6 વર્ષમાં મોદીએ માત્ર 22 વખત સંસદમાં સંબોધન કર્યું

નવી દિલ્હી : નરેન્દ્ર મોદી (Narendra Modi) જ્યારે 2014માં પહેલી વખત વડાપ્રધાન (Prime Minister) બનીને સંસદ ભવન પહોંચ્યા ત્યારે તેમણે સંસદની સીડીઓ પર માથું ટેકવીને લોકતંત્રના મંદિર પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું હતું. જો કે, 6 વર્ષમાં હવે એ સામે આવ્યું છે કે ભારતના કોઇ વડાપ્રધાને સંસદની એટલી ઉપેક્ષા નથી કરી જેટલી મોદીએ કરી છે. અહેવાલ અનુસાર, સંસદમાં મોદીએ એક વર્ષની અંદર સરેરાશ 3.7 વખત પોતાની વાત રાખી એટલે કે પીએમ રહેતા 6 વર્ષના કાર્યકાળમાં મોદીએ સંસદને માત્ર 22 વખત સંબોધન (Modi addressed Parliament only 22 times) કર્યું. જો કે તેઓ બીજી વાર ભારતનાં વડા પ્રધાન તરીકે ચૂંટાઈને આવ્યા અને વારાણસીથી લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. એચડી દેવગૌડા (HD Deve Gowda) માત્ર બે વર્ષ વડાપ્રધાન રહ્યા પરંતુ તેમણે મોદી કરતા વધારે વખત પોતાની વાત રાખી.

6 વર્ષમાં મોદીએ માત્ર 22 વખત સંસદમાં સંબોધન કર્યું

આ ઉપરાંત દિવંગત ભાજપ નેતા અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) એ પોતાના 6 વર્ષના કાર્યકાળ દરમિયાન કુલ 77 વખત સંસદને સંબોધન કર્યુ હતું. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે (Former Prime Minister Manmohan Singh) પણ પોતાના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન 48 વખત સંસદમાં પોતાની વાત રાખી હતી. એ વાત અલગ છે કે મોદીએ 2012માં મનમોહન સિંહને ‘મૌન મોહન’ કહીને સંબોધ્યા હતા. નરેન્દ્ર મોદી સંસદના બદલે લોકો સાથે સીધો સંવાદ કરવામાં વિશ્વાસ કરે છે, પછી ભલે એ મન કી બાત હોય અથવા સોશિયલ મીડિયા (Social media) ના માધ્યમથી લોકો સાથે જોડાવાનું હોય. મોદીના સંદેશ આપવાની બંને બાબતોમાં એક વાત સમાન છે. મોદી એકતરફી સંદેશ આપવામાં માને છે જેનાથી સાંભળનાર કે વાંચનાર તેમને સીધો સવાલ ન કરી શકે.

6 વર્ષમાં મોદીએ માત્ર 22 વખત સંસદમાં સંબોધન કર્યું

મળેલ માહિતી અનુસાર પીએમ મોદી (PM Modi) સંસદમાં લોકો સાથે સીધા સંવાદ કરવામાં માને છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત દ્વારા પણ રાષ્ટ્ર સાથે જોડાયેલા રહે છે. તે સિવાય મોદી સરકારે (Modi government) એક વર્ષમાં 11 વખત વટહુકમ બહાર પાડ્યો તો બીજી તરફ મનમોહન સરકારમાં સામાન્ય રીતે 6 વટહુકમો બહાર આવતા હતા. કુલ મળીને જોવા જઈએ તો અટલ બિહારી વાજપેયીએ છ વર્ષોમાં કુલ 77 વખત સંસદને સંબોધિત કર્યુ હતુ. મનમોહન સિંહએ દસ વર્ષોમાં 48 વખત સંસદને સંબોધિત કર્યુ હતુ.

Related Posts