કૈદ કિયા જાય કિ છોડ દિયા જાય?

‘બેઈલ ઈઝ રુલ એન્‍ડ  જેલ ઈઝ એન એક્‍સેપ્‍શન’ એટલે કે જામીન આપવા એ નિયમરૂપ છે અને જેલની સજા અપવાદરૂપ. હજી માર્ચ મહિનામાં જ વડી અદાલત દ્વારા જેની જામીનઅરજી નકારવામાં આવેલી એવી એક વ્‍યક્‍તિના જામીન મંજૂર કરતાં સર્વોચ્‍ચ અદાલતે આમ કહેલું. વ્‍યક્‍તિ નિર્દોષ છે એ આપણી ન્‍યાયપ્રણાલિની મૂળભૂત પૂર્વધારણા છે.

કૈદ કિયા જાય કિ છોડ દિયા જાય?

કેદીઓથી ઊભરાતી જેલોમાં લૉકડાઉન દરમિયાન શારિરીક અંતર જાળવી ન શકાય એ બાબતને ધ્‍યાનમાં લઈને અનેક કેદીઓને કામચલાઉ જામીન કે પેરોલ આપીને મુક્‍ત કરવામાં આવ્‍યા છે. મહારાષ્ટ્રની જેલમાંના અડધાઅડધ કેદીઓને મુક્‍ત કરવાનું આયોજન છે, જેનો અમલ શરૂ થઈ ગયો છે.

આમ છતાં, એક કેદી એવા છે કે જેને જામીન આપવાનો ધરાર ઈન્‍કર કરાઈ રહ્યો છે. જામીન પર મુક્‍ત કરી શકાય એ માટેનાં તમામ પરિબળો તેમના પક્ષમાં છે. સૌથી પહેલું પરિબળ છે તેમની વય. ૮૧ વર્ષના આ કેદીનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે. તેમની પરનો આરોપ હજી પુરવાર થયો નથી, આથી તે કાચા કામના કેદી છે.

તેમનાં પરિવારજનોએ માનવ અધિકાર પંચ સમક્ષ ધા નાખી છે, પણ સત્તાવાળાઓ કહે છે કે આ કેદી પોતાની વયને અને કોવિડ-૧૯નીપરિસ્‍થિતિને આગળ ધરીને તેનો ગેરલાભ લઈ ર?ાો છે. પહેલાં જે.જે. હોસ્‍પિટલમાં, પછી સેન્‍ટ  જ્‍યોર્જ હોસ્‍પિટલમાં અને હાલ નાણાવટી હોસ્‍પિટલમાં ઈલાજ માટે તેમને ખસેડવામાં આવ્‍યા છે.

આ કેદીનું નામ છે વરવર રાવ. ‘અર્બન નક્‍સલ’ તરીકે ઓળખાવાયેલા, પ્રતિબંધિત સી.પી.આઈ. (એમ) પક્ષના સભ્‍ય, તેલંગણાના આ કર્મશીલ, કવિ અને શિક્ષક પર દેશને અસ્‍થિર કરવા માટેની પ્રવળત્તિઓ સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે. આવો જ આરોપ રાવ સહિત બીજા નવ જણ પર પણ છે.

૨૦૧૭ના અંતમાં પૂણેમાં ભરાયેલી, દલિતો અને ડાબેરી ઝોક ધરાવતા લોકોની એલ્‍ગાર પરિષદ અને તેના પછીના દિવસે ભીમાપ્રકોરેગાંવમાં થયેલી હિંસા ભડકાવવા પાછળ તેમનો હાથ હોવાનો આરોપ મહારાષ્ટ્રની પોલિસે મૂકેલો છે. પોતાની પ્રગતિશીલ કવિતાઓ અને શાસનવિરોધી અભિગમને લઈને રાવ દરેક શાસકની આંખે ચડતા આવ્‍યા છે. ૧૯૭૩ અને ૧૯૭૫માં તેમને ‘મીસા’ના કાયદા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્‍યા હતા.

એ પછી ૧૯૮૬માં, ૨૦૦૫માં અને છેલ્લે ૨૦૧૮માં તેમની ધરપકડ કરવામાં આવી. રાવની સાથોસાથ બીજા નવ કર્મશીલોને પણ પકડવામાં આવ્‍યા. તેમના પર ‘વડાપ્રધાનની હત્‍યાના ષડયંત્ર’નો આરોપ મૂકવામાં આવ્‍યો, અને તેમની પાસેથી કેટલુંક ‘સાહિત્‍ય’ પણ મળી આવ્‍યુંહોવાનું બહાર આવ્‍યું.

વડાપ્રધાનની હત્‍યાનું ષડયંત્ર ખરેખર ગંભીર બાબત ગણાવી જોઈએ. વર્તમાન વડાપ્રધાન જ્‍યારે ગુજરાતના મુખ્‍યપ્રધાન હતા ત્‍યારે પણ તેમની હત્‍યાનું ષડયંત્ર ઘડાયું હતું, અને એ માટે પાકિસ્‍તાનથી ખાસ આવેલા મારાની પોલિસે હત્‍યા કરી હતી. અલબત્ત, હત્‍યા પછી આ મારો રાજસ્‍થાનનો નામચીન ગુનેગાર સોરાબુદ્દીન હોવાનું જાહેર થયું હતું.

એ વખતે સરકારતરફી લેખકોપ્રકવિઓએ આ ઘટનાને વાજબી ઠેરવતાં જણાવેલું, ‘સારું થયું મરી ગયો એ! હતો તો ગુંડો જ ને!’ એક તરફ આ પ્રકારના, સરકારની ગાડીના ગમે એ ડબ્‍બામાં બેસવાની તક શોધતા કવિપ્રલેખકો હોય, અને બીજી તરફ સરકારની ગાડીમાં કોઈ પણ ભોગે ચડવા ન ઈચ્‍છતા રાવ જેવા કવિ હોય, ત્‍યારે સ્‍વાભાવિક છે કે તે આંખના કણાની જેમ ખૂંચે. આ કિસ્‍સામાં કે અગાઉના બનાવોમાં રાવ પર મૂકાયેલા આક્ષેપોમાંનો એક પણ હજી પુરવાર થયો નથી, એટલે તેમાં કેટલું વજૂદ હશે એ કહી શકાય નહીં, પણ કોવિડપ્ર૧૯ની પરિસ્‍થિતિનો ગેરલાભ લેવાનો તેમની પર મૂકાયેલો આક્ષેપ કદાચ સૌથી હાસ્‍યાસ્‍પદ, વક્રતાયુક્‍ત અને કરુણ છે.

કોવિડપ્ર૧૯ની પરિસ્‍થિતિનો ગેરલાભ કેવા કેવા માથાંઓએ લીધો! ડૂબતા અર્થતંત્ર પરનું ધ્‍યાન હટાવવાથી લઈને અપૂરતી આરોગ્‍ય સેવાઓનેઢાંકવામાં, કોમી વિષ ફેલાવવામાં, કે કોરોના મટાડવાની દવા બજારમાં મૂકવા સુધીના વિવિધ ઉપયોગો કોવિડ-૧૯ની પરિસ્‍થિતિ દરમિયાન થતા જોવા મળ્‍યા. કોરોનાગ્રસ્‍ત થયેલા, કાચા કામના કેદી, ૮૧ વર્ષના કર્મશીલ એવા રાવ આ પરિસ્‍થિતિનો ગેરલાભ લેવા ધારે તો પણ આ સ્‍તરે કદી પહોંચી નહીં શકે એ હકીકત છે.

શાસનવિરોધી અભિગમ ધરાવતા બૌદ્ધિકો, કર્મશીલો, પ્રગતિશીલ લેખકોનો અવાજ દબાવવાની કોશિશ વખતોવખત થતી રહી છે. સરકાર ઉથલાવવાનાં કાવતરાંનાં, વિદેશી ભંડોળ મેળવતા હોવાના, ત્રાસવાદી કે પ્રતિબંધિત સંગઠનો સાથે સાંઠગાંઠ હોવાના આક્ષેપો તેમની પર થતા ર?ાા છે.

‘અર્બન નક્‍સલ’ જેવી સુધરેલી ગાળથી તેમને નવાજવામાં આવે છે. અત્‍યાર સુધી આ કામ કેવળ સરકાર હસ્‍તક હતું, પણ હવે સામાજિક નેટવર્કિંગ માધ્‍યમના આ યુગમાં ‘જવાબદાર’ નાગરિકો સ્‍વૈચ્‍છિક યા અનુબંધિત ધોરણે આ ‘જવાબદારી’ પોતાને શિરે ઉઠાવી લઈને સરકારનો બોજ ઘણે અંશે હળવો કરવાનો પ્રયત્‍ન કરી રહ્યા છે. સર્વોચ્‍ચ અદાલતે અગાઉ જણાવ્‍યા અનુસાર કોઈ પ્રતિબંધિત જૂથના સભ્‍ય હોવા માત્રથી ગુનો બનતો નથી. તોડફોડ યા હિંસા માટે ઉશ્‍કેરવાની કાર્યવાહીમાં સંડોવણી હોય તો જ તે ગુનો બને છે.

સ્‍પષ્ટ વાત છે કે સરકાર કોઈ પણ પક્ષની હોય,પોતાને સવાલ કરે એવા લોકો તેને કદી પસંદ આવતા નથી. અભિવ્‍યક્‍તિ સ્‍વાતંત્ર્ય ભલે દેશના નાગરિકોનો મૂળભૂત બંધારણીય અધિકાર ગણાય, પણ તેનો ઉપયોગ સરકારને કઠિન સવાલ પૂછવા માટે કરવામાં આવે એ તેને ગમતું નથી. વરવર રાવનો અંજામ શો આવે છે એ જોવું રહ્યું, પણ તેમણે લખેલી એક તેલુગુ કવિતાનો મુક્‍ત ભાવાનુવાદ વાંચવાથી ખ્‍યાલ આવશે કે કોઈ પણ સત્તાધીશને તે કેમ ખૂંચતા આવ્‍યા છે.

ન મેં વિસ્‍ફોટકો પૂરા પાડેલા, કે ન વિચારો સુદ્ધાં,

લોખંડી એડીઓ તળે રાફડાને કચડનાર હતા તમે જ, 

અને ધમરોળાયેલી ધરતીમાંથી ફૂટયાં અંકુર પ્રતિશોધના.  મધપૂડાને તમારા દંડા વડે છંછેડનાર હતા તમે જ, વિખરાયેલી મધમાખીઓના ગુંજારવથી ભયભીત ચહેરે તમારા ફૂટયા લાલ ટશિયા, લોકહૃદયમાં વિજયનાદ લાગ્‍યો ગાજવા ત્‍યારે, તમે ગણ્‍યો તેને એકલદોકલ અને વ્‍યક્‍તિગત અને કરી તમારી બંદૂકોને તાલિમબદ્ધ, દસદિશ ક્ષિતિજોએ ગૂંજ્‍યો પ્રતિઘોષ ક્રાંતિનો.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts