Entertainment

ઇલિયાના ડીક્રુઝ લગ્ન કર્યા વિના જ માતા બનશે? સોશિયલ મીડિયા પર તેણે આપ્યા આવા સમાચાર

રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘બરફી’થી બોલિવૂડમાં (Bollywood) એન્ટ્રી કરનાર તેમજ અક્ષય કુમાર સાથેની ફિલ્મ તુ કભી સોચ ના સકે.. સોંગથી ફેમસ થયેલી ઇલિયાના ડીક્રુઝે (Ileana D’Cruz) આજે સવારે સોશિયલ મીડિયા (Social Media) પર ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા હતા. ઇલિયાના ડીક્રુઝે 2 તસવીરો શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. આ પોસ્ટ જોઇને સેલેબ્સ ઇલિયાનાને અભિનંદન આપી રહ્યા છે.

ઇલિયાના ડીક્રુઝે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તે ગર્ભવતી છે અને તેના પહેલા બાળકના આવવાની રાહ જોઈ રહી છે. લોકો તેના બાળકના પિતાનું નામ પૂછી રહ્યાં ચે. જો કે આ અંગે અભિનેત્રીની પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી. ઇલિયાના ડીક્રુઝે આજે સોશિયલ મીડિયા પર 2 ફોટો શેર કર્યા છે. જેમાં પહેલા ફોટોમાં ન્યૂ બોર્ન બેબીનો બોડીસૂટ દેખાઈ રહ્યો છે. જેના પર ‘હવે એડવેંચર શરૂ થઈ ગયું છે’ એવું લખાયું છે.

ઇલિયાનાની બીજી તસવીરમાં એક પેન્ડન્ટ દેખાય છે જેના પર ‘મામા’ લખેલું છે. આ તસવીરો સાથે ઇલિયાનાએ લખ્યું કે ટૂંક સમયમાં આવી રહ્યું છે. લિટલ ડાર્લિંગ તને મળવાની રાહ નથી જોઈ શકતી.’ જ્યાં કેટલાક સેલેબ્સ અને ફેન્સ ઇલિયાના ડીક્રુઝની આ પોસ્ટ પર તેને અભિનંદન આપી રહ્યા છે તો કેટલાકે ઇલિયાનાને તેના ભાવિ બાળકના પિતાનું નામ પૂછી રહ્યાં છે.

જોકે હવે ઇલિયાના ડીક્રુઝની આ પોસ્ટ બાદ તેના બાળકનો પિતા કોણ છે તેની ચર્ચા શરૂ થઈ છે. મોટાભાગના લોકો તેના બાળકના પિતાનું નામ પૂછી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે તેણે પ્રેગ્નન્સીની પોસ્ટની સાથે બાળકના પિતાનું નામ પણ જણાવવું જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું કે ઈલિયાના તેં લગ્ન ક્યારે કર્યા અને હવે બાળક પણ થઈ રહ્યું છે. ઓછામાં ઓછું બાળકના પિતાનું નામ તો જણાવો. જણાવી દઈએ કે ઈલિયાના ડીક્રુઝ તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહે છે. ગયા વર્ષે ઇલિયાના અને કેટરિના કૈફના ભાઈ સેબેસ્ટિયનને ઘણી વખત સાથે જોવામાં આવ્યા હતા. જે બાદ તેમના ડેટિંગના સમાચાર વાયરલ થઈ રહ્યા હતા. હાલમાં જ ઇલિયાનાનો એક મ્યુઝિક વીડિયો રિલીઝ થયો છે જેમાં તે પ્રેગ્નન્ટ જોવા મળી ન હતી.

Most Popular

To Top