ICMRનાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે માત્ર આટલા સમયમાં ઉપલબ્ધ થશે ‘કોવેક્સીન’

નવી દિલ્હી : વિશ્વવ્યાપી કોરોના મહામારી (Corona Pandemic) એ જેવી રીતે દેશમાં પગ પસાર્યો તે ચિંતાજનક અને ડરાવનાર હતો. દેશમાં લાખો લોકો કોરોનાની ચપેટમાં આવ્યા અને હજારો લોકોએ આ વાયરસ (Corona Virus) નાં કારણે પોતાના જીવ ગુમાવ્યા એવામાં ઓક્ટોબરનાં અંતિમ પંદર દિવસ બાદ દેશમાં કોરોનાની ગતિ ઝડપી રીતે ધીમી પડી છે તે દેશવાસીઓ માટે રાહતનાં સમાચાર છે અને હવે બીજી તરફ વૈજ્ઞાનિકોએ પણ લોકોને રાહતનાં સમાચાર આપ્યા છે. ભારત બાયોટેક (Bharat Biotech) અને આઈસીએમઆર (ICMR) દ્વારા તૈયાર થઈ રહેલી કોરોના વેક્સિન મામલે વૈજ્ઞાનિકોએ ક્હયું છે કે, કોરોના વેક્સિન (Corona vaccine)નાં અંતિમ તબક્કાનાં પરિક્ષણ આ મહિનાથી શરૂ થઈ જશે, અત્યાર સુધી રિસર્ચ દરમિયાન માહિતી મળી છે કે વેક્સિન સુરક્ષિત અને અસરકારક છે.

ICMRનાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે માત્ર આટલા સમયમાં ઉપલબ્ધ થશે 'કોવેક્સીન'

આઈસીએમઆરનાં વૈજ્ઞાનિક રજનીકાંતે (ICMR scientist Rajinikanth) જણાવ્યું કે, કોરોના વેક્સિન આવતા વર્ષનાં શરૂઆતમાં એટલે કે ફેબ્રુઆરી તથા માર્ચ મહિના સુધી મળી રહેશે. તો બીજી તરફ ભારતીય વૈજ્ઞાન સંસ્થાન (IIS)નાં વૈજ્ઞાનિક કોરોના વાયરસનાં ખાસ વેક્સિન પર કામ કરી રહ્યા છે. આ વેક્સનની ખાસિયત એ છે કે ગરમ તાપમાને પણ વેક્સિનને નુકસાન થશ નહીં. હાલ દેશ વગર કોરોના વેક્સિને કોરોનાથી જંગ લડી રહ્યું છે અને કોરોના વેક્સિન આવે તે પહેલા દેશમાં કોરોના વાયરસની રસીનાં સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યૂશનને લઈને પણ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ગરમ વાતાવરણમાં આ તમામ વેક્સિનને સ્ટોર કરવો એક મોટો પડકાર છે. કારણ કે અધિક વેક્સીન 2 ડિગ્રી સેલ્સિયસથી 8 ડિગ્રી સેલિસયસ તાપમાન વચ્ચે રાખવાની જરૂર પડે છે.

ICMRનાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે માત્ર આટલા સમયમાં ઉપલબ્ધ થશે 'કોવેક્સીન'

આ વેક્સિનને આવા વાતાવરણમાં રાખવાની પ્રક્રિયાને કોલ્ડ-ચેન મેનેજમેન્ટ કહેવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ, તૈયાર થઈ રહેલી કોરોના વેક્સિનને 0 ડિગ્રીથી પણ ઓછા તાપમાન પર રાખવાની જરૂર પડશે. જણાવી દઈએ કે હાલ દેશમાં કુલ 84 લાખ 11 હજારથી વધુ કોરોના કેસો નોંધાઈ ચૂક્યા છે જ્યારે 77 લાખ 64 હજારથી વધુ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. તો 1 લાખ 25 હજારથી વધુ દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે. ગત રોજ દેશમાં કુલ 47628 દર્દીઓ કોરોનાની ચપેટમાં આવ્યા જ્યારે 54133 દર્દીઓ રિકવર થયા તે 672 દર્દીઓનાં મોત થયા છે. એમ તો દેશમાં કોરોનાના મામલે રાહત મળી છે પરંતુ દિલ્હી અને કેરલામાં જે રીતે કેસો નોંધાઈ રહ્યા છે તે ચિંતા જનક છે.

Related Posts