હું સોગંદ લઉં છું કે…

મેં સોગંદ લેતા હું કિ… તુમ્હે મેરી સોગંદ, તુમ્હે મેરી સોગંદ કસમ… વગેરે વગેરે સંવાદ ડાયલોગ મોટે ભાગની ફિલ્મો અને સીરીયલોમાં સાંભળવા મળે છે. નાયક-નાયિકા તે મુજબ વર્તન કરે તેવું દર્શાવવામાં આવે છે. બાળપણમાં એવી જાણ હતી કે, જો તને એક વાત કહું છું તે ખાનગી છે તે તને એકલાને જ કરું છું, બીજા સુધી પહોંચવી ન જોઇએ. જો તને મમ્મીની સોગંદ છે. સોગંદનું પાલન ન કરીએ તો મમ્મી મૃત્યુને ભેટે. આવી માહિતીને કારણે ડર લાગતો. ફિલ્મો, સીરીયલોમાં કસમનું કયારેય પાલન કરતા નાયક, નાયિકા જોવા મળે છે.

જયારે ફિલ્મોમાં નેતાગણ અને પોલીસ તંત્રમાં લેવાતા સોગંદની જાણે મશ્કરી કરવામાં આવે છે. કયારેક સંપૂર્ણ પાલન કરતા દર્શાવવામાં આવે છે. ફિલ્મ મનોરંજન માટે હોય છે, બરાબર પણ એવું ફલિત થાય છે કેટલાક માટે હું સોગંદ લઉં છું કે… એ માત્ર બોલવા વાંચવાની વસ્તુ છે. સોગંધ તોડવા માટે હોય છે કે પાલન માટે? અહીં કર્તવ્યનિષ્ઠા અને જીવનમૂલ્યોનો પ્રશ્ન છે. જવાબ જગજાહેર છે. કેમ, ખરું ને? શરત એટલી કે લેવાતા સોગંદનું પાલન કરવું જ જોઇએ એ સાચી ફરજ છે.નવસારી -કિશોર આર. ટંડેલ

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts