલ (ઉ.વ.૬૫) પેટલાદ રેલવે સ્ટેશન પાસે રહેતા વાસુદેવભાઈ આર, સુથાર (ઉ.વ૧૮) બાકરોલ ત્રીવેણી લેન માર્કમાં રહેતા ભૂપેન્દ્રભાઈ ટી. પટેલ (ઉ.વ.૬૭) નાપાડ તળપદ ખાતે રહેતા ઉસ્માનખાન એન. પઠાણ (ઉ.વ.૬૭), બોરસદ તાલુકાના રણોલી ગામે રહેતા મનુભાઈ એમ. પટેલ (ઉ.વ.૮૨) ઉદેલ ગામે સવિતાબેન એમ. રાવલ (ઉ.વ.૨૮), કાન્તીભાઈ છોટાભાઈ પરમાર ઉ.વ૬૦ રહે બોરસદ, સુફીયાબેન જી. વહોરા, રીઝવાન મેમણ (ઉ.વ.૩૭) રહે. આણંદનો કેસ પોઝીટીવ આવ્યો હતો. આણંદ આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા જેતે વિસ્તારમાં સેનેટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પૂરતી તકેદારી રાખવા આયુર્વેદીક દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્નાં છે. આણંદ જીલ્લામાં અત્યાર સુધીમાં ૪૦૪ પોઝીટવ કેસ નોધાયા છે. કોરોનામાં ૧૩ ના મોત નીપજયા છે. અને ૨૦ ના નોન કોવિડમાં નીપજયા છે.

Related Posts