જીવનને સફળ બનાવવું હોય તો ‘એક આખરી પ્રયાસ’ કરી જ લેજો!

જીવનને સફળ બનાવવું હોય તો ‘એક આખરી પ્રયાસ’ કરી જ લેજો!

એક વેપારી(Merchant) હતો. તે નજીકના ગામમાં વેપારના કામ માટે ગયો હતો અને રસ્તામાં પાછા ફરતી વખતે તે ગામ નજીક બસમાં આવ્યો અને પછી પથરીલા રસ્તા પર ચાલીને ઘરે જઈ રહ્યો હતો.રસ્તામાં તેનું ધ્યાન એક ચમકતા પથ્થર(Shining Stone)પર પડયું.આ પથ્થર બહુ જ સુંદર અને ચમકતો હતો. તેની ચમકમાં અનેક રંગોની ઝાંય પડતી હતી અને પ્રમાણમાં થોડો મોટો પણ હતો.વેપારીને પથ્થર બહુ ગમી ગયો.તેણે વિચાર્યું, આ પથ્થરને ઘરે લઇ જાઉં છું અને તેમાંથી મારા ઘરમાં મંદિરમાં મૂકવા માતાજીની મૂર્તિ બનાવડાવીશ. વેપારી મહાપ્રયત્ને પથ્થરને ઘરે લઇ ગયો.બીજા દિવસે તે પથ્થર લઈને એક મૂર્તિકાર પાસે ગયો અને તેમાંથી માતાજીની સુંદર મૂર્તિ બનાવવા કહ્યું.મૂર્તિકારે કહ્યું, ‘સારું,આ પથ્થર બહુ જ સુંદર છે. હું ચોક્કસ તમને સુંદર મૂર્તિ બનાવી આપીશ. અઠવાડિયા પછી લઇ જજો.’

જીવનને સફળ બનાવવું હોય તો ‘એક આખરી પ્રયાસ’ કરી જ લેજો!


મૂર્તિકાર વેપારીએ આપેલા ચમકતા પથ્થરમાંથી મૂર્તિ ઘડવા બેઠો.પથ્થરને તેણે ભીનો કર્યો અને પછી પહેલો હથોડો માર્યો પણ પથ્થર પર બિલકુલ અસર ન થઈ. એક રજકણ પણ ન ખરી.મૂર્તિકાર સમજી ગયો કે આ પથ્થર બહુ મજબૂત છે.તેણે બીજો ઘા વધારે જોરથી કર્યો પણ પથ્થર ન તૂટ્યો…મૂર્તિકારે બીજો, ત્રીજો, ચોથો એમ ઘણા ઘા કર્યા પણ પથ્થર તૂટતો જ ન હતો.મૂર્તિકારે પાંચ દિવસ સુધી લગાતાર ઘણા પ્રયત્નો કર્યા પણ પથ્થર તૂટતો જ ન હતો.છેવટે કંટાળીને તેણે પ્રયત્ન છોડી દીધા.બે દિવસ પથ્થર એમ ને એમ પડી રહ્યો, પણ મૂર્તિકારે કોઈ પ્રયત્ન ન કર્યો.વેપારી મૂર્તિ લેવા આવ્યો ત્યારે મૂર્તિકારે કહ્યું, ‘સાહેબ, આ પથ્થર તૂટતો જ નથી. તેમાંથી મૂર્તિ બનવી અશક્ય છે.વેપારીને જાણીને દુઃખ થયું કારણ તેને હતું આ ચમકતા પથ્થરમાંથી માતાજીની સુંદર મૂર્તિ આજે જોવા મળશે. તે ભાવપૂર્વક તેની પૂજા કરશે.પણ આ પથ્થરમાંથી મૂર્તિ બની જ ન હતી.

જીવનને સફળ બનાવવું હોય તો ‘એક આખરી પ્રયાસ’ કરી જ લેજો!

મૂર્તિકાર પાસેથી પથ્થર લઈને હવે શું કરવું ના વિચાર સાથે વેપારી જતો હતો.તેણે બીજા મૂર્તિકાર પાસે જઈને મૂર્તિ બનાવવા કહ્યું.મૂર્તિકારે(Sculptor) હા પાડી અને તરત વેપારીની સામે જ હથોડો કાઢી પથ્થર પર માર્યો અને પથ્થર તૂટ્યો.મૂર્તિકારે કહ્યું, ‘ચાર દિવસ પછી મૂર્તિ લઈ જજો.’ વેપારી વિચારવા લાગ્યો કે પહેલા મૂર્તિકારના હથોડાના અનેક ઘા ને લીધે પથ્થર તૂટવાની અણી પર હતો, પણ મૂર્તિકારે વહેલી ધીરજ ગુમાવીને આખરી પ્રયત્ન ન કર્યો. મિત્રો, આપણે પણ ઘણી વાર ઘણા પ્રયત્નો બાદ સફળતા ન મળતાં હિંમત અને ધીરજ ગુમાવી પ્રયત્નો કરવાનું છોડી દઈએ છીએ.પણ તેમ ન કરવું, સતત પ્રયત્ન કરતા રહેવું. શું ખબર આપણે જ્યાં પ્રયત્ન છોડીએ ત્યાંથી સફળતા એક કદમ જ દૂર હોય….શું ખબર કઈ કોશિશ આખરી પ્રયાસ બની સફળતા અપાવી દે માટે ધીરજ રાખી લગાતાર કોશિશ કરતાં જ રહેવું.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts