જાતને સુધારો

એક ભારતીય કંપનીમાં જાપાનથી ટેકનીશીયન નવા મશીનના ઈંસ્ટોલેશન માટે આવવાના હતા. એરપોર્ટ પરથી તેમને લેવા જવાની, તેમનું ધ્યાન રાખવાની અને ફેક્ટરી પર લઇ જવા અને લાવવાની જવાબદારી રાહુલને સોપવામાં આવી હતી.રાહુલ સમયસર એરપોર્ટ પહોંચી ગયો અને જાપાની ટેકનીશીયનના નામના બોર્ડ સાથે તેણે અંગ્રેજી અને જાપાની ભાષામાં વેલકમ લખ્યું હતુ.જાપાની ટેકનીશીયન તેને મળ્યા,.રાહુલ કંપનીની ગાડીમાં તેમને હોટેલ પર લઇ જવા નીકળ્યો.રસ્તામાં વાતચીતની શરૂઆત વાતાવરણ અને વરસાદની વાતોથી થઇ. ટ્રાફિક એકદમ જામ હતો ગાડી કીડીવેગે આગળ વધી રહી હતી.પહેલાતો જાપાની ટેકનીશીયન બોલવામાં અચકાતા હતા પણ ધીમે ધીમે રાહુલ સાથે મિત્રતાથી વાતો કરવા લાગ્યા.ધીમે ધીમે વાતો સ્વચ્છતા, સુધારા અને પ્રગતિ સુધી પહોંચી.થોડુક અચકાતા ટેકનીશીયને કહ્યું,”ભારતમાં ઘણી સારી પ્રતિભા છે પણ તેને વિકસવાની તક ઓછી મળે છે.”

જાતને સુધારો

લગભગ દરેક ભારતીયની ટેવ મુજબ રાહુલે પણ સદીઓ જુના ઇતિહાસની વાત કરી કે અમારો દેશ સોનાની ચિડિયા ગણાતો હતો.પણ પહેલાં મુસ્લિમ શાસકો ,મોગલો અને પછી અંગ્રેજોએ અમારા દેશમાં લુંટ મચાવી.અને ગુલામીને લીધે અમારા દેશનો વિકાસ થયો નહિ,અને અમે અત્યારે પછાત કહેવાઈએ છીએ.”રાહુલે પોતાના દેશ ભારત પર બહારના લોકો દ્વારા થયેલા જુલ્મો ની યાદી રજુ કરી દીધી…..અને બધો દોષ અન્યો પર નાખી દીધો.આ વાત ચાલતી હતી ત્યાં ….ટ્રાફિકમાં ઉભેલી ગાડીની બાજુની ગાડીમાંથી એક જન ભાલ રસ્તા પર પણ મસાલા થુંક્યો …….એક જણે સિગ્નલ તોડી જલ્દી આગળ નીકળવાની કોશિશ કરી ટ્રાફિક વધુ જામ થઇ ગયો ……બે થી ત્રણ જણા ગાડી માંથી નીચે ઉતરી ઝઘડવા લાગ્યા ….જાપાની ટેકનીશીયન અને રાહુલે આ બધું જોયું ટેકનીશીયને એટલુ જ પૂછ્યું,”શું આ રસ્તા પર થુંક્વાની ટેવ મોગલોએ પાડી છે ….શું આ ટ્રાફિક નિયમો તોડવાનું અંગ્રેજો શીખવાડી ગયા છે?” રાહુલ ચૂપ થઇ ગયો તેની પાસે કોઈ જવાબ ન હતો.

 જાપાની ટેકનીશીયને રાહુલને કહ્યું,”તમે બધા ભારતીય લોકો તમારી પોતાની જાતની ભૂલો જોવા કરતા …વર્ષોથી અન્યો પર આરોપ મુકો છો ……તમારા દેશના નાગરિકો જાગૃત નથી …તેઓ પોતાની ફરજોનું પાલન કરતા નથી તમે ૭3 વર્ષથી સ્વતંત્ર છો અને હજી ઓછા વિકાસનું કારણ ગુલામી આપો છો ….અમને જુઓ અણુ હુમલા બાદ ૨૦ વર્ષમાં અમે ફરી ઉભા થઇ ગયા હતા.” જાતને સુધરવાથી પ્રગતિ તરફ એક ડગલું આગળ વધી શકાય છે.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts